Ahmedabad: બુટલેગર વિજય સિંધી વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ મામલે હાઇકોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને નોટિસ ફટકારી

Views: 567
1 0
Spread the love

Read Time:4 Minute, 7 Second

Ahmedabad:વિજય સિંધીના વકીલ રાહુલ શર્માએ જણાવ્યું છે કે DG ઓફિસથી રેડ કોર્નર નોટિસની માહિતી રિલીઝ થઈ હતી તેમાં તેની સામે 38 ગુન્હા નોંધાયેલા જણાવ્યું હતું. તો પછી 146 ગુન્હા કેવી રીતે થયા ? વિજય સિંધી પર બધા પ્રોહેબિશનના કેસ છે અને રેડ કોર્નર નોટિસ ગંભીર ગુન્હાઓમાં જાહેર થાય છે.

વડોદરાનો કુખ્યાત બુટલેગર વિજય સિંધી દુબઈમાં છે. તેમજ તેની સામે ઇન્ટરપોલ દ્વારા રેડ કોર્નર નોટિસ જાહેર કરાતા દુબઈ પોલીસે તેની અટક કરી હતી. દુબઈની કોર્ટમાં કાર્યવાહી થતા તેને 02 લાખ દીનાર એટલે કે આશરે 44 લાખ રૂપિયાના જામીન ભરવા પડ્યા હતા. તેવા સમયે વિજય સિંધીની પત્નીએ હાઈકોર્ટમાં રેડ કોર્નર અને પ્રત્યાપર્ણની નોટિસ પરત ખેચવા માંગ કરી હતી જેની આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં હાઇકોર્ટે આ મુદ્દે આજે કેન્દ્ર અને રાજ્ય સરકારને નોટિસ ફટકારી છે. જેની આગામી સુનાવણી 12 જુનના રોજ યોજાશે.

વિજય સિંધીનો પરિવાર હાઇકોર્ટ પહોંચ્યો હતો

આ કેસની વિગત મુજબ રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર મારફત ઈન્ટરપોલ દ્વારા વિજય સિંધી સામે રેડ કોર્નર નોટિસ સપ્ટેમ્બર 2022માં જાહેર કરાવી હતી. વિજય સિંધી સામે રેડ કોર્નર નોટિસ જાહેર કરવાના મામલે વિજય સિંધીનો પરિવાર હાઇકોર્ટ પહોંચ્યો હતો. વિજય સિંધીના વકીલ રાહુલ શર્માએ જણાવ્યું હતું કે વિજય સિંધી સામે રેડ કોર્નર નોટિસ જાહેર થતા દુબઈમાં 19 સપ્ટેમ્બર, 2022 માં તેની અટક થઈ હતી. તેને 05 અઠવાડિયા જેલમાં રહેવું પડયું હતું. 25 ઓક્ટોબર 2022 માં તેને 02 લાખ દીનાર એટલે આશરે 44 લાખ રૂપિયાના જામીન મુકવા પડ્યા હતા. તેનો પાસપોર્ટ પણ જપ્ત કરી લેવાયો હતો.

સરકારી વકીલે કોર્ટમાં જણાવ્યું હતું કે વિજય સિંધી સામે 146 ગુન્હા નોંધાયેલા છે. જેમાં 72 ગુન્હાઓમાં પોલીસ વોન્ટેડ છે. જ્યારે 74 કોર્ટ ટ્રાયલ પેન્ડિંગ છે. વિજય સિંધીની પિટિશન દુબઈમાં થવી જોઈએ.

વ્યક્તિને સ્વતંત્ર રીતે ફરવાના અધિકારનું ઉલ્લંઘન થાય છે

વિજય સિંધીના વકીલ રાહુલ શર્માએ જણાવ્યું છે કે DG ઓફિસથી રેડ કોર્નર નોટિસની માહિતી રિલીઝ થઈ હતી તેમાં તેની સામે 38 ગુન્હા નોંધાયેલા જણાવ્યું હતું. તો પછી 146 ગુન્હા કેવી રીતે થયા ? વિજય સિંધી પર બધા પ્રોહેબિશનના કેસ છે અને રેડ કોર્નર નોટિસ ગંભીર ગુન્હાઓમાં જાહેર થાય છે. સામાજિક ગુન્હાઓમાં નહીં. આ મૂળભૂત અધિકારોના ઉલ્લંઘનની વાત છે. જેમાં વ્યક્તિને સ્વતંત્ર રીતે ફરવાના અધિકારનું ઉલ્લંઘન થાય છે.

રાહુલ શર્માએ જણાવ્યું હતું કે દુબઈની કોર્ટે પણ વિજય સિંધી વિરુદ્ધના આરોપો ખોટા હોવાનું માન્ય રાખ્યું છે. તેનું અરેસ્ટ વોરંટ રદ્દ કર્યું છે. તેનો પાસપોર્ટ અને ડિપોઝીટ પરત કરાઈ છે. હાઇકોર્ટે આ મુદ્દે કેન્દ્ર અને રાજ્ય સરકારને નોટિસ જાહેર કરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed