Ahmedabad:મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ ની  જી સી સી આઈ આયોજિત ટેકસટાઇલ લિડરશીપ કોનકલેવ ૨૦૨૩ માં ઉપસ્થિતિ

Views: 201
1 0
Spread the love

Read Time:4 Minute, 33 Second

Ahmedabad:રાજ્યભરના ટેક્સટાઇલ ઉદ્યોગો અને આનુષાન્ગિક ઉદ્યોગોની E- ડિરેક્ટરીનું મુખ્યમંત્રીશ્રીએ લોન્ચિંગ કર્યું

*શ્રી ભૂપેન્દ્ર પટેલ*

  • દેશના કુલ કપાસનું ત્રીજા ભાગનું ૩૦% ઉત્પાદન ગુજરાતમાં થાય છે.
  • ટેક્નિકલ ટેકસટાઇલમાં ૨૫%થી વધુ ફાળો અને દેશના કુલ ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટમાં ગુજરાત ૧૮% યોગદાન આપે છે.
  • આત્મનિર્ભર ભારત માટે આત્મનિર્ભર- વિકસિત ગુજરાતના નિર્માણમાં વેપાર- ઉદ્યોગ- મહાજનો- સરકાર સૌ સાથે મળીને આગળ વધીએ.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભારતને ગ્લોબલ ટેક્સટાઇલ હબ બનવવાના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પમાં ગુજરાતના સમગ્ર ટેક્સટાઇલ ઉદ્યોગને યોગદાન આપવામાં અગ્રેસર રાખવાની નેમ વ્યક્ત કરી છે.

આ સંદર્ભે તેમણે કહ્યું કે, દેશના કુલ કપાસ ઉત્પાદન નું ૩૦% ઉત્પાદન ગુજરાતમાં થાય છે. એટલું જ નહીં ટેક્નિકલ ટેકસટાઇલમાં ૨૫% ટકાથી વધુનું યોગદાન ગુજરાત આપે છે. 

મુખ્યમંત્રી શ્રી ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત ટેક્સટાઇલ લીડરશીપ કોન્કલેવ માં સંબોધન કરી રહ્યા હતા.

શ્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે રાજ્યભરના ટેક્સટાઇલ ઉદ્યોગો અને આનુષાન્ગિક ઉદ્યોગોની વિગતો એક જ પ્લેટફોર્મ પર પૂરી પાડતી E- ડિરેક્ટરીનું પણ લોન્ચિંગ કર્યું હતું. 

આઠ હજાર જેટલા આવા ઉદ્યોગોની યાદી અને કોન્ટેકટ એક જ પ્લેટફોર્મ પરથી મળી રહે તેવા આ અભિગમને તેમણે બિરદાવ્યો હતો.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના દિશાદર્શનમાં ગુજરાત પોલિસી ડ્રિવન સ્ટેટની ખ્યાતિ સાથે વાઇબ્રન્ટ સમિટની સફળતાથી દેશ-વિદેશના રોકાણકારો માટે રોકાણની પ્રથમ પસંદગીવાળું રાજ્ય બન્યું છે. 

આવી પ્રોત્સાહક નીતિઓ અને બિઝનેસ ફ્રેન્ડલી એનવાયરમેન્ટને પરિણામે દેશના જીડીપીમાં ૮%થી વધુ અને ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટમાં ૧૮%થી વધુ હિસ્સો ગુજરાત આપે છે એમ પણ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં PM મિત્રા ટેકસટાઇલ પાર્કના સાનુકૂળ વાતાવરણ અને અદ્યતન સુવિધાઓ માટે રાજ્ય સરકાર ટેકસટાઇલ ઉદ્યોગોની સાથે રહેશે એમ પણ આ તકે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ  આ ટેકસટાઇલ લીડરશીપ કોન્કલેવ કાપડ ઉદ્યોગના અમૃતકાળ માટે ઉદ્દીપક બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા આત્મનિર્ભર ભારત માટે વેપાર- ઉદ્યોગ- મહાજનો- સરકાર સૌને સાથે મળીને આત્મનિર્ભર ગુજરાતના નિર્માણમાં આગળ વધવાનું પ્રેરક આહવાન કર્યું હતું.

આ અવસરે ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એસ.જે.હૈદર, GCCIના ચેરમેન શ્રી પથિક પટવારી, વાઇસ ચેરમેન શ્રી યોગેશ પરીખ,  એસોચેમ ના શ્રી ચિંતન ઠાકર,ટેકસટાઇલ ટાસ્ક ફોર્સના પ્રતિનિધિઓ, મસક્તી મહાજન માર્કેટના ચેરમેનશ્રી  તથા જમ્મુ-કાશ્મીરથી લઈ તામિલનાડુ સહિતના વિવિધ રાજ્યોના ૪૦ સહિત કુલ ૭૮ એસોસિએશનના પ્રતિનિધિઓ જોડાયા હતા.

આ કોંક્લેવ ના  સમગ્ર દિવસ દરમ્યાન ના બે સત્રોમાં ટેકસટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલા અનેક વક્તાઓએ  ટેક્ષ્ટાઈલ  ઉદ્યોગ સેકટર ના પોતાના વર્ષોના અનુભવો શેર કર્યા હતા, તેમજ ઓડિયો વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન પણ કર્યું હતું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed