Ahmadabad : સાબરમતી નદીમાં ધસમસતા પ્રવાહને કારણે બુલેટ ટ્રેનના બ્રિજનો નદી પરનો રોડ ધોવાયો , નદીના પ્રવાહ સાથે બેરિકેડ્સ પણ પાણીમાં વહી ગયાં

Views: 215
0 0
Spread the love

Read Time:1 Minute, 52 Second
Ahmadabad:રાજ્યમાં ભારે વરસાદને કારણે ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં 76 હજાર ક્યૂસેકથી વધુ પાણી છોડવામાં આવ્યું હતું.જણા કારણે સાબરમતી નદીમાં મોટા પ્રમાણમાં પાણી આવ્યું હતું.સાબરમતી નદીમાં છોડવામાં આવેલ ધસમસતા પાણીને કારણે કેશવનગર પાસે રેલવે બ્રિજને પાસે બની રહેલા અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન બ્રિજની કામગીરી પર અસર જોવા મળી હતી.

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન બ્રિજ બનાવવા માટે સાબરમતી નદીમાં માટી પાથરી દેવામાં આવેલ હતી. માટી પુરાણ કરી પિલર ઊભાં કરવા જમીનના ટેસ્ટિંગની કામગીરી લગભગ અડધેથી વધુ જગ્યા પર પૂરી થઈ ગઈ હતી, પરંતુ સાબરમતી નદીમાં ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતાં બુલેટ ટ્રેન માટે બનાવવામાં આવેલ ભાગ તૂટી પડ્યો હતો. બુલેટ ટ્રેનની કામગીરી માટેનાં બેરિકેડ્સ પણ નદીના પ્રવાહ સાથે વહી ગયાં હતાં.

રાજ્યમાં ભારે વરસાદ અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ધરોઈ ડેમની જળસપાટીની આવકમાં વધારો થયો, જેને પગલે ધરોઈ ડેમમાંથી 76 હજાર ક્યૂસેકથી વધુ પાણી છોડવામાં આવતાં સાબરમતી નદીમાં પાણીની આવકમાં વધારો થયો અને નદી બંને કાંઠે વહી હતી. સાબરમતી રિવરફ્રન્ટના વોક-વે પર પાણી-પાણી થઈ ગયુ હતા. સાબરમતી નદીમાં પાણીની આવક વધતાં લોકો નવા આવેલા પાણીને જોવા માટે રિવરફ્રન્ટ પર ઊમટી પડ્યા હતા. આજે સાબરમતી નદીનો હાલ જે નજારો છે એ પાંચ વર્ષ પહેલાં જોવા મળ્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed