GSEB Gujarat Board 12 Result: રાજકોટની હર્ષિતા કીડી 99.99 PR સાથે ગુજરાત બોર્ડમાં ટોપર, મજૂરી કરતા પિતાની દીકરી ફર્સ્ટ આવતા પરિવારમાં ખુશી 

Views: 215
1 0
Spread the love

Read Time:4 Minute, 7 Second

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 86.91 ટકા પરિણામ જાહેર કરાયું છે. સૌથી વધુ 100 ટકા પરિણામ ધરાવતા કેન્દ્ર સુબિર, છાપી, અલારસા છે. જ્યારે ડાંગ જિલ્લાનું પરિણામ સૌથી વધુ એટલે કે 95.41 ટકા આવ્યું છે. નવાઈની વાત એ છે કે વડોદરા જિલ્લાનું પરિણામ સૌથી ઓછું 76.49 ટકા નોંધાયું છે. રાજકોટ જિલ્લાનું 88.72 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં A1 ગ્રેડમાં 402, A2 ગ્રેડમાં 2558, B1 ગ્રેડમાં 4166, B2 ગ્રેડમાં 4876 વિદ્યાર્થીઓ પાસ થયા છે.

આજે ગુજરાત બોર્ડનું ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. જેમાં રાજકોટની હર્ષિતા કીડી જે ગુજરાત બોર્ડમાં ટોપર આવી છે. 99.99 PR સાથે હર્ષિતા કીડી બોર્ડમાં ટોપર છે. કારખાનામાં મજૂરી કરતા પિતાની દીકરી બોર્ડમાં ફર્સ્ટ આવતા પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે.

બોર્ડમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર હર્ષિતા કીડીનું 99.99 PR સાથે પાસ થઈ જતા પોતાના પરિવાર સાથે અનેક લોકોનું ગૌરવ વધાર્યું છે. કારખાનામાં મજૂરી કામ કરતા પિતાની દીકરી બોર્ડ ફસ્ટ આવી છે. પરંતુ દુર્ભાગ્યવશ તેનો ભાઈ હોસ્પિટલમાં દાખલ હોવા છતાં બહેન પરિણામ લેવા આવી હતી. હર્ષિતા કીડીએ ભારે મને જણાવ્યું હતું કે, ભાઈ હોસ્પિટલમાં દાખલ છે પરંતુ બોર્ડનું પરિણામ જાહેર થતા પરિવારમાં ખુશી જોવા મળી રહી છે, જ્યારે હર્ષિતાએ પરિણામનો શ્રેય પરિવારને આપ્યો છે.

ધોરણ-12ના સામાન્ય પ્રવાહમાં ટોપ પર આવનાર હર્ષિતા કીડીએ વધુમાં કહ્યું કે, આ પરિણામનો શ્રેય મારા પરિવારને જાય છે. તો બીજી તરફ રાજકોટની ધોળકિયા સ્કૂલનો વિદ્યાર્થી મિત રાદડિયા પણ બોર્ડમાં ટોપર છે. સબ મર્શિબલ પંપ બનાવતા ભાવેશભાઈનો પુત્ર 99.99 PR સાથે બોર્ડમાં ટોપર આવ્યો છે. ગુજરાત બોર્ડમાં ટોપ પર આવનાર વિદ્યાર્થી અને તેના પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો. 

રાજકોટના અન્ય એક વિદ્યાર્થીની વાત કરીએ તો, રાજકોટના ધોળકિયા સ્કૂલનો વિદ્યાર્થી રાદડિયા મિત બોર્ડમાં ફસ્ટ આવ્યો છે. સબ મર્શિબલ પમ્પ બનાવતા ભાવેશભાઈ રાદડિયાનો પુત્ર 99.99 PR સાથે બોર્ડમાં ફસ્ટ આવ્યો છે. તમને જણાવી દઈએ કે આજે સવારે જ્યારે રિઝલ્ટ જાહેર થયું ત્યારે દાદા સાથે વિદ્યાર્થી પરિણામ લેવા માટે પહોંચ્યો હતો. 
નોંધનીય છે કે, પરીક્ષામાં વિદ્યાર્થિનીઓએ બાજી મારી છે. વિદ્યાર્થીઓનું પરિણામ 84.67 ટકા અને નિયમિત વિદ્યાર્થિનીઓનું પરિણામ 89.23 ટકા નોંધાયું છે. રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ 45.45 ટકા આવ્યું છે. એક જ સ્કૂલનું પરિણામ 10 ટકાથી ઓછું છે. જ્યારે 1064 સ્કૂલોનું 100 ટકા પરિણામ આવ્યું છે. દર વર્ષની જેમ પહેલા બોર્ડની વેબસાઈટ gseb.org પર પરિણામ જાહેર કરાયું છે. જે બાદ સ્કૂલમાંથી માર્કશીટ આપવામાં આવશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 4 લાખ 22 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા.

#NariTuNarayani

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
100 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed