
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનુ પણ પોતાનુ ઘર હોય તેવા હેતુથી ચાલી રહેલી મુખ્યમંત્રી આવાસ યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાનો બનાવામા આવ્યા છે. આ મકાનોની ફાળવણી પણ કરી દેવામાં આવી છે. જો કે સરકારે આ માટે કેટલાક નિયમો પણ રાખ્યા છે જેમાના એક નિયમ મુજબ આ મકાન માલિક મકાનને ભાડે આપી શકતો નથી. બીજી તરફ હાલમા 718 જેટલા લોકો ગેરકાયદેસર રીતે ભાડે રહી રહ્યા હોવાનુ સામે આવ્યુ છે.
હવે આ મામલે હાઉસિંગ વિભાગ એકશનમા આવ્યુ છે અને આવા મકાન માલિકો સામે પોલીસ ફરિયાદ નોંધાવાની કાર્યવાહી અને સાથે વર્તમાન પત્રોમાં મકાન માલિકના નામ અને સ્કીમના નામ સાથે જાહેર નોટિસ આપવાનો નિર્ણય લેવમા આવ્યો છે. આ વિશે વાત કરતા હાઉસિંગ કમિટીના ચેરમેન અશ્વિન પેથાણીએ કહ્યુ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આજે હાઉસિંગ કમિટી મળી હતી. આ દરમિયાન નક્કી કરવામા આવ્યુ છે કે જે પણ લોકો ગેરકાયદેસર રહે છે તેમની સામે કાર્યવાહી કરવામા આવે.

મળતી માહિતી મુજબ છેલ્લા એક વર્ષમાં 718 જેટલાને તો આ મામલે નોટિસ પણ ફટકારવામા આવી છે. હવે મકાન માલિકો સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવશે. આની શરૂઆત પણ શહેરના ગોતા વોર્ડના દ્વારકા સોસાયટીના મકાન માલિક સામે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધીને કરી દેવામા આવી છે. આ સિવાય આવનારા દિવસોમા 4125 જેટલા આવાસ યોજનાના મકાનોમાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવાનુ છે.
Average Rating
More Stories
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 124/એ.એફ.પરર.79 ખાતે નવા તૈયાર કરવામાં આવેલ પ્લે ગ્રાઉન્ડ નું લોકાર્પણ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 65/એફ.પી.145 ખાતે નવા તૈયાર કરવામાં “સિનિયર સિટીઝન પાર્ક” નું લોકાર્પણ આજરોજ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજરોજ પશ્ચિમ ઝોનના રાણીપ વોર્ડમાં આવેલ વિવિધ ચોક, સર્કલ, સિનિયર સિટીજન પાર્ક અને કોમ્યુનિટી હોલના નામાભિધાનનો કાર્યક્રમ રાખવામાં આવેલ.