Gujarat:કોંગી MLAની મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત:અમદાવાદની SVP હોસ્પિટલમાં રાહત દરે સારવાર આપવા માગ, હાલ પ્રાઇવેટ હોસ્પિટલ જેટલો ચાર્જ

Views: 193
0 0
Spread the love

Read Time:3 Minute, 33 Second

Gujarat:અમદાવાદમાં સારી અને સસ્તી ખાનગી હોસ્પિટલ જેવી જ અદ્યતન સુવિધાઓ સાથે સારવાર મળી રહે તેના માટે કરોડો રૂપિયાના ખર્ચે સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલ (SVP હોસ્પિટલ) બનાવવામાં આવી છે. જેનું વર્ષ 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ હોસ્પિટલમાં દર્દીઓ પાસેથી પ્રાઇવેટ હોસ્પિટલ જેટલો જ ચાર્જ લેવામાં આવે છે. જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો આ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા નથી અને હોસ્પિટલ ચાલતી નથી. તેવો આક્ષેપ જમાલપુર વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ કર્યો છે.

આજે SVPમાં પ્રાઇવેટ હોસ્પિટલ જેટલો જ ખર્ચો: ઇમરાન ખેડાવાલા
જમાલપુર વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી રજૂઆત કરી છે કે, એસવીપી હોસ્પિટલમાં ગરીબ અને મધ્યમ વર્ગીય લોકોને ખૂબ જ રાહત દરે સારવાર આપવામાં આવે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું હતું કે એસવીપી હોસ્પિટલમાં અમદાવાદ શહેર અને બહારગામથી આવતા ગરીબ અને મધ્યમ વર્ગીય લોકોને રાહત દરે સારવાર મળે. પરંતુ ખૂબ જ દુઃખ સાથે કહેવું પડે છે કે, આજે પ્રાઇવેટ હોસ્પિટલ જેટલો જ ખર્ચો SVP હોસ્પિટલમાં થાય છે, જેથી લોકો આનો લાભ મેળવી શકતા નથી. જેથી ઝડપથી આ હોસ્પિટલમાં રાહત દરે સારવાર આપવામાં આવે.

લોકોને નજીવા દરે સારી સારવાર મળે તે હેતું હતો
અમદાવાદમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દર્દીઓને લાખો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. મધ્યમ વર્ગીય અથવા સામાન્ય પરિવારમાંથી આવતા વ્યક્તિને સારવારનો ખર્ચ થતો નથી. જેના માટે લોકોને નજીવા દરે સારી અને અદ્યતન સુવિધાઓ ટેકનોલોજી સાથે સારવાર મળે તેના માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરી અને એલિસબ્રિજ વિસ્તારમાં વીએસ હોસ્પિટલની બાજુમાં જ સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલ (SVP હોસ્પિટલ) બનાવવામાં આવી છે. લોકાર્પણના એક વર્ષ બાદ તુરંત જ કોરોનાકાળ આવી ગયો હતો.

કોરોનાકાળમાં ખૂબ સારી સારવાર મળતી
કોરોનાકાળમાં SVP હોસ્પિટલમાં સારવાર એટલી સારી હતી કે કોરોનાની સારવાર લેવા માટે રાજકીય નેતાઓ અને IAS અધિકારીઓની ભલામણથી દર્દીઓને દાખલ કરવામાં હતા. SVP હોસ્પિટલમાં ખૂબ જ હોશિયાર અને સારા ડોક્ટર હોવા છતાં પણ હોસ્પિટલમાં સારવાર લેવા માટે કોઈ દર્દીઓ જ આવતાં નથી. મા કાર્ડ શરૂ કર્યા બાદ આજે આ હોસ્પિટલમાં દરરોજના માત્ર 200થી 250 જેટલા દર્દીઓ સારવાર લેવા માટે આવે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed