amul-milk-price-increase:કોરોના કાળ પછી વેપાર-ધંધાની મંદી અને વધતાં પેટ્રોલ-ડીઝલના ભાવને સહન કરતા સામાન્ય માણસના માથે હજી એક વસ્તુનો ભાવ વધી રહ્યો છે. પ્રજાને હવે દૂધનો ભાવવધારો સહન કરવો પડશે.અમુલે દૂધમાં પ્રતિ લિટરે રૂપિયા 2નો વધારો કર્યો છે. આ ભાવ વધારો સમગ઼ જગ્યાએ આવતીકાલેથી લાગુ પડશે.આ ભાવ અમુલે છેલ્લા 6 મહિનામાં બીજીવાર ભાવવધારા કર્યા છે.આ પહેલાં અમુલે ગત ફેબ્રુઆરીમાં પણ દૂધના ભાવમાં વધારો કર્યો હતો.
અમુલે આ કારણે વધાર્યા ભાવ
સૂત્રો અનુસાર અમુલે જણાવ્યું હતું કે ગયા વર્ષની સરખામણીએ પશુઓના ખોરાકનો ખર્ચ લગભગ 20% જેટલો વધી ગયો છે. આમાટે આ ઇનપુટ ખર્ચ વધતા અમારા સભ્ય યુનિયને પણ ખેડૂતોના ભાવ માં પાછળ વર્ષની સરખાણીએ 8થી 9%ની જેટલો વધારો કર્યો છે. અમુલ તમામ દૂધ ઉત્પાદકોને દૂધ અને દૂધની બનાવટો માટે ગ્રાહકો દ્વારા ચૂકવવામાં આવતા દરેક રૂપિયાના લગભગ 80 પૈસા ચૂકવે છે. દૂધના ભાવમાં સુધારણા કરવાનો મુખ્યહેતુ એ છે કે દૂધ ઉત્પાદકોને દૂધના વળતરના ભાવ ટકાવી રાખવામાં તથા તેમને વધુ દૂધ ઉત્પાદન માટે પ્રોત્સાહિત કરવામાં મદદરૂપ બને તેવો હેતુ છે .
આવતીકાલથી લાગુ થશે દૂધના નવા ભાવ
ક્રમ દૂધનો પ્રકાર પેકિંગની વિગ નવોભાવ
1 અમૂલ તાજા 500ML 25
2 અમૂલ શક્તિ 500ML 28
3 અમૂલ ગોલ્ડ 500ML 31
Average Rating
More Stories
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 124/એ.એફ.પરર.79 ખાતે નવા તૈયાર કરવામાં આવેલ પ્લે ગ્રાઉન્ડ નું લોકાર્પણ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 65/એફ.પી.145 ખાતે નવા તૈયાર કરવામાં “સિનિયર સિટીઝન પાર્ક” નું લોકાર્પણ આજરોજ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજરોજ પશ્ચિમ ઝોનના રાણીપ વોર્ડમાં આવેલ વિવિધ ચોક, સર્કલ, સિનિયર સિટીજન પાર્ક અને કોમ્યુનિટી હોલના નામાભિધાનનો કાર્યક્રમ રાખવામાં આવેલ.