Ahmedabad airport: એરક્રાફ્ટની અછતથી 18 દિવસમાં 300 ફ્લાઈટ મોડી પડી, 100 ફ્લાઈટ રદ થઈ, સરેરાશ 30 હજાર પેસેન્જર રઝળ્યા

Views: 246
1 0
Spread the love

Read Time:2 Minute, 58 Second

Ahmedabad airport:સ્પાઈસ જેટ, ગો ફર્સ્ટ પાસે એરક્રાફટની અછત હોવાથી દિવાળી બાદના 18 દિવસમાં અમદાવાદ ડોમેસ્ટિક એરપોર્ટ પરથી પ્રતિદિન અનેક ફલાઈટો મોડી પડી છે. સ્પાઈસ જેટની 5થી 7 ફલાઇટ મોડી પડી છે જે મુજબ 90થી 126 અને ગો ફર્સ્ટની 90થી 180 એમ કુલ 300 ફલાઇટમાં સવાર અંદાજે 30 હજાર પેસેન્જરો તેમના નિર્ધારિત સમય કરતા મોડા તેમના ડેસ્ટિનેશન પર પહોંચ્યા છે.

અમદાવાદ એરપોર્ટ પરથી ગો ફર્સ્ટ અને સ્પાઈસ જેટ પ્રતિદિન 12-12 ફલાઇટ ઓપરેટ કરે છે. જેમાંથી બંને એરલાઈનની રોજ સરેરાશ 3-3 ફલાઇટ રદ કરાઈ છે. જે મુજબ 18 દિવસમાં 100થી વધુ ફલાઇટ રદ કરાતા એવરેજ પ્રતિ ફ્લાઈટમાં 100 પેસેન્જર સવાર હોય તો 10 હજારે પ્રવાસ રદ કરવો પડ્યો. દિલ્હી, ચંડીગઢ, જયપુર, હૈદરાબાદ અને બેંગલુરુ રૂટને સૌથી વધુ અસર થઈ છે.

એરક્રાફ્ટની અછતના આ મુખ્ય કારણ

ગો ફર્સ્ટ
એરબસ કંપની દ્વારા સ્પેરપાર્ટસની અછત સર્જાતા એરક્રાફ્ટ ગ્રાઉન્ડેડ છે.

સ્પાઈસ જેટ
અમુક એરક્રાફ્ટ પરત કરી દીધા બાદ નવા લીઝ એરક્રાફ્ટ આવવામાં વિલંબ અને કેપ્ટનની અછત છે.

એરલાઇનનું ઓનટાઈમ પણ પર્ફોર્મન્સ ખરાબ
અમદાવાદ સહિત દેશના વિવિધ એરપોર્ટ પરથી ફ્લાઈટો સમયસર ઉપાડવાનો ઓન ટાઈમ પર્ફોર્મન્સ(OTP) રિપોર્ટ પણ ખરાબ છે.

મોડસ ઓપરેન્ડી : કેટલીક એરલાઇન કંપનીઓ જે સેક્ટર પર ફલાઇટોમાં પેસેન્જર લોડ ઓછો હોય ત્યારે ઓપરેટ કરવાના બદલે ટેક્નિકલ ખામીનું કારણ આગળ ધરે છે. જેની જાણ સામાન્ય મુસાફરોને ન હોવાથી તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

ફ્લાઈટ કેન્સલ કે મોડી હોય તો એરલાઈન જાણ પણ કરતી નથી
એરક્રાફ્ટની અછત હોય તો પણ એરલાઈન કંપનીઓ નવા સેક્ટર પર ફલાઇટો ઓપરેટ કરતી હોય છે. વિવિધ બુકિંગ પોર્ટલ મારફતે મુસાફરો પાસેથી એડવાન્સ બુકિંગના પૈસા લઇ એક પ્રકારની લૂંટ જ ચલાવે છે ઘણાય કિસ્સામાં કેટલીક એરલાઇન કંપનીઓ મોડી કે રદ હોય તો અગાઉથી ફોન કે મેેસેજ પણ કરતી નથી. એરપોર્ટ પહોંચ્યા બાદ છેલ્લી ઘડીએ હાથ ઊંચા કરી દે છે. જો ફલાઇટ બહું મોડી હોય તો એકોમોડેશન અને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા આપવી પડે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed

Media Member 004 Views: 3482
0 0
1 min read