Ahmedabad: ઊમિયા ધામ મંદિર નિર્માણ અંતર્ગત પાયાનો પિલ્લર અભિયાનમાં સામેલ થયા પાટીદાર સહિત સમસ્ત સમાજના 680 મહાનુભાવો

Views: 260
1 0
Spread the love

Read Time:3 Minute, 16 Second

Ahmedabad: વિશ્વના સૌથી ઊંચા મંદિરના નિર્માણમાં હું પણ પાયાનો પિલ્લર અભિયાનમાં ન માત્ર પાટીદાર પણ સમસ્ત સમાજના 680 મહાનુભાવો પાયા પિલ્લર બન્યા હતા. તેમજ વિશ્વ ઉમિયાધામના હું પણ પાયાના પિલ્લર અભિયાનમાં વિશ્વના અનેક દેશોના લોકો જોડાયા હતા. તેમજ આ નિમિતે આયોજિત કથાના તૃતિય દિવસે 6000 ભાવિ ભક્તોએ શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞનું શ્રવણ કર્યું હતું. શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞના ચતુર્થ દિવસે ભગવાન શ્રી કૃષ્ણ અને મર્યાદાપુરૂષોતમ શ્રી રામના જન્મોત્સવની ઉજવણી થશે. તો વળી જગતના અધિપતી પ્રભુ શ્રી કૃષ્ણના વામન અવાતારથી લઈ 10 અવતારોનું વર્ણન કર્યું

વિશ્વનું સૌથી ઉચું મંદિર બનશે ઉમિયાધામ

વિશ્વના સૌથી ઊંચા જગત જનની મા ઉમિયાના નિર્માણના સહયોગ અર્થે અમદાવાદના સાયન્સ સિટીના આંગણે ચાલી રહેલા શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞનો આજે તૃતીય દિવસ પૂર્ણ થયો. શ્રી જિગ્નેશ દાદાના સ્વમુખેથી સતત તૃતીય દિવસે પણ 6 હજારથી વધુ ભાવિભક્તોએ શ્રીમદ્દ ભાગવત કથાના રસપાનનો લાભ લીધો હતો.  અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારો અને રાજ્યભરમાંથી પધારેલા મા ઉમિયાના ભક્તોએ અખંડ બ્રહ્માંડના અધિપતી ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશ આપતી ભાગવત કથાનો લાભ લીધો. કથા સાથો સાથ વિશ્વઉમિયાધામમાં જગત જનની મા ઉમિયાની દેવવાણીનો રણકાર નિરંતર સંભળાઈ રહ્યો હોય ત્યારે આજે તૃતીય દિવસે પણ વધુ 75 મહાનુભવોએ પણ વિશ્વના સૌથી ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વઉમિયાધામના પાયા પિલ્લર બનવાનો લાભ લીધો છે. અત્યાર સુધીમાં વિશ્વઉમિયાધામમાં હું પણ પાયાનો પિલ્લર અભિયાન અંતર્ગત 680 ભાગ્યશાળી મહાનુભાવોએ લાભ લીધો છે.  હવે માત્ર 760 મહાનુભાવોને જ પાયાના પિલ્લર બનવાનો લાભ બાકી છે.

આ અંગે વાત કરતા વિશ્વ ઉમિયા ધામના પ્રણેતા અને પ્રમુખ આર.પી.પટેલે જણાવ્યું કે હું પણ પાયાનો પિલ્લર અભિયાન કે જેનો લાભ વિશ્વના માત્ર 1440 મહાનુભવોને જ પ્રાપ્ત થવાનો છે. હું પણ પાયાનો પિલ્લર અભિયાનમાં ન માત્ર પાટીદાર સમાજ પરંતુ સમસ્ત સમાજના લોકો વિશ્વભરમાંથી જોડાઈ રહ્યા છે. અત્યાર સુધીમાં અમેરિકા-કેનેડા, આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા સહિત અનેક દેશોના પરિવારો પાયાનો પિલ્લર અભિયાનમાં જોડાયા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed