Gujarat:મુખ્યમંત્રી નિવાસસ્થાને આજે મળશે ભાજપ કોર ગ્રુપની બેઠક, પક્ષના આગામી કાર્યક્રમો અને ચૂંટણી અંગે થશે ચર્ચા

Views: 233
0 0
Spread the love

Read Time:2 Minute, 0 Second

Gujarat: ગાંધીનગરમાં આજે ભાજપ કોર ગ્રુપની બેઠક મળશે. મુખ્યમંત્રી નિવાસસ્થાને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યુ છે. મુખ્યમંત્રી અને ભાજપ અધ્યક્ષની હાજરીમાં આ કોર ગ્રુપની બેઠક મળવાની છે. જેમાં ભારતીય જનતા પાર્ટીના આગામી કાર્યક્રમો અને ચૂંટણી અંગે ચર્ચા થશે. તો સાથે જ આ બેઠકમાં સરકારના બજેટ અને વિધાનસભા સત્ર અંગે પણ ચર્ચા થશે. નગરપાલિકાની ચૂંટણી-પેટા ચૂંટણીઓ અંગે પણ ચર્ચા કરવામાં આવશે અને હાલની રાજકીય સ્થિતિની સમીક્ષા થશે.

ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલના નિવાસ સ્થાને કોર કમિટીની બેઠક મળવાની છે. આ બેઠકમાં મુખ્યમંત્રીની સાથે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પણ ઉપસ્થિત રહેવાના છે. આ બેઠકમાં પક્ષની આગામી કામગીરી, લોકસભાની ચૂંટણી તેમજ તે પહેલા આવનારી સ્થાનિક પેટા ચૂંટણીને લઇને કોર કમિટીની બેઠકમાં ચર્ચા થવાની છે. બેઠકમાં ગુજરાત સરકારના બજેટ તેમજ વિધાનસભાના કામો અંગે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.

નગરપાલિકાની ચૂંટણી, પેટા ચૂંટણી અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. હાલની રાજકીય સ્થિતિ અંગે પણ બેઠકમાં સંવાદ થશે. સામાન્ય રીતે કોર કમિટીની બેઠક દર ત્રણ મહિને મળતી હોય છે. જો કે થોડા દિવસમાં બજેટ સત્ર શરુ થવા જઇ રહ્યુ છે અને બજેટ સત્ર પહેલા 22 ફેબ્રુઆરીએ સરકારની બેઠક મળવાની છે. સરકાર અને સંગઠનની મહત્વની બેઠક છે. ત્યારે આ કોર ગ્રુપની બેઠક CM ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને મળશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed