Cricket: ટીમ ઇન્ડિયા માથે સંકટ; ટીમ ઇન્ડિયાના કોચ રાહુલ રાહુલ દ્રવિડને કોરોના

Views: 187
1 0
Spread the love

Read Time:2 Minute, 5 Second
Cricket:ટીમ ઈન્ડિયાના કોચ એશિયા કપ પહેલા જ કોરોનાની ચપેટમાં આવી ગયા છે. રિપોર્ટ પોઝિટિવ આવતાની સાથે જ તેઓ આઈસોલેશનમાં જતાં રહ્યા છે. એશિયા કપ 27 ઓગસ્ટથી શરૂ થવા જઈ રહ્યું છે. ભારતની સૌપ્રથમ મેચ 28 ઓગસ્ટે પાકિસ્તાન વિરુદ્ધ છે.

ઇન્ડિયન ટીમ યુએઈ જવા પ્લેનમાં બેસે તે પહેલાં જ ટીમ ઈન્ડિયાના કોચ કોરોનો પોઝિટિવ થયા.. ટીમ ઈન્ડિયાને ખરેખર આ સૌથી મોટો ઝટકો છે. વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્વ રમાયેલી સીરિઝ પછી ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડ બ્રેક પર હતા. હાલ કેએલ રાહુલના સુકાનીપદ હેઠળ જે ટીમ ઝીમ્બાબ્વેમાં વનડે સીરિઝ રમવા માટે ગઈ છે તેઓની સાથે નેશનલ ક્રિકેટ એકેડમીના ડાયરેક્ટર વીવીએસ લક્ષ્મણ કોચ તરીકે ગયા છે.

એશિયા કપમાં ભારતની સૌ પ્રથમ મેચ 28 ઓગસ્ટના રોજ પાકિસ્તાન વિરુદ્વ છે તે ભારતીય સમય અનુસાર સાજે 7.30 વાગ્યે શરૂ થશે.

એશિયા કપ માટે ટીમ ઈન્ડિયા: રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત (વિકેટ કીપર), દીપક હૂડા, દીનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, આર. અશ્વિન, ભૂવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, રવી બિશ્નોઈ, આવેશ ખાન.

જસપ્રિત બુમરાહ અને હર્ષલ પટેલ ઈજાના કારણે હાલ ટીમની બહાર છે અને શ્રયસ અય્યર, અક્ષર પટેલ અને દીપક ચહરને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed