અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર મહેમદાવાદ પાસે કન્ટેનર પાછળ કાર ઘૂસી, ચાલક સહિત અમદાવાદના ચારનાં મોત 

Views: 210
1 0
Spread the love

Read Time:3 Minute, 6 Second

અમદાબાદ -બડોદરા એક્સપ્રેસ હાઈવે પર મહેમદાબાદ ના નજીક કારના અકસ્માતમાં 4 લોકોનાં ઘટનાસ્થળે મોત થયા છે . જેમાં બે મહિલા,એક પુરુષ,એક અઢી વર્ષની બાળકીનું ઘટનાસ્થળે કમકમાટીભર્યાં મોત નીપજ્યાં છે.ઊબેલા કન્ટેનર પાછળ કાર ઘૂસી જતાં આ અકસ્માત સર્જાયો છે . મૃતકો અમદાવાદના વટવા વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળ્યું એવું છે. મહેમદાવાદ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધવાની કામગીરી સુરુ કરી છે.
અમદાવાદથી વડોદરા તરફ જઈ રહેલી કારને અક્સ્માત નડ્યો
અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર મહેમદાવાદના રિલાયન્સ પેટ્રોલપંપ પાસે ગુરુવારની રાત્રે 8 વાગ્યાના અરસામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અમદાવાદથી વડોદરા તરફ જઈ રહેલી કારને અક્સ્માત નડ્યો છે. હાઈવે પર ઊભેલા કન્ટેનર પાછળ ઉપરોક્ત કાર (GJ 27 AA 3063) ઘૂસી જતાં કારચાલક સહિત 4 વ્યક્તિનાં ઘટનાસ્થળે કમકમાટીભર્યાં મોત નીપજયાં છે, જેમાં બે મહિલા, એક પુરુષ, એક અઢી વર્ષની બાળકીનો સમાવેશ થાય છે.

મૃતદેહોને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે ખસેડાયા
ઘટનાની જાણ હાઈવે પેટ્રોલિંગના કર્મીઓને થતાં મહેમદાવાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. આ બાદ ક્રેન મારફત કારને અલગ કરી કારમાં રહેલા તમામ મૃતદેહોને બહાર કાઢી નડિયાદ સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં તમામ મૃતકો અમદાવાદ વટવા વિસ્તારના રહેવાસી છે અને ભરૂચ પાસે મિત્રનો અકસ્માત થતાં અન્ય મિત્ર પોતાના મિત્રોના પરિવારજનોને લઈ જતી વેળાએ મહેમદાવાદ પાસે અકસ્માત નડ્યો હોવાનું જાણવા મળ્યું છે.

અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોનાં નામ

  1. જયશ્રીબેન કિરીટભાઈ પુરાણી
  2. કૃતિ આશિષભાઈ પુરાણી
  3. જૈની આશિષભાઈ પુરાણી
  4. અકબરખાન ફિરદોશખાન પઠાણ (કાર ડ્રાઈવર)

કોઈ આડશ ઊભી કર્યા વગર ક્ન્ટેનર ઊભું રાખ્યું હતું
હાઈવે પર ઊભેલું કન્ટેનર (GJ 12 BW 1387)માં પંકચર પડ્યું હતું અને આ વાહનના ચાલકે મોડી સાંજના સુમારે કોઈપણ આડાશ કર્યા વગર એ સાઈડ ઊભુ રાખ્યું હતું. ઉપરાંત વાહનની લાઈટ પણ ચાલુ રાખ્યા વગર રોડની સાઈડમાં વાહન ઊભું રાખતાં ઉપરોક્ત કારચાલકને આ વાહન ન દેખાતાં પાછળની સાઈડે ઉપરોક્ત કાર ધડાકાભેર અથડાઈ હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed