Ahmedabad: અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી દારૂ ઘૂસાડવા માટે અવનવા કીમિયા બૂટલેગરો કરી રહ્યા છે. તેમાં પણ ક્યાંક ચોરખાનું બનાવે છે તો ક્યાંક આખે આખું ભોયરું બનાવતા હોય તેવી પણ વિગતો સામે આવે છે. અમદાવાદ શહેરના ઇસનપુર, સેટેલાઈટ અને આનંદનગર પોલીસ સ્ટેશનની હદમાં વિજિલન્સે રેડ કરીને લાખો રૂપિયાનો દારૂ અને તેને સપ્લાય કરનાર લોકોને ઝડપી પાડ્યા છે. તાજેતરમાં અમદાવાદ શહેરમાં ચેકપોસ્ટ બનાવવામાં આવી છે અને ચૂંટણીને કારણે અલગ અલગ જગ્યાએ બંદોબસ્ત હોવાથી બૂટલેગરો હવે હોમ ડિલિવરી અથવા દારૂની ખેપ મારવા માટે વાહનની અંદર ચોર ખાના બનાવતા હોવાનું સામે આવી રહ્યું છે.
બાતમીના આધારે વોચ ગોઠવી હતી
અમદાવાદ શહેરના ઇસનપુર વિસ્તારમાં મોટા પ્રમાણમાં દારૂનું વેચાણ થતું હોવાને બાતમી હતી. ત્યારબાદ આ વિસ્તારમાં વોચ ગોઠવતા એક બાતમીના આધારે ટેમ્પોને રોક્યો હતો. આ ટેમ્પોની અંદર ઉપર સામાન અથવા પરંતુ પોલીસને ચોક્કસ બાદ મેં હોવાથી પોલીસે વાહન ચાલકની કડક પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, તેણે વાહનની અંદર એક ખાનું બનાવ્યું છે. જેની અંદર દારૂનો જથ્થો સંતાડેલો છે.
મોઁઘી દારૂની બોટલો હતી
વિજિલન્સની ટીમ આ ટેમ્પોને ચોરખાનું ખોલતા તેમાં સ્કોચથી લઈને મોંઘી દારૂની બોટલો મળી આવી હતી. અંદાજે ત્રણ સાડા ત્રણ લાખના મુદ્દા માલ સાથે વિજિલન્સની ટીમે આ જગ્યાએ દારૂની હેરફેર થતી હોવાની ફરિયાદને કાયદેસરની કાર્યવાહી હાથ કરી છે.
બૂટલેગર હોમ ડિલિવરી કરતો હતો
વિજિલન્સની ટીમે શહેરના સેટેલાઈટ અને આનંદનગર જેવા પોશ વિસ્તારમાંથી દારૂનો હોમ ડિલિવરી કરનાર બૂટલેગરને ઝડપી પાડ્યો છે. પ્રતિક વિનોદભાઈ બારોટ નામનો શખસ પોશ વિસ્તારમાં રહેતા દારૂના રસિકોને મોંઘી દારૂની બોટલો આપવા ઘરે જતો હતો, પ્રતિક બારોટ ઘણા સમયથી આ દારૂની હોમ ડિલિવરી કરતી હોવાની બાતમી પોલીસને મળી હતી, જે આધારે વિજિલન્સ પ્રતિક બારોટની ધરપકડ કરીને તેની પાસેથી મોંઘી દારૂની બોટલ કબજે કરી છે. આ આરોપીઓ સામે ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરે છે.
Average Rating
More Stories
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 124/એ.એફ.પરર.79 ખાતે નવા તૈયાર કરવામાં આવેલ પ્લે ગ્રાઉન્ડ નું લોકાર્પણ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 65/એફ.પી.145 ખાતે નવા તૈયાર કરવામાં “સિનિયર સિટીઝન પાર્ક” નું લોકાર્પણ આજરોજ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજરોજ પશ્ચિમ ઝોનના રાણીપ વોર્ડમાં આવેલ વિવિધ ચોક, સર્કલ, સિનિયર સિટીજન પાર્ક અને કોમ્યુનિટી હોલના નામાભિધાનનો કાર્યક્રમ રાખવામાં આવેલ.