Ahmedabad:વકીલ યુવતીએ પ્રેમનો ઇનકાર કરતા રોમિયોએ બદનામ કરવા PM સહિતના મહાનુભાવોની હત્યાનો ધમકીભર્યો મેલ કરી તંત્રને દોડતું કર્યું

Views: 174
0 0
Spread the love

Read Time:3 Minute, 22 Second

Ahmedabad:ચૂંટણીનો માહોલ ગરમાયે છે, ત્યારે વકીલાત કરતી યુવતી તરફથી પ્રેમનો ધરાર ઇનકાર કરી દેવાતા વિકૃત રોમિયોએ તેને બદનામ કરવા માટે ખોટા આઇડી બનાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશના મહાનુભાવોની હત્યા કરવાની ધમકી આપતો ઇમેલ મૂકી પોલીસ અને તંત્રને દોડતુ કરી દીધું હતું. જો કે ગુજરાત ATSએ તેને ટુંકમાં જ યુપીથી ઝડપી પાડ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ધમકી ભર્યો ઇ-મેઇલ કરી પીજી પોર્ટલ ઉપર દેશના મહાનુભાવોની હત્યા અને બોબ્બ બ્લાસ્ટ કરવાની 12 થી 15 અરજીઓ કરનાર આરોપી અમન સક્સેનાને ગુજરાત એટીએસ અને યુ.પી.પોલીસે બદાયુથી ઝડપી લીધો છે.

એટીએસ આરોપીને અમદાવાદ લાવીને પુછપરછ હાથ ધરી હતી. આરોપી અમને શુભમનું ઇ-મેલ આઇ.ડી પોતાના ઇ-મેલ પર ખોટી રીતે કરી પોતાને જાનથી મારી નાંખવાની ધમકી આપી રૂ.25 લાખની ખંડણી માંગતો ઇ-મેલ પણ કર્યો હતો. વડાપ્રધાન મોદીને ધમકી ભર્યો ઇ-મેલ કરાતા દેશ ભરની એજન્સીઓ દોડતી થઇ ગઇ હતી. પીજી પોર્ટલ ઉપર મોદીની હત્યા કરવાનો ઇ-મેલ કર્યો હતો. જેમાં ગુજરાતના જામનગરમાં કાર્યક્રમ દરમિયાન મોદીની હત્યા કરવામાં આવશે. તેમજ દિલ્હીમાં કેન્દ્રીય સચિવાલયની બિલ્ડીંગમાં બ્લાસ્ટ કરવાની યોજના તાન્યા નામની યુવતી કરી રહી છે હોવાની માહિતી હતી.

પટનાની તાન્યા ન્યુ દિલ્હીમાં વકીલાત કરે છે. અને તેની સાથે યુ.પી.નો અમન સક્સેના છે. ત્યાં એક સક્રીય ગેગ છે જે અંગેની ફેસબુક પ્રોફાઇલ સાથેનો ઇ-મેલ કર્યો હતો. આ ઇ-મેલના આધારે ગુજરાત એટીએસ ની સર્વેલન્સ ટીમે તપાસ કરતા ઇ-મેલનું આઇપી એડ્રેસ યુ.પી.ના બદાયુ શહેરનું હતું. આથી એટીએસ ની એક ટીમ યુ.પી. ગઇ હતી. અને સિવિલ લાઇન્સ પોલીસની મદદથી બદાયુના આદર્શ નગરમાં રહેતા અમન સકસેનાને ઝડપી લીધો હતો.

યુવતી, તેના મિત્રનું બોગસ ID બનાવ્યું

એટીએસની તપાસમાં પ્રકાશમાં આવ્યું છે કે, વકીલાત કરતી તાન્યા નામની યુવતિને અમન પ્રેમ કરતો હતો. પરંતુ તાન્યાએ સાફ શબ્દોમાં પ્રેમનો ઇન્કાર કરી દીધો હતો. આથી અમને તાન્યાને બદનામ કરવા માટે કાવતરું ઘડ્યું હતું. આ કાવતરામાં અમન પર કોઇ શંકા ના કરે અને તાન્યા તેની સાથે વાતચીત કરે તેવો એક પ્લાન ઘડયો હતો. જેમાં તાન્યાના મિત્ર એડવોકેટ શુભમનું બોગસ ઇ-મેલ આઇ.ડી. બનાવ્યું હતું. જેમાં અમન પોતાનું નામ અને તાન્યાનું નામ લખીને ધમકીવાળો એ-મેલ કરતો હતો. જેથી કરીને તાન્યા શુભમ સાથે વાતચીત કરવાનું બંધ કરી દે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed