Devbhoomi Dwarka:જૂની અદાવતમાં થઈ યુવકની હત્યા, લોક અદાલતમાં 1,664 કેસનો થયો નિકાલ

Views: 208
0 0
Spread the love

Read Time:3 Minute, 56 Second

Devbhoomi Dwarka: દિવસમાં કુલ 1664 કેસનો સમાધાન દ્વારા સુખદ નિકાલ કરવામાં આવ્યો હતો. જેમાં દાવાની રકમ રૂ. 3 કરોડ 50 લાખ 24 હજાર 587 હતી. આમ, લોક અદાલતના માધ્યમથી આ કેસમાં સમાધાન કરાવવાથી લોકોને આર્થિક અને સમયની બચત થાય છે.

દ્વારકા જિલ્લામાં આયોજિત કરવામાં આવેલી નેશનલ લોક અદાલતમાં 1,664 કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો અને 3.50 કરોડ રૂપિયાના વિવિધ દાવાની રકમનો સમાધાન દ્વારા સુખદ નિકાલ કરવામાં આવ્યો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા નાલસાના એક્શન પ્લાન મુજબ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગ હેઠળ જિલ્લાના મુખ્ય ન્યાયાધીશ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ પી.એસ. કાલાના માર્ગદર્શન હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લાની તમામ અદાલતમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ લોક અદાલતમાં ફોજદારી સમાધાન પાત્ર કેસીસ, નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટની કલમ 138 મુજબના ચેક કેસ, બેંક રિકવરી દાવા, એમ.એ.સી.પી.ના કેસ, ઈલેક્ટ્રીસિટીને લગતા કેસ, લેબર તકરારના કેસ, લગ્ન વિષયક તકરારના કેસ, વીજળી અને પાણી બિલના કેસ, કૌટુંબિક તકરારના કેસ, જમીન સંપાદનના કેસ વગેરેના કોર્ટમાં પેન્ડીંગ તથા પ્રી લીટીગેશન કેસ હતા.

આ  તમામ  કેસમાં દિવસમાં કુલ 1,664 કેસનો સમાધાન દ્વારા સુખદ નિકાલ કરવામાં આવ્યો હતો. જેમાં દાવાની રકમ રૂ. 3 કરોડ 50 લાખ 24 હજાર 587 હતી. આમ, લોક અદાલતના માધ્યમથી આ કેસમાં સમાધાન કરાવવાથી લોકોને આર્થિક અને સમયની બચત થાય છે.

યુવકની હત્યા બાદ ચકચાર

દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં યુવકની હત્યા થતા ચકચાર મચી છે. ખંભાળિયાના બેહ ગામે 23 વર્ષીય યુવકની જૂની અદાવતમાં હત્યા થઈ છે. બબાલમાં યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને સારવાર માટે જામનગરની હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું છે. આશાસ્પદ યુવકનું મોત થતા પરિવાર શોકમગ્ન છે. હાલ તો સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાથમિક વિગતો અનુસાર ખંભાળિયાથી આશરે 30 કિલોમીટર દૂર બેહ ગામથી આસોટા ગામ તરફ જતા માર્ગે નારણ પબુભાઈ વરજાંગવારા નામનો 22 વર્ષીય યુવાન શનિવારે સાંજે સાત સાડા સાતની વચ્ચે ક્યાંક જઈ રહ્યો હતો, ત્યારે આ યુવાનને માર્ગમાં અટકાવી અને બેહ ગામના જ એક શખ્સે લોખંડના પાઈપથી યુવક ઉપર જીવલેણ હુમલો કર્યો હતો.

આ જીવલેણ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને ખંભાળિયાની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાંથી તેને વધુ સારવારની આવશ્યકતા જણાતા અમદાવાદ લઈ જતા પહેલા રસ્તામાં જ તેનું મોત થઈ ગયું હતું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed