શહેર પોલીસની શરમજનક સ્થિતિ:રાણીપ-બાપુનગર બાદ શાહીબાગમાં મસમોટો દારૂનો જથ્થો ઝડપાયો, વિજિલન્સની કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ

Views: 172
0 0
Spread the love

Read Time:4 Minute, 31 Second

અમદાવાદમાં બેફામ બનેલા બુટલેગરોનો પડદા પાસ વિજિલન્સે કરી દીધો છે. પોલીસ કમિશનર ભલે મોટા મોટા દવા કરતા હોય પરંતુ રોજેરોજ અમદાવાદ શહેરમાં લો એન્ડ ઓર્ડરની આબરૂના લીરા ઉડી રહ્યા છે. સાબરમતી વિસ્તારમાં પડેલા જુગારઘામ પર દરોડા બાદ આ સિલસિલો આગળ વધારતા વિજિલન્સે રાણીપ, બાપુનગર અને પોલીસ કમિશનરના કચેરી અને ઓફિસથી થોડાક અંતર આવેલા શાહીબાગ વિસ્તારમાં આખેઆખું દારૂનું ગોડાઉન ઝડપી પાડ્યું છે. હવે જો આવા વિસ્તાર સલામત ન હોય તો સામાન્ય વ્યક્તિ કઈ રીતે શાંતિથી રહી શકે. સાબરમતી પીઆઇને ખુદ રાજ્યના પોલીસ વડાએ સસ્પેન્ડ કર્યા હતા. ત્યારે હવે રાણીપ, બાપુનગર અને શાહીબાગ પીઆઇ સામે કેમ કાર્યવાહી નથી થતી. તે અંગે અનેક પ્રશ્નો ઉભા થયા છે.

શાહીબાગમાંથી મસમોટો દારૂનો જથ્થો ઝડપાયો
વિજિલન્સની કામગીરીને પગલે સ્થાનિક પોલીસ ગેરકાયદે ધંધાઓ ચલાવવામાં મદદ કરતી હોવાનું માનવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં અગાઉ રાણીપ, બાપુનગરમાંથી વિજિલન્સે દરોડો પાડી મસમોટા દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. ત્યારે હવે શાહીબાગ વિસ્તારમાંથી બાતમીના આધારે મસમોટો દારૂનો જથ્થો ઝડપી પાડતા જવાબદાર કર્મીઓ સામે અનેક સવાલો ઉભા થયા છે. સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઇ આર.જી. ખાંટ અને તેમની ટીમને બાતમી મળી હતી કે, શાહીબાગ વિસ્તારમાં આવેલ જૂની પટેલ સોસાયટીમાં દારૂનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે.

વિજિલન્સે 5 લોકોની ધરપકડ કરી
બાતમીના આધારે વિજિલન્સે દરોડો પાડ્યા હતા. દરોડા દરમિયાન સ્થળ પર તપાસ કરતા 1315 (કિંમત 1,50,700) દારૂની બોટલો મળી આવી હતી. જે બાદ આગળની વિજિલન્સે કાર્યવાહી હાથ ધરતા હાજર 5 લોકો મળી આવતા તાત્કાલિક ધોરણે ધરપકડ લીધી હતી. વિજિલન્સને પૂછપરછમાં ભાવેશ દીપકજી ઠાકોર, જયેશ ઈશ્વરજી ઠાકોર, તુષાર સંજયભાઈ પરમાર (ગ્રાહક), ભાવેશ રમણભાઈ પરમાર (ગ્રાહક), સાગરભાઈ વિનોદભાઈ રાવત (ગ્રાહક) તમામ લોકો અસારવાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું.


જવાબદાર કર્મીઓની કામગીરી શંકાના દાયરામાં
બીજીબાજુ વધુ તપાસ હાથ ધરતા પ્રદીપ ઝાલા(ભાગીદાર), વિકાસ દિપકજી ઠાકોર (મુખ્ય આરોપી), મેકો ઠાકોર (માલ મોકલનાર)ના નામ સામે આવતા તમામને વોન્ટેડ જાહેર કર્યા હતા. સાથે જ ઝડપાયેલા આરોપીઓ પાસેથી કુલ 1315 દારૂની બોટલો, વ્હીકલ સહિત કુલ 2,41,960નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ અર્થે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો હતો. જોકે, શાહીબાગ વિસ્તારમાં આટલી મોટી માત્રામાં દારૂનો જથ્થો મળી આવતા હવે સ્થાનિક પીઆઇ કે.ડી.જાડેજા સહિત મનોહર સિંહ, ભદ્રેશ અને અન્ય જવાબદાર કર્મીઓની કામગીરી શંકાના દાયરામાં આવી ગઈ છે.

DGPને કાર્યવાહી કરવી પડશે
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે શાહીબાગ પોલીસ ઇન્સ્પેક્ટર કેડી જાડેજા પોલિટિકલ બેગ્રાઉન્ડ હોવાના કારણે તેને પોલીસ કમિશનર દ્વારા છાવરવામાં આવે છે. જ્યારે આ વિસ્તારમાં દારૂનું ગોડાઉન મળી આવ્યું છે. હવે પોલીસ કમિશનર સામે રાણીપ, બાપુનગર અને શાહીબાગ પીઆઇ સામે કાર્યવાહી કરવામાં સંકોચ હશે તો DGPને કાર્યવાહી કરવી પડશે. તેવી વિગતો આઇપીએસ આધિકારીના વર્તુળ પાસેથી જાણવા મળી રહી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed