Election:શહેર-જિલ્લાની હદમાં પ્રવેશતાં પહેલાં જ ચેકિંગમાંથી થવું પડશે પસાર: 23 ચેકપોસ્ટ ઉભી કરી દેવાઈ 

Views: 155
1 0
Spread the love

Read Time:2 Minute, 4 Second

 Election:રૂરલમાં 22 અને શહેરમાં એક ચેકપોસ્ટ: ગેરકાયદે વસ્તુ ઘૂસી ન જાય તે માટે ચેકપોસ્ટ ઉપર પોલીસ રહેશે તૈનાત: વાહનોની અવર-જવર ઉપર રહેશે ખાસ નજર ચૂંટણીમાં દારૂ-રોકડ સહિતની હેરફેર વધુ પ્રમાણમાં રહેતી હોવાથી આ ચૂંટણીમાં તેની ઘૂસણખોરી ન થઈ જાય તે માટે તંત્ર દ્વારા શહેર-જિલ્લાની હદમાં પ્રવેશતાં પહેલાં દરેક વાહનોનું ચેકિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે 23 જેટલી ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે રાજકોટ રૂરલ વિસ્તારમાં 22 તો શહેર વિસ્તારમાં એક ચેક પોસ્ટ ઉભી કરવામાં આવી છે.

આ ચેકપોસ્ટ ઉપર પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ કરવામાં આવશે અને કોઈ શંકાસ્પદ વાહન આવતું-જતું દેખાય એટલે તુરંત તેને અટકાવીને ચેકિંગ કરવામાં આવશે. એકંદરે ચૂંટણી જાહેર થતાંની સાથે જ પોલીસ એક્શનમાં આવી ગઈ છે અને તાત્કાલિક તમામ સ્થળોએ ચેકપોસ્ટ ઉભી કરી દઈને ચેકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ચૂંટણીમાં સૌથી વધુ દારૂ અને રોકડની હેરફેરનું પ્રમાણ વધુ રહેતું હોવાથી તેના ઉપર ખાસ નજર રાખવામાં આવે છે. આ ઉપરાંત રાજ્યને જોડતી બોર્ડરો ઉપર પણ વોચ રાખવામાં આવી રહી છે જેથી કરીને અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં દારૂ ઘૂસી ન જાય. આ માટે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પણ ટીમો બનાવીને ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed