
Ahmedabad:નિકોલ ગામમાં 300 વર્ષથી પણ વધુ સમયથી હોળી અને ધુળેટીના તહેવારો ઉજવવામાં આવેછે, ખૂબ જ મોટા પ્રમાણમાં મેળાનું પણ આયોજન કરવામાં આવે છે, જેમાં આજરોજ તારીખ ૦૮-૦3- ૨૦૨૩ ને બુધવારના રોજ મુખ્ય મહેમાન તરીકે (નિવૃત ડી.વાય.એસ.પી) શ્રી તરુણભાઈ બારોટ સાહેબ તેમજ શ્રી ધીરુભાઈ કોઠીયા (નિકોલ મલ્ટી- સ્પેશિયાલિટી હોસ્પિટલ), શ્રી સુરેશભાઈ રાયપુરે (સામાજિક કાર્યકર), શ્રી નટુભાઈ નાકરાણી (શ્રીકૃષ્ણ સેવા રથ), શ્રી દિલીપભાઈ બારોટ (અંબિકા એજ્યુકેશન ટ્રસ્ટ), શ્રી દિનેશસિંહ જાદોન (બી જે પી ). શ્રી દિનેશસિંહ ભદોરીયા, શ્રી ગ્રારસિંહ પરિહાર (સામાજિક કાર્યકર્તા) આ તમામ સમાજના શ્રેષ્ઠિઓને બોલાવીને ભાવપૂર્વક સન્માન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં (નિવૃત ડી.વાય.એસ.પી.) શ્રી તરુણભાઈ બારોટ સાહેબે તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે જીવનમાં આગળ આવવું હોય, સ્વચ્છ સમાજનું નિર્માણ કરવું હોય, સારું જીવન જીવવું હોય તો દરેક વ્યક્તિએ સૌપ્રથમ વ્યસન મુક્ત થવું પડશે. બાળકોને સારામાં સારું શિક્ષણ આપવું પડશે, સમાજ આર્થિક રીતે સધ્ધર થાય તે માટે દારૂ, જુગાર,સટો,ડ્રગ્સ તેમજ અન્ય દરેક પ્રકારના વ્યસનોથી મુક્ત થવું પડશે. ગયા વર્ષે પણ આ જગ્યાએ મેં નિકોલ ગ્રામ વાસીઓને વ્યસન મુક્ત માટે સંકલ્પ લેવડાવ્યા હતા. જેમાં ઓછામાં ઓછા 50થી વધારે લોકોએ દારૂ જુગાર સટો તેમજ અન્ય પ્રકારના વ્યસનો છોડી દીધા છે જે વાતનું મને ખૂબ જ ગર્વ છે.આવી જ રીતે શ્રી ધીરુભાઈ કોઠીયા તેમજ શ્રી દિનેશસિંહ જાદોને પણ વ્યસન મુક્તિ અને શિક્ષણ ઉપર ભાર મૂકી સુવ્યવસ્થિત સમાજનું નિર્માણ કરવાનું સૂચવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવનાર નિકોલ ગામના શ્રી વિજયસિંહ પ્રવિણસિંહ દરબાર, શ્રી જીતુભાઈ બારોટ, શ્રી મનુભાઈ ઠાકોર, શ્રી કાંતિભાઈ એસ ઠાકોર,શ્રી દીલુજી વિહાજી ઠાકોર, શ્રી કાળાજી વિહાજી ઠાકોર, શ્રી રોહિતભાઈ ઠાકોર, શ્રી અનિલજી ઠાકોર, શ્રી રાજેન્દ્રસિંહ દરબાર, શ્રી વિક્રમસિંહ દરબાર, નિકોલ ગામના સર્વે પ્રજાજનોએ અમારું સન્માન કરેલ અને મેળામાં આવનાર તમામ પ્રજાજનો માટે ૧૧૧ કિલો મહાપ્રસાદ અને ૧૫૦૦ લીટર છાશ નું વિતરણ કરવામાં આવેલ

Average Rating
More Stories
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 124/એ.એફ.પરર.79 ખાતે નવા તૈયાર કરવામાં આવેલ પ્લે ગ્રાઉન્ડ નું લોકાર્પણ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 65/એફ.પી.145 ખાતે નવા તૈયાર કરવામાં “સિનિયર સિટીઝન પાર્ક” નું લોકાર્પણ આજરોજ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજરોજ પશ્ચિમ ઝોનના રાણીપ વોર્ડમાં આવેલ વિવિધ ચોક, સર્કલ, સિનિયર સિટીજન પાર્ક અને કોમ્યુનિટી હોલના નામાભિધાનનો કાર્યક્રમ રાખવામાં આવેલ.