Gujarat:પેપરલીક કૌભાંડમાં વધુ બેની ધરપકડ:જુનિયર ક્લાર્કના પેપર સર્ક્યુલેટમાં ભૂમિકા ભજવનાર મૂળ બિહારના શખ્સોને ATSએ કોલકાતાથી ઝડપી પાડ્યા

Views: 181
0 0
Spread the love

Read Time:2 Minute, 39 Second

gujarat:ગુજરાત પંચાયત પસંદગી મંડળનું જુનિયર ક્લાર્કનું પેપરલીક થયા બાદ એટીએસ દ્વારા અલગ અલગ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે મૂળ બિહારના બે આરોપીઓ આ સમગ્ર પેપર લીક કૌભાંડના મુખ્ય સૂત્રધાર હોવાની બાતમી પોલીસને મળી હતી. એના આધારે પોલીસે બે આરોપીને કોલકાતાથી ઝડપી લીધા છે. હાલ આરોપીને અમદાવાદ લાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પેપર છપાયું ત્યાંથી ગુજરાત સુધી પહોંચાડવાની આખી સર્કિટમાં આ બંને આરપીઓનો મહત્ત્વનો રોલ હતો. હાલ તેઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.

બંને વ્યક્તિનો પેપર સર્ક્યુલેટમાં મહત્ત્વનો રોલ
ગુજરાત એટીએસએ કોલકાતાથી મોડી રાતે એક ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં બે આરોપીઓ ગુજરાતના પંચાયત પસંદગી મંડળના જુનિયર ક્લાર્ક પેપર લીકમાં સંડોવાયેલા હતા તેમની ધરપકડ કરી છે. નિશિકાંત સિંહા આ કૌભાંડમાં સંકળાયેલો છે, જ્યારે બીજો એક આરોપી સુમિત કુમાર સિંહ હોવાનું સામે આવ્યું છે. આ બંને વ્યક્તિઓ મૂળ બિહારના છે. તેમજ અલગ અલગ રાજ્યના પેપર લીક કૌભાંડ સાથે સંડોવાયેલા હોવાની શંકા પણ સેવાઈ રહી છે. ગુજરાતના પેપરની કૌભાંડમાં આ બંને વ્યક્તિઓનો મહત્ત્વનો રોલ હતો.

આરોપીની કોલ ડીટેલમાં મહત્ત્વની વિગતો સામે આવી
એટીએસના સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે પંચાયત પસંદગી મંડળના પેપર લીક દરમિયાન જ્યાં પેપર છપાતું હતું, ત્યાંથી લઈને ગુજરાતમાં સર્ક્યુલેટ કરવાની સમગ્ર સર્કિટમાં આ બંને આરોપીઓને મહત્ત્વની ભૂમિકા માહિતી હતી. તેઓ બંને ગુજરાતમાંથી પકડાયેલા કેતન બારોટ અને અન્ય આરોપીઓ સાથે પણ સંકળાયેલા હતા. હાલ તેઓની પૂછપરછ કરવામાં આવી રહી છે, પરંતુ આ આખું ષડયંત્ર ઘણા સમય પહેલા જ રચાયું હતું. જે અંગે પણ એટીએસને મહત્ત્વની કડી મળી છે. તેની સાથે પેપર લીક કૌભાંડના આરોપીની કોલ ડીટેલ અને ઈન્ટરસેપ્શનમાં પણ મહત્ત્વની વિગતો સામે આવી છે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed