Gujarat: ગાંધીનગરમાંથી ગેરકાયદે હથિયારોનો જથ્થો ઝડપાયો, પોલીસ તંત્રમાં દોડધામ

Views: 2963
0 0
Spread the love

Read Time:1 Minute, 55 Second

Gujarat:ગુજરાતના પાટનગર ગાંધીનગરમાંથી ગેરકાયદે હથિયારોનો જથ્થો ઝડપાયો છે.આ કાર છેલ્લા કેટલાક સમયથી ફ્લેટના બેઝમેન્ટમાં બિન વારસી પડી રહેતા સ્થાનિકોએ પોલીસ કંટ્રોલને જાણ કરી હતી. આ ઘટનાની જાણ થતાં ગાંધીનગર પોલીસનો કાફલાએ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન હથિયારનો જથ્થો મળતા ગાંધીનગર પોલીસ દોડતી થઈ છે.

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાંથી  ગેરકાયદે હથિયારોનો જથ્થો ઝડપાયો છે. જેના પગલે પોલીસ તંત્રમાં દોડધામ મચી છે.જેમાં સરગાસણ ખાતે સ્વાગત એફોર્ડ ફલેટના બેઝમેન્ટમાં બિનવારસી કારમાંથી હથિયાર જથ્થો ઝડપાયો છે. જેમાં બે રિવોલ્વર, બે દેશી કટતાં અને 300 જેટલા જીવતા કારતુસ મળી આવ્યા છે. જેમાં હથિયાર સાથે ઝડપાયેલી કારના નંબરની પોલીસ તપાસ શરૂ કરી છે. કારનો નંબર ડમી હોવાનું સામે આવ્યું છે.

આ કાર છેલ્લા કેટલાક સમયથી ફ્લેટના બેઝમેન્ટમાં બિન વારસી પડી રહેતા સ્થાનિકોએ પોલીસ કંટ્રોલને જાણ કરી હતી. આ ઘટનાની જાણ થતાં ગાંધીનગર પોલીસનો કાફલાએ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન હથિયારનો જથ્થો મળતા ગાંધીનગર પોલીસ દોડતી થઈ છે. જ્યારે હથિયારનો જથ્થો ક્યાંથી આવ્યો, કોણે મંગાવ્યો, કાર કોની છે.હથિયારનો ઉપયોગ થવાનો હતો, અને હથિયારનો ઉપયોગ કોણ કરવાનું હતું તે સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed

Media Member 004 Views: 3603
0 0
1 min read