ઉપયોગમાં લેવાતું તેલ હાનિકારક:શ્રાવણમાં લોકોએ ફરાળી વાનગીઓ ખાઈ લીધી મ્યુનિસિપાલિટીએ આજે જાહેર કર્યું, તે ખાવાલાયક ન હતી 

Views: 196
0 0
Spread the love

Read Time:4 Minute, 23 Second

શ્રાવણ મહિના દરમિયાન મ્યુનિ.એ વિવિધ વિસ્તારમાંથી ફરાળી વાનગીઓ સહિત કેટલાક ખાદ્ય પદાર્થના નમૂના લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યા હતા. શ્રાવણ મહિનો પૂરો થઈ ગયા પછી 24 ખાદ્ય પદાર્થના નમૂના અપ્રમાણિત હોવાનું રિપોર્ટમાં ખૂલ્યું છે. જેમાંથી 14 તો ફરાળી વસ્તુના છે. જેમાં રાજગરાનો લોટ, સાબુદાણા, ફરાળી ચેવડાનો સમાવેશ થાય છે.

41 ખાદ્ય પદાર્થના નમૂના તપાસ માટે મોકલ્યા છે
બીજી તરફ ગણપતિ ઉત્સવમાં વેચાણ માટે મુકાયેલા મોદક, ચુરમાના લાડુ સહિત 41 ખાદ્ય પદાર્થના નમૂના તપાસ માટે મોકલ્યા છે. જો કે, હવે ગણપતિ ઉત્સવ પૂરો થઈ ગયો છે પણ તેનો રિપોર્ટ આપવાનો હજુ બાકી છે. ઓગસ્ટમાં 213 ખાદ્ય નમૂના લેવામાં આવ્યા હતા. જેમાંથી 24 નમૂના અપ્રમાણિત હોવાનું બહાર આવ્યું છે. વસ્ત્રાપુરના સૌરાષ્ટ્ર ગાંઠીયા અને બોડકદેવના દાસ સુરતી ખમણના સંચાલકો દ્વારા ઉપયોગમાં લેવાતું તેલ આરોગ્ય માટે હાનિકારક હોવાનું રિપોર્ટમાં જણાયું છે.

95 એકમોની તપાસ કરી 52 કિલો અખાદ્ય પદાર્થનો નાશ કર્યો
મ્યુનિ. હેલ્થ વિભાગના ડેઝિગ્નેટેડ ઓફિસર ડો. ભાવિન જોષીના માર્ગદર્શન હેઠળ 27 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધીમાં મોદક, ચુરમાના લાડુ, ફરસાણ, નમકિન, મીઠાઇ, બેકરી પ્રોડક્ટ, બેસન, દૂધની બનાવટો સહિત અન્ય ખાદ્યપદાર્થ મળી 41 શંકાસ્પદ નમૂના લેવામાં આવ્યા છે. 95 એકમોની તપાસ કરી 52 કિલો અખાદ્ય પદાર્થનો નાશ કર્યો હતો, જ્યારે 20 લિટર પ્રવાહી ઢોળી દેવામાં આવ્યું હતું.

ફરાળી ચેવડો, રાજગરાનો લોટ, સાબુદાણાના સેમ્પલ તપાસમાં ફેઈલ

દુકાનનું નામખાદ્ય પદાર્થ
બજરંગ ચવાણા, સ્વીટ માર્ટ, વેજલપુરગાંઠિયા
શ્રી કરધર ચવાણા માર્ટ, વટવાફરાળી ચેવડો
તુલસી ગૃહ ઉદ્યોગ, શાહીબાગરાજગરાનો લોટ
આરતી ગૃહ ઉદ્યોગ, કઠવાડાફરાળી લોટ
જૈન સુપર બજાર, આંબાવાડીતલ
સદગુરૂ ટ્રેડીંગ કંપની, કલાપીનગરસિંગતેલ
મુનલાઇટ ટ્રેડર્સ, કાલુપુરસોયાબીન તેલ
ખેતપાલ ચવાણા માર્ટ, અસારવાપામોલીન
સૌરાષ્ટ્ર ગાંઠિયા એન્ડ સ્વીટસ, વસ્ત્રાપુરકૂકિંગ તેલ
દાસ સુરતી ખમણ, બોડકદેવકૂકિંગ તેલ
માતેશ્વરી ચવાણા ભંડાર, વેજલપુરફરાળી ચેવડો
દુકાનનું નામખાદ્ય પદાર્થ
રણછોડરાય ફ્લોર ફેક્ટરી, જોધપુરભુંગળા
ભૈરવ ચવાણા માર્ટ, ગુપ્તાનગરફરાળી ચેવડો
આનંદ સ્વીટ, કાલુપુરકેસર પેંડા
બંસીલાલ નગીનદાસ & સન્સ, આસ્ટોડિયાકેસર પેંડા
શ્રી ભેરૂનાથ ચવાણા માર્ટ, અમરાઇવાડીફરાળી ચેવડો
કોમલ સ્ટોર્સ, ઇસનપુરરાજગરાનો લોટ
જય ભેરૂનાથ ચવાણા માર્ટ, ઓઢવકેળા વેફર્સ
શ્રી રામદેવ ગૃહ ઉદ્યોગ, જગતપુરમોરૈયો
મહાવીર અનાજ ભંડાર, બાપુનગરસાબુદાણા
શુભ ટ્રેડર્સ, ભાઇપુરારાજગરાનો લોટ
ખોડિયાર સુપર માર્કેટ, નરોડારાજગરાનો લોટ

બોડકદેવમાં દાસ સુરતી ખમણનું તેલ પણ તપાસમાં અપ્રમાણિત
​​​​​​​
મ્યુનિ.એ જુદા જુદા વિસ્તારમાંથી વિવિધ ફરાળી વાનગી સહિત ખાદ્ય પદાર્થના નમૂના લીધા હતા. બોડકદેવમાં આવેલા દાસ સુરતી ખમણમાંથી કૂકિંગ તેલનું સેમ્પલ લીધું હતું. જે અપ્રમાણિત ઠર્યું છે. ફરસાણમાં એકના એક તેલનો વારંવાર ઉપયોગ કરાતો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed