coronavirus:સોલા સિવિલમાં 40 દિવસ પછી કોરોનાનો દર્દી દાખલ

Views: 184
0 0
Spread the love

Read Time:1 Minute, 21 Second

coronavirus:સોલા સિવિલમાં 40 દિવસ પછી કોરોનાનો એક પોઝિટિવ દર્દી દાખલ થયો છે. મેમનગરમાં રહેતા 28 વર્ષના યુવાનનો આરટીપીસીઆર ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો પરંતુ રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવતાં તેને દાખલ કરાયો હતો. હોસ્પિટલમાં રોજ કોરોનાના સંભવિત લક્ષણો સાથે 30થી 35 લોકો આરટીપીસીઆર ટેસ્ટ થાય છે.

સોલા સિવિલના આરએમઓ ડો. પ્રદીપ પટેલ જણાવે છે કે, હોસ્પિટલમાં નવેમ્બર મહિના બાદ એટલે કે 40 દિવસ પછી કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો છે. મેમનગરના યુવકની 6ઠ્ઠા માળે સારવાર ચાલી રહી છે. શ્વાસ લેવામાં તકલીફ હોવાથી ઓક્સિજન પર રખાયો છે. શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનો એક કેસ નોંધાયો છે.

સેમ્પલ જીનોમ સિકવન્સ માટે લેબમાં મોકલાશે
દર્દીનો આરટીપીસીઆર રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાથી હવે હોસ્પિટલના ઇએનટી વિભાગના ડોકટર દ્વારા ફરીથી દર્દીનું સેમ્પલ લીધા બાદ જીનોમ સિકવન્સ માટે મોકલવામાં આવશે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed