ELECTIONS: વિધાનસભાની ચૂંટણી(Assembly elections)ને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી(BJP) દ્વારા ઉમેદવારી લિસ્ટ જાહેર તે પહેલા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. વિધાનસભા ઉમેદવારો(BJP candidates)ને ટેલિફોનિક જાણકારી આપી હોવાની ચર્ચાઓ વહેતી થઇ હતી. મહત્વનું છે કે દિલ્હી ભાજપ હાઈકમાન્ડમાં ઉમેદવારોના નામો ફાઈનલ કરવા માટે મોડી રાત સુધી બેઠક ચાલી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપ દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થાય તે પહેલાં જ નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યા છે. ભાજપે ઉમેદવારોની યાદી જાહેર થાય તે પહેલાં ફોન કરીને ઉમેદવારોને જાણ કરી દેવામાં આવી હતી. ટેલિફોનિક જાણકારી આપીને ઉમેદવારોને અવગત કર્યા હતા. ભાજપે મોડીરાતથી ટેલિફોન કરીને ઉમેદવારોને જાણ કરવાનું શરૂ કરી દીધું હતું. ત્યારે હવે ભાજપે સતાવાર રીતે પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે.
ભાજપે જાહેર કરી વિધાનસભા ઉમેદવારની પ્રથમ યાદી: ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલ પ્રથમ વિધાનસભા યાદીમાં જેતપુરમાંથી જયેશ રાદડીયા, લિંબાયતમાંથી સંગીતા પાટીલ, વરાછામાંથી કુમાર કાનાણી, વલસાડમાંથી ભરત પટેલ, ઓલપાડમાંથી મુકેશ પટેલ, બારડોલીમાંથી ઈશ્વર પરમાર, ગાંધીધામમાંથી માલતીબેન મહેશ્વરી, જલાલપોરમાંથી આર.સી.પટેલ, રાપરમાંથી વિરેન્દ્ર સિંહ જાડેજા, દસાડામાંથી પી કે પરમાર, વઢવાણમાંથી જીગાબેન પંડ્યા, ચોટીલામાંથી શ્યામજીભાઈ, ગઢડામાંથી શંભુનાથ ટૂંડિયા, ગીર સોમનાથમાંથી માનસિંહભાઈ, અમરેલીમાંથી કૌશિક વેકરિયા, ધ્રાંગધ્રામાંથી પ્રકાશ વરમોરા, લીમડીમાંથી કિરીટસિંહ રાણા, ડી.કે સ્વામીમાંથી જંબુસરનો સમાવેશ થાય છે.
Average Rating
More Stories
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 124/એ.એફ.પરર.79 ખાતે નવા તૈયાર કરવામાં આવેલ પ્લે ગ્રાઉન્ડ નું લોકાર્પણ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 65/એફ.પી.145 ખાતે નવા તૈયાર કરવામાં “સિનિયર સિટીઝન પાર્ક” નું લોકાર્પણ આજરોજ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજરોજ પશ્ચિમ ઝોનના રાણીપ વોર્ડમાં આવેલ વિવિધ ચોક, સર્કલ, સિનિયર સિટીજન પાર્ક અને કોમ્યુનિટી હોલના નામાભિધાનનો કાર્યક્રમ રાખવામાં આવેલ.