Ahmedabad:અમદાવાદીઓને મળશે નવી સુવિધા, આ સ્થળે બનાવાશે ફૂટ ઓવરબ્રીજ

Views: 1980
0 0
Spread the love

Read Time:4 Minute, 13 Second

Ahmedabad:આ કામની સમય મર્યાદા 12 માસ ચોમાસા સહિતની રાખવામાં આવેલ છે. આ કામમાં સિવિલ વર્કની આઇટમોનો ખર્ચ આશરે 2.41 કરોડ તેમજ ઇલેકટ્રીક વર્કની આઇટમનો ખર્ચ આશરે 1.52 કરોડ જેટલો થાય તેમ છે.આ કામમાં ચાર કોન્ટ્રાકટર દ્વારા બીડ ભરવામાં આવેલ છે

અમદાવાદમાં દિવસે દિવસે ટ્રાફિકની સમસ્યા વધી રહી છે રસ્તા પર પૂર ઝપાટે દોડતા વાહનોને કારણે રાહદારીઓને રસ્તો ઓળંગવામાં ઘણી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આ જ બાબતને ધ્યાન પર રાખી શાહીબાગ ડફનાળાથી એરપોર્ટ જતા વી.આઇ.પી. રોડને ક્રોસ કરી કેન્ટોનમેન્ટ બોર્ડની પ્રીમાઇસીસમાં કેમ્પના હનુમાન મંદીરના ગેટ પાસે ફૂટ ઓવર બ્રીજ બનાવવાનું કામ મંજૂર કરવામાં આવ્યું છે. જેમાં કેમ્પ હનુમાન મંદિરના ગેટ પાસે ફુટઓવર બ્રીજ બનાવવાનુ આયોજન કરવામાં આવેલ છે.જેમાં 600 એમ.એમ ડાયાની પાઇલ તેમજ તેની ઉપર પાઇલ કેપ કરી સ્ટીલ સ્ટ્રક્ચરની કામગીરી કરવાની થાય છે. આ ફુટ ઓવર બ્રીજનો કલીયર સ્પાન 24.95 મી છે.તેમજ આ ફુટ ઓવર બ્રીજની પહોળાઇ ૩.૦૦ મીટર રાખવામાં આવેલ છે.તેમજ તેની ઉંચાઇ ૫.૫ મીટર રાખવામાં આવેલ છે.તેમજ ફુટ ઓવર બ્રીજના બંન્ને છેડા ઉપર સીડીની વ્યવસ્થા કરવામાં આવેલ છે.

પાઇલ કેપ કરી સ્ટીલ સ્ટ્રકચરની કામગીરી કરાશે

આ ઓવર બ્રીજમાં બંન્ને બાજુ ૨૦ પેસેન્જેસની લીફટનું પ્રોવિઝન રાખવામાં આવેલ છે.મધ્યઝોનના શાહીબાગ વોર્ડમાં રાજસ્થાન હિન્દી હાઇસ્કુલ થી સ્વામીનારાયણ સંસ્થા મંદિરના ઉતારા પાસેની જગ્યામાં રસ્તો ઓળંગવા માટે ફુટ ઓવર બ્રીજ બનાવવાનું કામ કરવામાં આવ્યું છે. આ કામ સ્વામીનારાયણ મંદિરના ગેટ પાસે ફુટઓવર બ્રીજ બનાવવાનુ આયોજન કરવામાં આવેલ છે.જેમાં 600 એમ.એમ ડાયાની પાઇલ તેમજ તેની ઉપર પાઇલ કેપ કરી સ્ટીલ સ્ટ્રકચરની કામગીરી કરવાની થાય છે.

કમ્બાઇન્ડ ફુટ ઓવરબ્રીજનો અંદાજીત ખર્ચ આશરે રૂપિયા 3.94 કરોડ

આ ફુટ ઓવર બ્રીજનો કલીયર સ્પાન 24,.00મી છે.તેમજ સદર ફુટ ઓવર બ્રીજની પહોળાઇ 3.50 મીટર રાખવામાં આવેલ છે.તેમજ તેની ઉંચાઇ 5.5 મીટર રાખવામાં આવેલ છે.તેમજ ફુટ ઓવર બ્રીજના બંન્ને છેડા ઉપર સીડીની વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ ફુટ ઓવર બ્રીજમાં બંન્ને બાજુ 20 પેસેન્જેસની લીફટનું પ્રોવિઝન રાખવામાં આવેલ છે. આ કમ્બાઇન્ડ ફુટ ઓવરબ્રીજનો અંદાજીત ખર્ચ આશરે રૂપિયા 3.94 કરોડનો થાય તેમ છે.

આ કામની સમય મર્યાદા 12 માસ ચોમાસા સહિતની રાખવામાં આવેલ છે. આ કામમાં સિવિલ વર્કની આઇટમોનો ખર્ચ આશરે 2.41 કરોડ તેમજ ઇલેકટ્રીક વર્કની આઇટમનો ખર્ચ આશરે 1.52 કરોડ જેટલો થાય તેમ છે.આ કામમાં ચાર કોન્ટ્રાકટર દ્વારા બીડ ભરવામાં આવેલ છે.જેમાં સૌથી ઓછા ભાવના એલ-1 કોન્ટ્રાકટર યમુનેશ કંનસ્ટ્રકશન એલએલપી દ્વારા અંદાજીત ભાવથી 19.31 ટકા વધુ એટલે કે રૂપિયા 4.70 કરોડનું ભાવનું ભરવામાં આવેલ છે. હાલમાં આ ટેન્ડરની રોડ એન્ડ બિલ્ડીગ કમિટીની મંજુરીમાં છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed

Media Member 004 Views: 3649
0 0
1 min read