Ahmedabad: AMC એસ્ટેટ અધિકારીઓને આડે હાથ લેવાયા:TP ચેરમેને સંભળાવી દીધું- એસ્ટેટ વિભાગ કામગીરી કરે છે તેવું લાગે તેવા કામો કરો, લાલદરવાજાના દબાણ હટાવો

Views: 177
0 0
Spread the love

Read Time:3 Minute, 46 Second

Ahmedabad:અમદાવાદ શહેરમાં રોડ ઉપર અનેક જગ્યાએ ગેરકાયદેસર દબાણો થયા હોવાની ધારાસભ્યોએ મ્યુનિસિપલ કમિશનર સમક્ષ રજૂઆત કરી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના એસ્ટેટ વિભાગ દ્વારા યોગ્ય કામગીરી ન થતી હોવાની ભાજપના સત્તાધીશો અને કોર્પોરેટરોએ પણ ફરિયાદ કરી હતી. છતાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી.

ટાઉન એન્ડ પ્લાનિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ એસ્ટેટ વિભાગના અધિકારીઓને આડેહાથ લીધા હતા. તેઓએ અધિકારીઓને સ્પષ્ટ સંભળાવી દીધું હતું કે, શહેરમાં આવેલા તમામ ઝોનમાં વોર્ડમાં અને વિધાનસભા વિસ્તારમાં નાગરિકોને મ્યુનિસિપલ કોર્પોરેશનનું એસ્ટેટ વિભાગ કામગીરી કરે છે તેવું લાગે તેવા કામો કરો. ક્યાંય યોગ્ય રીતે કામગીરી થતી નથી. શહેરના દક્ષિણ ઝોનના અધિકારી શંકર અસારી અને મધ્ય ઝોનના અધિકારી રમેશ તડવીને તેઓએ આડેહાથ લીધા હતા અને તમારી કામગીરી સારી રીતે કરવા માટેની સૂચના આપી હતી.

ભદ્રકાળી મંદિર પાસે પાથરણાં બજારના દબાણોથી ટ્રાફિકજામ
મંગળવારે ટાઉન પ્લાનિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં શહેરમાં આવેલા દબાણ અને દૂર કરવા મામલે ચર્ચા થઈ હતી. મધ્ય ઝોનમાં લાલદરવાજા ભદ્રકાળી મંદિર પાસે પાથરણાં બજારના કેટલાક ગેરકાયદે પાથરણાંવાળાના કારણે ટ્રાફિકજામ થાય છે, જેથી મંદિરથી લઈ ત્રણ દરવાજા થઈ ગાંધીરોડ સુધીના દબાણો દૂર કરવા સૂચના આપી હતી. જ્યારે દક્ષિણ ઝોનમાં આવતા વટવા, ઇસનપુર, મણિનગર અને લાંભા વિસ્તારના કામો યોગ્ય રીતે થતાં ન હોવાથી એસ્ટેટ અધિકારી શંકર અસારીને તેઓએ આડેહાથ લીધા હતા અને તમારી કામગીરી યોગ્ય રીતે કરો તેમ જણાવ્યું હતું. છેલ્લા કેટલાય સમયથી ગેરકાયદેસર બાંધકામો અને દબાણો તેમના ધ્યાનમાં હોવા છતાં પણ દૂર કરવામાં આવતા નથી જેથી તાત્કાલિક આ બધા કામગીરી પણ ઝડપથી પૂર્ણ કરવા તેઓએ જણાવ્યું હતું.

એસ્ટેટ વિભાગને દર મહિને કમિટીમાં પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કરવા સૂચના
એસ્ટેટ વિભાગ દ્વારા યોગ્ય કામગીરી ન થતી હોવાને લઈ અને તેઓએ નારાજગી વ્યક્ત કરી હતી. તમામ એસ્ટેટ અધિકારીઓને તેમના ઝોનમાં વિધાનસભા, વોર્ડ અને ઝોન વિસ્તારમાં નાગરિકોને ગેરકાયદેસર થતાં દબાણો અને નાગરિકોને અડચણરૂપ દબાણો હોય તે દૂર કરવા, મોટા કામો જેમાં કામગીરી યોગ્ય લાગે એવા કામો કરો. વર્ષોથી જે કામો નથી થયા તે હાથ ઉપર લઈ અને વર્ષો જૂના પ્રશ્ન પણ એસ્ટેટ વિભાગે દૂર કર્યા હોય તેવી કામગીરી કરવા માટેની સૂચના આપી છે. વધુમાં તેમણે શહેરમાં આવેલા ડ્રાફ્ટ ટીપીના 18 અને 24 મીટરના રોડ છે, તે ખોલવા માટેની સૂચના આપી હતી અને તેનો દર મહિને કમિટીમાં પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કરવા પણ સૂચના આપી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed