Gujarat:અમદાવાદ સાયબર ક્રાઈમે સોમનાથ ટ્રસ્ટના અતિથિ ગ્રહોના નામની ફેક વેબસાઈટ બનાવી રૂમ બુકિંગના નામે યાત્રિકો પાસેથી પૈસા પડવાનર 2 આરોપીઓને દિલ્હીથી ઝડપી પાડયા છે.બંને આરોપીઓ કોલેજમાં અભ્યાસ કરે છે.203 અલગ અલગ લોકો પાસેથી બુકિંગન નામે 24,96,218 રૂપિયા પડાવ્યા હતા.
કુલ 203 લોકો સાથે 24,96,218 રૂપિયાની છેતરપિંડી થઈ સોમનાથ ટ્રસ્ટના મુખ્ય ત્રણ અતિથિ ગૃહ લીલાવતી,શ્રી મહેશ્વરી,શ્રી સાગર દર્શન નામના અતિથિગૃહની ફેક વેબસાઈટ બનાવી હતી.જ્યારે કોઈ વ્યક્તિ ગૂગલ પર સોમનાથના અતિથિ ગૃહ સર્ચ કરે તો ખોટી વેબસાઇટ ખુલતી હતી.આ વેબસાઈટ પર ઓપરેટ કરનાર પોતે સોમનાથના અતિથિ ગૃહમાંથી બોલતા હોવાનું લોકોને જણાવતો હતો. જેથી લોકો વિશ્વાસ કરીને બેંકમાં ગેટવે પેમેન્ટ મારફતે પેમેન્ટ કરતા હતા.પેમેન્ટ આપ્યા બાદ લોકોને રૂમ મળતા નહોતા એટલે કે લોકો સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી.કુલ 203 લોકો સાથે 24,96,218 રૂપિયાની છેતરપિંડી થઈ હતી જે મામલે સાયબર ક્રાઈમે ગુનો નોંધ્યો હતો.
મોબાઈલ અને 6000 રોકડ રકમ કબ્જે કરવામાં આવી સાયબર ક્રાઈમે તપાસ શરૂ કરી હતી જેમાં ટેક્નિકલ એનાલિસિસ કરતા વેબસાઈટ દિલ્હીથી ચલાવવામાં આવતી હોવાનું જાણ થતાં એક ટીમ દિલ્હી પહોંચી હતી અને વેબસાઈટ ચલાવતા વિનય પ્રજાપતિ અને અમર પ્રજાપતિ નામના 2 આરોપીની ધરપકડ કરી હતી.બંને આરોપીઓના ભાઈ હતા.બંને પાસેથી મોબાઈલ અને 6000 રોકડ રકમ કબ્જે કરવામાં આવી હતી.પોલીસની તપાસમાં બંને આરોપીઓ અભ્યાસ કરતા હોવાનું સામે આવ્યું હતું.
ખોટી વેબસાઈટ બનાવી લોકો સાથે છેતરપિંડી કરતા વિનય પ્રજાપતિ બીકોમના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો જ્યારે અમર પ્રજાપતિ બીએસસીના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો.વિનય વેબ ગ્રો માર્કેટિંગ સોલ્યુશન નામની કંપની ચલાવતો હતો.આ કંપની રજીસ્ટર્ડ પણ કરાવી હતી.થોડા સમય અગાઉ જ તેમને ઓફીસ ખાલી કરી હતી અને બંને ભાઈઓ સાથે મળીને ખોટી વેબસાઈટ બનાવી લોકો સાથે છેતરપિંડી કરતા હતા..
Average Rating
More Stories
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 124/એ.એફ.પરર.79 ખાતે નવા તૈયાર કરવામાં આવેલ પ્લે ગ્રાઉન્ડ નું લોકાર્પણ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 65/એફ.પી.145 ખાતે નવા તૈયાર કરવામાં “સિનિયર સિટીઝન પાર્ક” નું લોકાર્પણ આજરોજ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજરોજ પશ્ચિમ ઝોનના રાણીપ વોર્ડમાં આવેલ વિવિધ ચોક, સર્કલ, સિનિયર સિટીજન પાર્ક અને કોમ્યુનિટી હોલના નામાભિધાનનો કાર્યક્રમ રાખવામાં આવેલ.