GSEB Gujarat Board 10 Result 2022: ધોરણ. 10નું 65.18 ટકા પરિણામ જાહેર, સુરતમાં સૌથી વધુ 75.61, જ્યારે પાટણમાં 54.27 સાથે સૌથી ઓછું રિઝલ્ટ 

Views: 219
1 0
Spread the love

Read Time:7 Minute, 14 Second

ગાંધીનગર:  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ.10ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. બોર્ડની વેબસાઈટ પર વિદ્યાર્થીઓ ઓનલાઈન જોઈ શકે છે. ગુજરાત બોર્ડ દ્વારા લેવામાં આવેલ ધોરણ 10ની પરીક્ષાનું 65.18 ટકા પરિણામ આજે જાહેર થઈ ગયું છે. સુરત જિલ્લાનું સૌથી વધુ 75.64 ટકા અને પાટણ જિલ્લાનું સૌથી ઓછું 54.29 ટકા પરિણામ આવ્યું છે. આ વખતે છોકરાઓ કરતાં છોકરીઓએ 11.74 ટકા વધુ પરિણામ મેળવ્યું છે.

ધોરણ 10 બોર્ડનું 65.18 ટકા પરિણામ આવ્યું છે. જેમાં 294 શાળાઓનું 100 ટકા પરિણામ આવ્યું છે. 1007 શાળાઓનું 30 ટકાથી ઓછું પરિણામ અને 121 શાળાઓનું ઝીરો ટકા પરિણામ આવ્યું છે. રાજકોટના રૂપાવટી કેન્દ્રનું સૌથી વધુ પરિણામ જાહેર કરાયું છે. રૂપાવટી કેન્દ્રનું 94.80 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે દાહોદના રૂવાબારી મુવાડા કેન્દ્રનું સૌથી ઓછું પરિણામ આવ્યું છે. રૂવાબારી મુવાડા કેન્દ્રનું 19.17 ટકા પરિણામ આવ્યું છે.

તમને જણાવી દઈએ કે, ધોરણ 10 બોર્ડનું 65.18 ટકા પરિણામમાં ગુજરાતી માધ્યમમાં 63.13 ટકા, હિન્દી માધ્યમમાં 63.96 ટકા અને અંગ્રેજી માધ્યમમાં 81.50 ટકા પરિણામ આવ્યું છે. 

LIVE:

  • ધોરણ 10 બોર્ડનું 65.18 ટકા પરિણામ
  • પાટણ જિલ્લાનું સૌથી ઓછું 54.29 ટકા પરિણામ
  • સુરત જિલ્લાનું સૌથી વધુ 75.64 ટકા પરિણામ
  • દાહોદના રૂવાબારી મુવાડા કેન્દ્રનું સૌથી ઓછું પરિણામ
  • રૂવાબારી મુવાડા કેન્દ્રનું 19.17 ટકા પરિણામ
  • રાજકોટના રૂવાવટી કેન્દ્રનું સૌથી વધુ પરિણામ
  • રૂપાવટી કેન્દ્રનું 94.80 ટકા પરિણામ
  • 294 શાળાઓનું પરિણામ 100 ટકા આવ્યું
  • 121 શાળાઓનું પરિણામ શૂન્ય આવ્યું
  • સ્ટાન્ડર્ડ ગણિતનું 92.63 ટકા પરિણામ
  • બેઝિક ગણિતનું 69.53 ટકા પરિણામ
  • ગુજરાતી ભાષાનું 82.15 ટકા પરિણામ
  • અંગ્રેજી પ્રથમ ભાષાનું 94.73 ટકા
  • જ્યારે બીજી ભાષાનું 80.30 ટકા પરિણામ
  • A1 ગ્રેડ 12,090 વિદ્યાર્થીઓએ મેળવ્યો
  • અમદાવાદ શહેરનું 63.18 ટકા પરિણામ
  • અમદાવાદ ગ્રામ્યની 63.98 ટકા પરિણામ
  • 4,189 દિવ્યાંગ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા

વડોદરા ધોરણ 10 પરિણામ: 

  • ધોરણ 10 નું બોર્ડનું પરીક્ષાનું પરિણામ જાહેર 
  • વડોદરા જિલ્લાનું 61.21 ટકા પરિણામ આવ્યું 
  • 37758 વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા 
  • 478 વિદ્યાર્થીઓએ મેળવ્યો A1 ગ્રેડ 
  • વર્ષ 2020 ની તુલનાએ આ વખતે બોર્ડની પરીક્ષાનું પરિણામ 1 ટકા વધ્યું 
  • ડબકા કેન્દ્ર નું સૌથી ઓછું 27.37 ટકા પરિણામ આવ્યું 
  • વાસણા કેન્દ્રનું સૌથી વધુ 77.82 ટકા પરિણામ આવ્યું 
  • પરિણામ આવતા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો ખુશખુશાલ 
  • કારેલીબાગમાં આવેલી શ્રી નારાયણ વિદ્યાલયમાં શિક્ષકોએ વિદ્યાર્થીઓનું મોઢું મીઠું કરાવી અભિનદન આપ્યા

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2020માં ધોરણ 10નું 60.64 ટકા પરિણામ જાહેર થયું હતું. જે 2019 કરતા 5 ટકા ઓછું હતું. 2019માં ધોરણ 10નું 66.97 ટકા પરિણામ હતું. 2020માં દાહોદ જિલ્લાનું સૌથી ઓછું પરિણામ આવ્યું હતું. એ વખતે પણ 174 શાળાઓનું શૂન્ય ટકા પરિણામ હતું. 100 ટકા પરિણામ ધરાવતી 291 શાળાઓ હતી. 2020માં અંદાજે 10.80 લાખ વિદ્યાર્થીઓએ રાજ્યભરમાંથી પરીક્ષા આપી હતી.

તમને જણાવી દઈએ કે 6 જૂને (આજે)  ધોરણ 10નું પરિણામ વહેલી સવારે જ જાહેર કરવામાં આવ્યું છે. બોર્ડની વેબસાઇટ gseb.org ગુજરાત બોર્ડની ધોરણ 10ની SSC પરીક્ષાનું પરિણામ મૂકવામાં આવ્યું છે. GSEB SSC 10મું પરિણામ 2022ની સાથે GSHSEB ગુજરાત બોર્ડની સંસ્કૃત પ્રથમ પરીક્ષાનું પરિણામ પણ જાહેર કરાશે. નોંધનીય છે કે, લગભગ 9.72 લાખ વિદ્યાર્થીઓએ GSEB 10th SSC પરીક્ષા આપી હતી. GSEB SSC પરીક્ષા માર્ચ-એપ્રિલમાં યોજાઈ હતી.

GSEB બોર્ડ SSC માર્કિંગ સ્કીમ મુજબ વિદ્યાર્થીએ લાયક ગણવામાં આવતા તમામ વિષયોમાં ઓછામાં ઓછો ‘D’ ગ્રેડ મેળવવો જરૂરી રહેશે. વિષયોમાં ગ્રેડ ‘E1’ અથવા ગ્રેડ ‘E2’ મેળવનારા વિદ્યાર્થીઓએ પૂરક પરીક્ષાઓ દ્વારા તેમને ફરીથી પરીક્ષા આપવાની રહેશે. A1 ગ્રેડ મેળવવા માટે વિદ્યાર્થીઓએ 90 ટકાથી વધુ માર્ક્સ મેળવવાના રહેશે. જ્યારે 80 ટકા અને 90 ટકાની વચ્ચે ગુણ મેળવનારાને A ગ્રેડ મળે છે, જ્યારે 70 ટકા અને 80 ટકા વચ્ચેના સ્કોરવાળા વિદ્યાર્થીઓને B ગ્રેડ મળે છે. સૌથી નીચો ગ્રેડ – D 40 ટકાથી ઓછો સ્કોર કરનારાઓ માટે છે.

ગુજરાત બોર્ડ SSC પરિણામ ગ્રેડિંગ સિસ્ટમ
A1 ગ્રેડ: 90 ટકા અને તેથી વધુ ગુણ
A ગ્રેડ: 80 – 90 ટકા ગુણ
B ગ્રેડ: 70 – 80 ટકા ગુણ
D ગ્રેડ: 40 ટકા કરતા ઓછા ગુણ

ધોરણ 10નું પરિણામ આ રીતે ચેક કરો 
1- ગુજરાત બોર્ડ 10માનું પરિણામ જોવા માટે gseb.org પર જાઓ.
2- હોમ પેજ પર દેખાતી ગુજરાત બોર્ડ 10મા પરિણામની લિંક પર ક્લિક કરો.
3- ત્યાં રોલ નંબર અને જન્મ તારીખ દાખલ કરો અને સબમિટ પર ક્લિક કરો.
4- બોર્ડનું પરિણામ તમારી સ્ક્રીન પર પ્રદર્શિત થશે. તેને ડાઉનલોડ કરો અને ભવિષ્યના સંદર્ભ માટે તેની પ્રિન્ટ આઉટ લો.

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે કોવિડ મહામારીના કારણે GSEBએ ધોરણ 10, 12ની બોર્ડની પરીક્ષાઓ રદ કરવી પડી હતી અને તમામ GSEB SSC વિદ્યાર્થીઓને પાસ જાહેર કરવામાં આવ્યા હતા. 2020માં ગુજરાતમાં 60.64 ટકા વિદ્યાર્થીઓએ ધોરણ 10ની પરીક્ષા પાસ કરી હતી.

#Naritunarayani

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed