GEDA બાદ હવે STનું કૌભાંડ? અગ્ર સચિવ એસ. જે. હૈદર સામે 4.37 કરોડના કૌભાંડની વધુ એક ફરિયાદ 

Views: 208
1 0
Spread the love

Read Time:6 Minute, 9 Second
  • સફાઈ કામદારોના ESIC-PFની રકમની પણ કટકી કરાઈ હોવાની ફરિયાદ
  • મુખ્યમંત્રી કાર્યાલયમાં લેખિત ફરિયાદ કરવામાં આવી
  • રાજ્ય સેવા આયોગના વર્ગ 1ના અધિકારી સામે પણ ફરિયાદ
  • રેકોર્ડ આધારિત તપાસ કરવા મુખ્યમંત્રી સમક્ષ માગ

અગ્ર સચિવ એસજે હૈદર પર પોતાની સત્તાનો દુરુપયોગ કરીને પેગાસસ કંપનીને નિયમો બહાર કરોડોની રકમ ચૂકવવાનો આરોપ લાગ્યો છે, ત્યારે વધુ એક લેખિત ફરિયાદ અગ્ર સચિવ એસજે હૈદર સામે કરવામાં આવી છે. આ વખતે જે ફરિયાદ કરવામાં આવી છે એ ફરિયાદની અંદર અગ્ર સચિવ એસજે હૈદર દ્વારા એસટી નિગમમાં કૌભાંડ આચરાયું હોવાના આરોપ લગાવાયા છે. એસટી નિગમના તત્કાલીન એમ.ડી. તરીકે એસજે હૈદર દ્વારા ગંભીર ફરિયાદો અન્વયે ગંભીર સજાઓ થઈ હોય એવા અધિકારીઓની અગત્યની પોસ્ટ પર યેન કેન પ્રકારેણ નિમણૂક કરી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.

બસ પોર્ટના નિર્માણકાર્યમાં 4.37 કરોડનું કૌભાંડ 
મુખ્યમંત્રી કાર્યાલયમાં તારીખ 10 જૂનના રોજ થયેલી લેખિત ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે કે PPP ધોરણે પાટણ બસ પોર્ટના નિર્માણ કરવા અન્વયેના ટેન્ડરની શરત મુજબ ડેવલપર દ્વારા કન્સેશનન ફી અને અન્ય સિક્યોરિટીના ભાગરૂપે રૂ. 4.37 કરોડની બેંક ગેરંટી નિગમને અપાઈ હતી, જેની વેલિડિટી તા. 27-7-20માં પૂર્ણ થઈ હતી. આ બેંક ગેરંટી ડેવલપર દ્વારા પુનઃ રિન્યુ કરી બાકીના સમયગાળા માટે આટલી જ રકમની બેંક ગેરંટી પુનઃ જમા કરાવવા નિગમ દ્વારા ડેવલપર પેઢીને લેખિતમાં પણ સૂચના આપવામાં આવી હતી, પરંતુ શ્રી ડેવલપર દ્વારા એમ કરવામાં આવ્યું નહિ, આથી નિયમોનુસાર એસટી નિગમ દ્વારા પોતાની પાસે પડેલી બેંક ગેરંટી ઍન્કેશ કરી આ રૂ 4.37 કરોડ જમા લેવા અંગેની મંજૂરી મેળવવા સંલગ્ન બાંધકામ ખાતા દ્વારા નોંધ રજૂ કરાઈ હતી અને નોંધ રજૂ કરનારના ખાતા દ્વારા નિયમોનો હવાલો આપી આ બેંક ગેરંટી એન્કેશ કરી નિગમમાં જમા લેવા અભિપ્રાય આપ્યો હતો, પરંતુ એ સમયના જનરલ મેનેજર આઈ.આર.વાળા અને એમ.ડી. એસજે હૈદર દ્વારા ડેવલપરને ફાયદો કરાવવા નિયમો વિરુદ્ધનો નિર્ણય કરી તેની પાસેથી બેંક ગેરટી ન લેવા અને બેંક ગેરંટી એન્કેશ ના કરવાનો નિર્ણય કરી નિગમને રૂ. 4.37 કરોડનું નુકસાન કરાવી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે.

કેગ દ્વારા ઓડિટમાં પણ મુદ્દો ટાંકવામાં આવ્યો હતો
એસટી નિગમમાં આચરવામાં આવેલા રૂ. 4.37 કરોડના કૌભાંડ અંગે તપાસ પણ કરવામાં આવી હતી, જેમાં CAG દ્વારા ઓડિટ પેરા પણ લેવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. આ ઓડિટ પેરાને નવ માસ જેટલો સમય થયો હોવા છતાં નિગમ દ્વારા ઉપલબ્ધ રેકોર્ડની ખરાઈ કરી નિગમના પૂર્વ એમ.ડી. હૈદર સામે કે GAS કેડરના આઇ.આર.વાળા સામે પગલાં લેવા સરકારને અહેવાલ પાઠવાયો નથી.

નિગમ દ્વારા ભીનું સંકેલાયું હોવાની ભીતિ
આ અંગે ફરિયાદ કરનારા ફરિયાદી આરઆર પાંડે દ્વારા નિગમ કક્ષાએથી આ સમગ્ર કૌભાંડ બાબતે ભીનું સંકેલાઈ ગયું હોવાની દહેશત વ્યક્ત કરી સમગ્ર કૌભાંડની મુખ્યમંત્રી કક્ષાએથી તપાસ કરી જવાબદારો સામે દાખલારૂપ પગલાં લેવા માગ કરવામાં આવી છે. વધુમાં માગ કરવામાં આવી છે કે એસજે હૈદર દ્વારા પોતાની વગનો ઉપયોગ કરી કોઈ દબાણ ઊભું ન કરે અથવા ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન ના કરે એ માટે વિશ્વાસુ અધિકારી પાસેથી રેકોર્ડ આધારિત તપાસ કરાવવામાં આવે તો સમગ્ર મામલે તથ્ય બહાર આવી શકે એમ છે.

એસટી નિગમમાં સફાઈ કામદારોના ESIC – PFની રકમની પણ ખાઈકી ?
એસટી નિગમમાં સફાઈ એજન્સી શિવશક્તિ સફાઈ કામદાર ઔદ્યોગિક સહકારી મંડળી દ્વારા રાજ્યના પ્રત્યેક બસ ડેપોમાં રોકેલા 4થી 10 સફાઈ કામદારોની મિનિમમ વેજીસ મુજબ ચૂકવાતા પગાર મુજબ 30 મહિનાના સમયગાળાની કુલ 90 લાખથી વધુ રકમનો ESIC સરકારમાં જમા ના કરાવી નિગમ / સરકારને ગેરમાર્ગે દોરી અને ESICની રકમ નિગમમાંથી મેળવી લઈ ભ્રષ્ટાચાર આચર્યો હોવાની તત્કાલીન એમડી એસજે હૈદર સામે તારીખ 8 જૂનના રોજ ઈ.એસ.આઇ. કચેરી અને માર્ગ મકાનમંત્રી સમક્ષ લેખિત ફરિયાદ કરવામાં આવી છે.

એસ.જે. હૈદરે મીડિયાના ફોન ઉપાડવાના બંધ કર્યા
ઉચ્ચ શિક્ષણ અને ટેક્નિકલ વિભાગમાં અગ્ર સચિવ તરીકે હાલ ફરજ બજાવતા એસજે હૈદર સામે પોતાના ભૂતકાળના કાર્યકાળ દરમિયાનની કામગીરી અંગે આરોપ લાગ્યા છે, ત્યારે આ અંતર્ગત તેમનો પક્ષ જાણવા દિવ્ય ભાસ્કર દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો, જોકે તેમણે ફોન ઉપાડ્યો નહોતો.

#Naritunarayani

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed