Ahmedabad: રાયખડ ચાર રસ્તા પાસે trb જવાનનું ત્રાસ યથાવત. 

Views: 237
0 0
Spread the love

Read Time:2 Minute, 46 Second
Ahmedabad: TRB જવાનોના કારણે કેટલીય જનતાને મુશ્કેલી સર્જાય છે ત્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે ‘જનતાને હેરાન કરતા TRB જવાનોની હવે ખેર નથી.’ આવા જવાનો સામે હવે કડક કાર્યવાહી કરવામાં આવશે. કારણકે સોશિયલ મીડિયામાં એવા કેટલાય વિડીયો વાઈરલ થઇ રહ્યા છે જેમાં ટ્રાફિક પોલીસ વાહન ચાલકો પાસે દાદાગીરી કરીને પૈસા પડાવી રહ્યા છે.આમ હવે આ બાબતને ખુબ ગંભીરતાથી લેવામાં આવી રહ્યી છે અને આવા જવાનોની પ્રવૃત્તિની અટકાયત કરવામાં આવશે.

પરંતુ અમદાવાદમાં i.p. મિશન સ્કૂલ ચાર રસ્તા પાસે trb જવાન રસ્તાની વચ્ચે વચ ટાર્ગેટ કરતા હોય તેમ ગાડીઓ રોકી રહ્યા છે. ટ્રાફિકને લગતા અમુક નિયમોની જાણ દરેક નાગરિકને ચોક્કસપણે હોવી જ જોઈએ.આપણને ઘણી વખત સિગ્નલ પર પોલીસે રોક્યા હશે અને તમારી પાસે પૈસા પણ માંગ્યા હશે. તે સમયે આપણે ચેક પણ નથી કરતા કે જે-તે પોલીસ કર્મીએ આપણને રોક્યા છે તે ક્યા વર્ગના છે અને શું સરકારે તેમને દંડ વસૂલ કરવાનો અધિકાર આપ્યો છે કે નહિ.

ટ્રાફિક પોલીસના(Traffic police) જવાનોનું મુખ્યત્વે કામ એ છે કે તેમણે ટ્રાફિકને લગતી તમામ સમસ્યાઓનું નિયમન કરવાનું હોય છે. કોઈ પણ TRB જવાન કોઈ પણ વ્યક્તિ પાસે દંડ વસૂલવાના નામે પૈસા ઉઘરાવી શકે નહિ. આ સત્તા ફક્ત પોલીસને અને TRBના ઉપલા અધિકારીઓને જ આપવામાં આવી છે. હવે આવામાં જો કોઈ TRB જવાન તમને પકડે અને તમારા પાસે પૈસાની માંગણી કરે તો તમે સબૂત તરીકે તેનો વિડીયો ઉતારી શકો છો અને તેમના ઉપલા અધિકારીઓને મોકલી શકો છો. ગૃહમંત્રી હર્ષ સંઘવીના જણાવ્યા અનુસાર ટ્રાફિક જવાનોની કામગીરીની તમામ જવાબદારી તેમના ઉપલા અધિકારીની હોય છે. જો તેઓ કોઈ ગેરકાયદેસર કામ કરશે તો તેના માટે જવાબદાર તેમના ઉપલા અધિકારીઓ જ રહેશે.

TRB જવાનનું કાર્ય માત્ર ટ્રાફિક સંચાલનનું જ છે.
તેમની ગેર વર્તૂણકની ફરિયાદ ટ્રાફિક શાખામાં કરી શકાય છે.
તેઓ વાહનચાલક પાસેથી કોઈ દસ્તાવેજ માંગી શકે નહીં.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
100 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed