Ahmedabad:મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ઝાલાવાડ ખાખરિયા કડવા પાટીદાર કેળવણી મંડળ, અમદાવાદ દ્વારા ત્રિરંગી સમારોહ યોજાયો

Views: 7491
0 0
Spread the love

Read Time:3 Minute, 9 Second

Ahmedabad: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ઝાલાવાડ ખાખરિયા કડવા પાટીદાર કેળવણી મંડળ, અમદાવાદ દ્વારા ત્રિરંગી સમારોહ યોજાયો હતો. જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ સાથે પટેલ પરિવારની દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણી કરાઈ હતી. 

          આ ઉપરાંત આ કાર્યક્રમમાં ઇનામ વિતરણ સમારોહ તથા દાતાશ્રેષ્ઠીઓના સન્માન અને વિશિષ્ટ પ્રતિભાઓનું અભિવાદન પણ યોજાયું હતું. પટેલ પરિવારની દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણી સંદર્ભે બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજાયો હતો.

           મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના ઉદબોધન દરમિયાન સૌ પ્રથમ જણાવ્યું કે, આપણે સૌ ભગવાનને પ્રાર્થના કરીએ કે ગુજરાત પર વાવાઝોડાની ઘાત ટળી જાય જેથી કરી લોકોને નુકશાનનો ઓછો સામનો કરવો પડે.

           મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશમાં સૌ પ્રથમ ડિજિટલ પેમેન્ટની શરૂઆત કરી હતી. ત્યારે શરૂઆતમાં અનેક પ્રશ્નો ઉદ્દભવ્યા હતા. પરંતુ આજે સમગ્ર વિશ્વમાં થતું ડીજિટલ પેમેન્ટમાં 40% ડિજિટલ પેમેન્ટ ભારત કરી રહ્યું છે તે ગૌરવની વાત છે. 

          પાટીદાર સમાજ વિશે વાત કરતાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, પાટીદાર સમાજ એટલે મહેનતુ સમાજ. અને એટલે જ આજે સમાજ ઉતરોતર પ્રગતિ કરી રહ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, આજે રાજ્યના અર્થતંત્રમાં પાટીદાર સમાજનો મહત્વપૂર્ણ રહ્યો છે.

           અંતમાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, આપણે આઝાદીના અમૃત મહોત્સવ ઉજવી અમૃતકાળમાં પ્રવેશી પ્રવેશી રહ્યા છીએ ત્યારે વિકસિત ભારતને મજબૂત બનાવવા આત્મનિર્ભર ગુજરાત બને તે દિશામાં સૌ સાથે મળી પ્રયાસ કરીએ.

             આ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના પ્રમુખ અને ધારાસભ્ય શ્રી બાબુભાઇ પટેલ, ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા, સમાજના શ્રી ચંદુભાઈ પટેલ, શ્રી બાબુભાઇ પટેલ, શ્રી જતીનભાઈ પટેલ તથા સમાજના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed