Ahmedabad:હાટકેશ્વર ઓવર બ્રિજનું બેસણું યોજી પ્રજાનો વિરોધ, મંજૂરી વિના બેસણું યોજનાર લોકો સામે પોલીસની કાર્યવાહી

Views: 235
0 0
Spread the love

Read Time:3 Minute, 37 Second

Ahmedabad: હાટકેશ્વર બ્રિજ વારંવાર બંધ કરાવવાના કારણે ટ્રાફિક જામની સમસ્યા રહે છે, જેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેથી ત્રસ્ત સ્થાનિકોએ આ બ્રિજનો બેસણા કાર્યક્રમ રાખીને વિરોધ દર્શાવ્યો હતો.

સામાન્ય રીતે શહેરમાં બનતા ઓવરબ્રિજ કે અંડરબ્રિજનો હેતુ ટ્રાફિકની સમસ્યા દૂર કરી પ્રજાજનોને રાહત આપવાનો હોય છે. પરંતુ અમદાવાદમાં એક બ્રિજ એવો છે કે જે આશીર્વાદને બદલે આફતરૂપ સાબિત થયો છે. આ બ્રિજ છે હાટકેશ્વર જંક્શનનો છત્રપતિ શિવાજી મહારાજ બ્રિજ. આ ઓવરબ્રિજ બન્યાને 5 વર્ષ થઇ ગયા છે. પરંતુ 5 વર્ષમાં આ બ્રિજ 5 વખત બંધ કરવામાં આવ્યો છે. જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. ત્યારે રહીશોએ પોતાનો વિરોધ નોંધાવવા બ્રિજનું બેસણુ યોજ્યું હતુ.

મંજુરી વિના કાર્યક્રમ કરતા પોલીસની કાર્યવાહી

વારંવાર હાટકેશ્વર બ્રિજ બંધ કરાવવાના કારણે ટ્રાફિક જામની સમસ્યા રહે છે, જેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેથી ત્રસ્ત સ્થાનિકોએ આ બ્રિજનો બેસણા કાર્યક્રમ રાખીને વિરોધ દર્શાવ્યો હતો. જોકે પરવાનગી ન લીધી હોવાથી પોલીસે આ કાર્યક્રમ રાખનારા લોકો સામે કાર્યવાહી કરી હતી અને બેસણામાં બેઠેલો લોકોને ત્યાંથી હટાવ્યા હતા. પોલીસની આ કાર્યવાહી સામે રહીશોમાં નારાજગી પ્રવર્તી છે. લોકોની માગ છે કે પોલીસે જવાબદારો સામે કાર્યવાહી કરવી જોઇએ, પ્રજા સામે નહીં.

વેપારીઓએ દુકાનો બંધ રાખી વિરોધ દર્શાવ્યો

તો પોલીસની કાર્યવાહી સામે પ્રજામાં રોષ ફેલાયો છે અને આ રોષનો વિરોધ કરવા સ્થાનિક વેપારીઓ અને દુકાનદારોએ પોતાના વેપાર-ધંધા બંધ રાખ્યા હતા. એક તરફ પ્રજામાં વિરોધનો સૂર બુલંદ બન્યો છે, તો બીજી તરફ કાર્યવાહીના નામે પોલીસ દ્વારા દમન ગુજરાવાનો લોકો આરોપ કરી રહ્યા છે. ત્યારે અહીં સવાલ એ સર્જાય કે શું ભ્રષ્ટાચારના ઓવરબ્રિજ મામલે મનપાના શાસકો કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરશે ?

બ્રિજમાં વારંવાર પડે છે ગાબડા

આપને જણાવી દઇએ કે પ્રજાના ટેક્સના રૂપિયા 40 કરોડના ખર્ચે આ બ્રિજ બનાવાયો છે. પરંતુ આ બ્રિજ આફતનો બ્રિજ સાબિત થયો છે. વારંવાર આ બ્રિજમાં ગાબડા પડવાની ઘટના સામે આવે છે. ત્યારે લોકોની માગ છે કે કોન્ટ્રાક્ટર સામે પોલીસ ફરિયાદ કરીને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. લોકોનો આરોપ છે કે, બ્રિજના કારણે ટ્રાફિકજામનો પ્રશ્ન સર્જાયો છે અને વેપાર ધંધાને માઠી અસર પહોંચી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed