Gujarat:શનિવારે શાહીબાગ ગિરધરનગર સર્કલ પાસે આવેલા ઓર્કિડ ગ્રીન ફ્લેટમાં સાતમા માળે આગ લાગી હતી જેમાં 17 વર્ષની કિશોરીનું દાઝી જવાના કારણે મોત નીપજ્યું હતું. આ ઘટનામાં ફાયર વિભાગની કામગીરી ઉપર અનેક સવાલો ઊભા થયા છે. સાતમાં માળે લાગેલી આગ ઓલવવા ફાયર વિભાગે નિકોલ ફાયર સ્ટેશનથી TTL (ટર્ન ટેબલ લેડર, સ્નોરકેલ) વાન બોલાવી હતી, પણ TTL સમયસર ઓપરેટ નહીં થવાના કારણે કિશોરીએ જીવ ગુમાવવો પડ્યો હતો.
ફાયરના સૂત્રોના જણાવ્યા પ્રમાણે મ્યુનિ. ફાયર પાસે 54-54 મીટરના બે હાઈડ્રોલિક પ્લેટફોર્મ છે જ્યારે 81 મીટરની એક TTL વાન છે. આ ત્રણે ઈમ્પોટેડ ઈક્વિપમેન્ટને ઓપરેટ કરવા માટે ફાયર પાસે પ્રશિક્ષિત સ્ટાફ નથી. 10 વર્ષ અગાઉ ત્રણે ઈક્વિપમેન્ટ ખરીદાયા હતા. જેની પાછળ આશરે 45 કરોડથી વધુનો ખર્ચ કરાયો હતો. દર વર્ષે તેના મેન્ટન્સ પાછળ એક કરોડથી વધુનો ખર્ચ થાય છે. આ ઈક્વિપમેન્ટ માત્ર ડ્રાઈવરો ઓપરેટ કરી રહ્યાં છે. સૂત્રો કહે છે કે, લગભગ ફાયરના એકેય સિનિયર અધિકારીને આ ઈક્વિપમેન્ટ ઓપરેટ કરતા આવડતું નથી. ઈક્વિપમેન્ટ આવ્યા ત્યારથી લગભગ 200 કોલમાં તેનો ઉપયોગ થયો છે.
ડ્રાઈવર સ્નોરકેલ ઓપરેટ તો કરી દે છે, પણ સેન્સરના કારણે ગમે ત્યારે અટકી પડે છે
ત્રણેય ઈમ્પોર્ટેડ ઈક્વિપમેન્ટને ઓપરેટ કરવા માટે નિષ્ણાત ઓપરેટરની જરૂર હોય છે. કારણ કે, તેમાં મલ્ટિપલ સેન્સર મૂકેલા છે. ઓપરેશન દરમિયાન ઈક્વિપમેન્ટ સમક્ષ સામાન્ય હર્ડલ કે, અનઈચ્છિત વસ્તુનો સ્પર્શ થાય તો પણ તે બંધ થઈ શકે છે. ઈક્વિપમેન્ટના ઉપયોગ પહેલા તેનું બેલેન્સ અને એન્કરિંગ કરવાની વિશેષ ટેક્નિક છે. ટેક્નિકલ ગાઈડલાઈન વગર તેનો ઉપયોગ થઈ શકતો નથી.
7 જ મિનિટમાં પહોંચ્યાનો ફાયરનો દાવો
આગમાં ભડથું થઈ ગયેલી પ્રાંજલના મૃતદેહની પોસ્ટમોર્ટમ સહિતની વિધિ પૂરી કરીને પોલીસે મૃતદેહ પરિવારને સોંપી દીધો છે. જ્યારે ફ્લેટમાં લાગેલી આગનું કારણ જાણવા એફએસએલની ટીમે જરૂરી નમૂના એકત્રિત કર્યા છે. ફાયર બ્રિગેડના અધિકારીઓનો દાવો છે કે, આગનો મેસેજ મળતાં 7 જ મિનિટમાં પહેલી ગાડી ઓર્કિડ ગ્રીનમાં પહોંચી ગઈ હતી. જ્યારે ઘટના સ્થળે પહોંચેલી 15 ગાડીઓ જુદા જુદા ફાયર સ્ટેશનમાંથી આવી હોવાથી તમામ ગાડીઓ કેટલા સમયમાં પહોંચી તેના સમય અંગે કોઈપણ સ્પષ્ટતા કરી શક્યા નથી.
Average Rating
More Stories
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 124/એ.એફ.પરર.79 ખાતે નવા તૈયાર કરવામાં આવેલ પ્લે ગ્રાઉન્ડ નું લોકાર્પણ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 65/એફ.પી.145 ખાતે નવા તૈયાર કરવામાં “સિનિયર સિટીઝન પાર્ક” નું લોકાર્પણ આજરોજ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજરોજ પશ્ચિમ ઝોનના રાણીપ વોર્ડમાં આવેલ વિવિધ ચોક, સર્કલ, સિનિયર સિટીજન પાર્ક અને કોમ્યુનિટી હોલના નામાભિધાનનો કાર્યક્રમ રાખવામાં આવેલ.