AHMEDABAD: અમદાવાદમાં કાંકરિયા લેકફ્રન્ટને દિવાળી ફળી: 2.85 લાખથી વધુ મુલાકાતીઓ આવ્યા, 22થી 28 ઓક્ટોબર સુધી 26 લાખથી વધુ આવક

Views: 174
0 0
Spread the love

Read Time:4 Minute, 13 Second

AHMEDABAD:કાંકરિયા લેકફ્રન્ટ મુલાકાતીઓ માટે ફેવરિટ બની રહ્યું છે. તહેવારોના દિવસોમાં અહીં લોકોની સંખ્યામાં વધારો દેખાવમાં આવે છે.બે વર્ષ કોરોનાના બાદ આ વર્ષ દિવાળીનો પર્વ લોકોએ હર્ષોલ્લાસથી ઉજવ્યો છે. ત્યારે અમદાવાદના શહેરના કાંકરિયા લેકફ્રન્ટમાં પણ આ વખતે સહેલાણીઓએ મન ભરીને મોજ અને મજા માણી છે. જેના કારણે લેકફ્રન્ટને આ વર્ષની દિવાળી ફળી છે. 22થી 28 ઓકટોબર સુધીના દિવાળી પર્વના સમય દરમિયાન કાંકરીયા લેકફ્રન્ટ ખાતે 2.85 લાખથી પણ વધુ મુલાકાતીઓએ એન્ટ્રી લેતા કાંકરીયા લેકફ્રન્ટ વહીવટી તંત્રને રુપિયા 26 લાખથી પણ વધુની આવક થઈ હતી.

મુલાકાતીઓની સંખ્યા વધતાં તંત્રને આવકમાં વધારો થયો 

રજાના દિવસે પણ લેકફ્રન્ટ ચાલુ રખાયું હતું
વર્ષ-2021ના દિવાળી પર્વ દરમિયાન કાંકરીયા માં આવેલા ઝૂ કોમ્પલેક્ષ ખાતે કુલ 1.64 લાખથી પણ વધુ મુલાકાતીઓએ મુલાકાત લેતા 56.34 લાખથી વધુની આવક થઈ હતી. દિવાળી પર્વને ધ્યાનમા રાખી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના કાંકરીયા લેકફ્રન્ટ અને પરીસરમા આવેલા ઝૂ,નોકટરનલ ઝૂ સહિતના અન્ય મનોરંજન માટેના સ્થળને 24 ઓકટોબર અને 31 ઓકટોબર એમ સોમવારના રજાના દિવસે પણ ચાલુ રાખવાની જાહેરાત કરવામા આવી હતી.

22 ઓકટોબરે સૌથી ઓછા લોકો ફરવા આવ્યા
આ દરમિયાન 22 ઓકટોબરથી 28 ઓકટોબર સુધીના દિવાળી પર્વના સમયમાં કાંકરીયા લેકફ્રન્ટ ખાતે કુલ મળીને 22 ઓકટોબરે સૌથી ઓછા 6737 લોકોએ અને 26 ઓકટોબરે સૌથી વધુ 72063 લોકોએ કાંકરીયા લેકફ્રન્ટ ખાતે એન્ટ્રી લીધી હતી. સાત દિવસના સમયમાં કાંકરીયા લેકફ્રન્ટ ખાતે કુલ મળીને 2,85,338 લોકોએ એન્ટ્રી લેતા કુલ રુપિયા 26,20,209ની આવક થવા પામી હતી.

તાજેતરમાં જ શરૂ કરાયેલી અટલ ટ્રેનમાં બેસવા માટે પણ લોકો આતુર હતાં

ગયા વર્ષે 1.64 લાખથી વધુ મુલાકાતીઓ આવ્યા હતાં
ગયા વર્ષે 3 નવેમ્બરથી 9 નવેમ્બરના દિવાળી પર્વના સમય માં ઝૂ કોમ્પલેક્ષ ખાતે કુલ 1,64,192 મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી. એ સમયે કુલ રુપિયા 56,34,451ની આવક થવા પામી હતી. ગત વર્ષે દિવાળી પર્વ સમયે માત્ર ઝૂ કોમ્પલેક્ષ પરીસરમા કુલ 1.64 લાખથી વધુ મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી.જયારે વર્ષ-2022માં અટલ એકસપ્રેસ ટ્રેનના મુલાકાતીઓનો પણ કાંકરીયા લેકફ્રન્ટ પરીસરમા એન્ટ્રી લેનારા મુલાકાતીઓમા સમાવેશ થાય છે. 22થી 28 ઓકટોબર સુધીના સમયમાં કુલ 32,134 લોકોએ ટ્રેનમા મુસાફરી કરતા આ પેટે કાંકરીયા લેકફ્રન્ટ પરીસરને કુલ રુપિયા 80,0358ની આવક થવા પામી હતી.

1342 જેટલા મુલાકાતીઓએ કિડ્સસિટીની મુલાકાત લીધી
આ સમયમા કિડસસિટી ખાતે કુલ 1108 લોકોએ મુલાકાત લેતા રુપિયા 81,190 આવક થવા પામી હતી.22 ઓકટોબરે સૌથી ઓછા 1740 અને 27 ઓકટોબરે સૌથી વધુ 7143 મુલાકાતીઓએ ટ્રેનમા મુસાફરી કરી હતી. વર્ષ-2021માં 2થી 9 નવેમ્બર દરમિયાન દિવાળી પર્વ સમયે કાંકરીયા લેકફ્રન્ટ ખાતે કુલ 274575 લોકોએ એન્ટ્રી લીધી હતી.આ પેટે રુપિયા 25,32,596આવક થઇ હતી. કીડસસિટી ખાતે આ સમયે 1342 મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી
.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed