
Gujarat:રાજ્યની સૌથી મોટી એજન્સી અને રાજ્ય પોલીસ વડાના નેજા હેઠળ કામ કરતી સ્ટેટ મોનિટરીંગ સેલમાં(State Monitoring Cell) જ ભ્રષ્ટાચારના(Corruption) ગંભીર આરોપ અને શંકાસ્પદ કામગારીના કરનાર PI જવાહર દહીયાને(PI Jawahar Dahiya) આખરે સસ્પેન્ડ(Suspend) કરવામાં આવ્યા છે. સ્ટેટ મોનિટરીંગ સેલના PI દહીયા રાજ્યના એક ઉચ્ચ અધિકારીના ખાસ વહિવટાદર હતા અને તેઓ જ્યાં જ્યાં નોકરી કરી ત્યાં તેમને સાથે રાખ્યા હતા. ગુજરાતનો સૌથી મોટો એજન્ટ બોબી પટેલ જે માનવ તસ્કરી કરતો હતો તેની અનલીગલ પુછપરછ કરી અને તેની પાસેથી મોટી માત્રામાં પૈસા પડાવ્યા હોવાનું હાલ ચર્ચાઇ રહ્યું છે. જોકે ઉચ્ચ અધિકારીના વહિવટદાર હોવાથી આ અંગે માહિતી ના તો ગૃહ વિભાગ કરી રહ્યું છે કે પછી પોલીસ વિભાગ. PIને બચાવવા માટે તેમના અધિકારીએ ખુબ મહેનત કરી પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા હતા.
રાજ્યની સ્ટેટ મોનિટરીંગ સેલમાં જવાહર દહિયા નામના પીઆઇ ફરજ બજાવી રહ્યા હતા. દરમિયાનમાં સ્ટેટ મોનિટરીંગ સેલે ગુજરાતના સૌથી મોટા એજન્ટ બોબી પટેલની ધરપકડ કરી હતી. લાંબા સમયથી ક્રાઇમ બ્રાંચના ગુનામાં વોન્ટેડ હતો. તેને કોઇ પકડવાની હિંમત કરતું ન હતું. ક્રાઇમ બ્રાંચ તો પકડી શકી ન હતી અને સ્ટેટ મોનિટરીંગ સેલે તેને પકડી લેતા ક્રાઇમ બ્રાંચની ભુમિકા શંકાના દાયરામાં મુકાઇ હતી જેથી તપાસ સ્ટેટ મોનીટરીંગ સેલને આપવામાં આવી હતી. આરોપી બોબી પટેલના ઘરે અને ઓફિસે સર્ચ કરતા તેમાંથી 90થી વધુ પાસપોર્ટ મળી આવ્યા હતા અને તેમાં નકલી પાસપોર્ટ પણ મળી આવ્યા હતા. જેમાં સોલા પોલીસ સ્ટેસનમાં વધુ એક ગુનો નોધાયો હતો અને તે કેસમાં અમેરિકા સહિતના એજન્ટોના નામ ખુલ્યા હતા. ક્રાઇમ બ્રાંચ પાસેથી આંચકી લેવામાં આવેલા કેસની તપાસ પીઆઇ જવાહર દહિયાને સોપવામાં આવી હતી. બીજા ગુનાની તપાસ પીએસઆઇ સોલંકીને સોંપવામાં આવી હતી. દરમિયાનમાં એક મોડી રાત્રે પીઆઇ દહિયાએ રાત્રે 11થી સવારના 4 વાગ્યા સુધી આરોપી બોબીની તપાસ કરી હતી.
આ ગેરકાયદે પુછપરછ અંગે સ્ટેટ મોનિટરીંગ સેલના વડા નિરજા ગોટરુ અને એસપી નિર્લિપ્ત રાયને ધ્યાને આવ્યું હતું. દરમિયાનમાં સ્ટેટ મોનિટરીંગ સેલના વડા નિરજા ગોટરુએ પીઆઇ દહિયાની શંકાસ્પદ કામગીરી અને પૈસા પડાવ્યા હોવાના ગંભીર આક્ષેપો હેઠળનો એક રિપોર્ટ રાજ્ય સરકારના ગૃહ વિભાગને કર્યો હતો અને બીજો રિપોર્ટ રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાને કર્યો હતો.
જોકે આ કેસમાં થોડા સમય સુધી કોઇ જ કાર્યવાહી કરવામાં આવી ન હતી અને ઘટના દબાવી દેવા પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. બાદમાં આખરે ગૃહ વિભાગના દબાણ બાદ પીઆઇ દહિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગત મોડી રાત્રે તેમની પાસેથી તમામ તપાસો આંચકી લેવામાં આવી હતી અને તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જોકે આ અંગે ગૃહવિભાગ કે પછી રાજ્યના ઉચ્ચ અધિકારીઓ કાંઇ પણ બોલવા તૈયાર નથી.
મલાઇદાર તપાસ લેવામા અગાઉ અધિકારીઓ ઝઘડ્યા હતા
અમદાવાદ શહેરમાં પણ પાસપોર્ટની તપાસ લેવા માટે અધિકારીઓ બાખડ્યા હતા. જોકે એક અધિકારીએ તો તપાસો પોતાના નજીકના અધિકારીને આપી દેવા સ્પષ્ટ જણાવ્યું હતું જોકે અન્ય અધિકારીએ તે ન આપવા માટે ધમપછાડા કર્યા હતા. આમ પાસપોર્ટ અને વિદેશ જવા આવવાની તપાસ મલાઇદાર હોવાથી તે લેવા માટે પડાપડી થતી હોવાનું એરપોર્ટ પોલીસના નજીકના સુત્રોએ જણાવ્યું હતું.
અમદાવાદની એજન્સીમાં પણ અડિંગો જમાવી બેઠા છે ખાસ પોલીસકર્મીઓ
અમદાવાદ ક્રાઇમ બ્રાંચ અને પીસીબી જેવી એજન્સીઓમાં પણ અમુક પોલીસકર્મીઓ વર્ષોથી અડીંગ જમાવી બેઠા છે. તેમાં કેટલાક તો એક બે નહિ પરંતુ 7 થી વધુ વર્ષોથી એક જ જગ્યા પર આવા જ મોટા અધિકારીઓની રહેમનજર રહેળ નોકરી કરી રહ્યા છે તેમના સામે કોઇ અધિકારી પગલા તો ઠીક તેમને બદલવાની હિંમત પણ કરી શકતા નથી. તેવા વગદાર પોલીસકર્મીઓ અમદાવાદ શહેરમાં બેફામ બન્યા છે.
ક્રાઇમ બ્રાંચે પણ બોબીના કેસમાં કંઇ ઉકાળ્યું ન હતું
અમદાવાદ ક્રાઇમ બ્રાંચ આતંકીઓને પકડી પાડી દેતી હોવાના ભુતકાળના અનેક કિસ્સાઓમાં ચર્ચામાં આવેલી છે પરંતુ બોબી ગુજરાતનો સૌથી મોટો પાસપોર્ટ એજન્ટ હોવાથી બોબી પટેલ હોવાથી ક્રાઇમ બ્રાંચને પણ સાપ સુંઘી ગયો હોય તેવી સ્થિતી સર્જાઇ હતી. બોબીને ક્રાઇમ બ્રાંચ કોના ઇશારે પકડતી ન હતી તે ચર્ચા પણ ઉઠવા પામી છે. ક્રાઇમ બ્રાંચમાં ગુનો નોધાયો બાદ લાબા સમય સુધી બોબી કેસની તપાસ કોના ઇશારે ન કરવામાં આવી અને તે તો ઠીક અદમાવાદના સૌથી મોટા જુગારધામ મનપસંદ જીમખાન પર સ્ટેટ મોનિટરીંગ સેલે રેડ કરી હતી. ત્યારે પણ બોબી પટેલનું નામ ખુલ્યું હતું પરંતુ દરિયાપુર પોલીસ કે પછી અમદાવાદ શહેરની એક પણ એજન્સીએ તેના સામે પગલા કોના ઇશારે લઇ શકી ન હતી તે પ્રશ્ન હજુ પણ લોકોના મનમાં રહ્યો છે.
Average Rating
More Stories
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 124/એ.એફ.પરર.79 ખાતે નવા તૈયાર કરવામાં આવેલ પ્લે ગ્રાઉન્ડ નું લોકાર્પણ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 65/એફ.પી.145 ખાતે નવા તૈયાર કરવામાં “સિનિયર સિટીઝન પાર્ક” નું લોકાર્પણ આજરોજ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજરોજ પશ્ચિમ ઝોનના રાણીપ વોર્ડમાં આવેલ વિવિધ ચોક, સર્કલ, સિનિયર સિટીજન પાર્ક અને કોમ્યુનિટી હોલના નામાભિધાનનો કાર્યક્રમ રાખવામાં આવેલ.