Ahmedabad:કોર્પોરેશનની નવતર ઝૂંબેશને કારણે 20 ટકા મિલકત ધારકોએ ભર્યો સંપૂર્ણ ટેક્સ

Views: 185
0 0
Spread the love

Read Time:4 Minute, 44 Second

Ahmedabad:તમામ ઝોનના અધિકારીઓ અઠવાડિયામાં એક દિવસ સવારથી સાંજ સુધી ફીલ્ડમાં ફરી સીલીંગ તથા રીકવરીની કાર્યવાહી કરે છે. જે અંતર્ગત ઝોનના ડે.મ્યુનિસિપલ કમિશ્નર, આસી.મ્યુનિસિપલ કમિશ્નર તથા અન્ય ખાતાના વડા અધિકારીઓ પણ સીલીંગ ઝુંબેશમાં જોડાઈને કામગીરી કરે છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જેનો વેરો ભરવાનો બાકી હોય તેની મિલકત સિલ કરવાની ઝૂંબેશ ચલાવવામાં આવી છે. ત્યારે આ ઝૂંબેશને પગલે અંતર્ગત માત્ર 14 દિવસમાં અમદાવાદમાં 21499 મિલકત સીલ કરવામાં આવી જેના લીધે 128 કરોડની આવક કોર્પોરેશનને થઈ છે. એક આંકડા પ્રમાણે 53 દિવસના ટૂંકાગાળામાં 20 ટકા મિલકતધારકોએ પૂરેપૂરો ટેક્સ ભરી દીધો હતો. જોકે હજી 80 ટકા ટેક્સ બાકી છે. 53 દિવસ દરમ્યાન કુલ 1,94,263 મિલકત ધારકોએ રૂ.236.14 કરોડ જેટલો ટેક્ષ ભરી દીધો છે.

મેગા સિલિંગ ઝૂંબેશ રંગ લાવી

મેગા સીલીંગ ઝુંબેશ દરમિયાન પાણી ગટરના 300 કનેક્શન કાપવામાં આવ્યા હતા. આ ઉપરાંત અમદાવાદના કલેકટરને રજૂઆત કરવામાં આવી છે કે 5 લાખ થી વધુ ટેક્સ બાકી હોય તેવી મિલકતો પર બોજો નાખવા આવે. શહેરમાં ટેક્સ બાકી હોય તેવી મિલકતો માંથી 76 મિલકતોને હરાજીની નોટિસ આપવામાં આવી જેના કારણે ત્રણ મિલકતોનો ટેક્સ ભરાઈ ગયો હતો.

વિવિધ પ્રોત્સાહક સ્કીમને પણ સારો પ્રતિસાદ મળ્યો

પ્રોપર્ટી ટેક્ષમાં 14-02-2022 થી 100% વ્યાજમાફી ની One Time Settlement Scheme અમલમાં મૂકવામાં આવેલ જેનો નાગરિકો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો.

વર્ષ 2022-23 ના વર્ષમાં તા.14-02-2022 થી તા.28-02-23 સુધી કુલ 21,499 મિલકતો કરવામાં આવેલ છે અને ફક્ત 14 દિવસમાં રૂ.128.22 કરોડ જેટલી આવક થઈ છે.

રીકવરી ઝુંબેશ દરમ્યાન જે કરદાતાઓના ફક્ત ચાલુ વર્ષ એટલે કે 2022-23નો ટેક્ષ બાકી છે તે કરદાતાઓની સામે સીલીંગની કાર્યવાહી ન કરવા ખાતાના અધિકારીઓને અનુરોધ કરવામાં આવ્યો હતો.

અધિકારીઓને જોડવાનો નવતર પ્રયોગ

તમામ ઝોનના અધિકારીઓ અઠવાડિયામાં એક દિવસ સવારથી સાંજ સુધી ફીલ્ડમાં ફરી સીલીંગ તથા રીકવરીની કાર્યવાહી કરે છે. જે અંતર્ગત ઝોનના ડે.મ્યુનિસિપલ કમિશ્નર, આસી.મ્યુનિસિપલ કમિશ્નર તથા અન્ય ખાતાના વડા અધિકારીઓ પણ સીલીંગ ઝુંબેશમાં જોડાઈને કામગીરી કરે છે.

આ ઉપરાંત મોટા બાકીદારોના પાણી ગટર કનેક્શન કાપવામાં આવે છે.

આ સિવાય પ્રથમવાર પૂર્વ ઝોનમાં ટોરેન્ટ કંપની સાથે સંકલન કરી બાકીદારોના વીજ કનેક્શન પણ કાપવામાં આવ્યા છે. જે અન્વયે હવેથી ટોરેન્ટ, UGVCL જેવી વીજ કંપનીઓ સાથે સંકલન કરી મોટા બાકીદારોના વીજ કનેક્શન કાપવાની કાર્યવાહી મોટા પાયે હાથ ધરાશે.

કલેક્ટરકચેરીનો સંપર્ક કરી મોટા બાકીદારો ની મિલક્ત સામે ક્લેક્ટર કચેરીમાં બોજો નોંધાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

તમામ ઝોનમાંથી 76 મોટા બાકીદારોની સામે હરાજી સુધીની કાર્યવાહી કરવા સમાચારપત્રમાં જાહેરાત આપવામાં આવેલ, તે પૈકી 18 મિલકતોમાં નીચે મુજબ પરિસ્થિતિ છે.

– 93 મિલક્તોના પૂરેપુરો ટેક્ષ વસૂલ આવેલ છે.

-07-કરદાતાઓએ એડવાન્સ ચેક આપેલ છે.

– 03 – પાણી ડ્રેનેજ ડિસ્કનેકશન કરવામાં આવેલ છે.

– 05- મિલકતોમાં અરજીના નિકાલ બાદ ટેક્ષ ભરપાઇ કરવામાં આવશે.

જ્યારે અન્ય 58 મિલકતધારકોને કલમ 42,43 મુજબની નોટિસ આપવાની કાર્યવાહી ચાલુ છે, જે પૂર્ણ થયા બાદ હરાજી સુધીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed