
અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસથી ગુનેગારો બેફામ બન્યા છે. પોલીસ એક તરફ નાઇટ મેરેથોનના આયોજનમાં વ્યસ્ત થઇ ગઈ છે તો બીજી બાજુ ગુનેગારો બેફામ બન્યા છે. શહેરના વાડજ અને શાહીબાગ જેવા કેટલાક વિસ્તારોમાં ગુનેગારો વાહનોમાં તોડફોડ કરે છે તેમજ દુકાનો બંધ કરાવે છે. ત્યારે એક ઘટના સામે આવી રહ્યી છે કે ,અમદાવાદ શહેરના સરસપુર વિસ્તારમાં ગઈકાલે મોડી રાતે એક યુવક પર પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારી દેવામાં આવી છે. આ સમગ્ર ઘટનાની ગંભીરતાને જોઈને હાલ પોલીસે હત્યાના પ્રયાસ સંદર્ભે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જ્યારે આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલ યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
સુત્રોથી મળેલી માહિતી પ્રમાણે રવિવારે રાતે સરસપુર વિસ્તારમાં આવેલી ગાભાવાડી ચાલી પાસે દિલીપસિંહ નામનો યુવક હાજર હતો, ત્યારે સહદેવસિંહ તોમર નામનો એક વ્યક્તિ તેની જોડે આવ્યો અને તેને પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારી દીધી . આ ગોળી દિલીપસિંહને ગળાના ભાગે વાગતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. હાલ પીડિતને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેનું ઓપરેશન ચાલી રહ્યું છે. બીજી તરફ ફાયરિંગ કરી આરોપી ભાગી ગયો હતો. આ સમગ્ર ઘટનામાં ચોંકવનારું એ છે કે છેલ્લા એક સપ્તાહથી શહેર કોટડા પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટરથી ચાલી રહ્યું છે, ત્યારે આ વિસ્તારમાં ગુનેગારો માથું ઊંચકે તે સ્વાભાવિક છે.

આ સમગ્ર મામલે તપાસ કરી પોલીસે આરોપી સહદેવસિંહને પકડવા માટેના પ્રયાસો શરૂ કરી દીધા હતા.ત્યારે પોલીસ તેને પકડવામાં સફળ રહ્યી છે. સૂત્રોથી મળેલ માહિતી અનુસાર આ ફાયરિંગ અંગત અદાવતમાં થયું હતું

Average Rating
More Stories
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 124/એ.એફ.પરર.79 ખાતે નવા તૈયાર કરવામાં આવેલ પ્લે ગ્રાઉન્ડ નું લોકાર્પણ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 65/એફ.પી.145 ખાતે નવા તૈયાર કરવામાં “સિનિયર સિટીઝન પાર્ક” નું લોકાર્પણ આજરોજ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજરોજ પશ્ચિમ ઝોનના રાણીપ વોર્ડમાં આવેલ વિવિધ ચોક, સર્કલ, સિનિયર સિટીજન પાર્ક અને કોમ્યુનિટી હોલના નામાભિધાનનો કાર્યક્રમ રાખવામાં આવેલ.