Gujarat:ગુજરાત વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ ભાજપ ફરી એકવાર ગુજરાતમાં સરકાર બનાવવા જઈ રહી છે. આજે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રીપદના શપથ લેશે. આ સાથે મંત્રીમંડળના સભ્યો પણ શપથ લેશે. ત્યારે શપથની આગલી રાત્રે ગાંધીનગર કમલમમાંથી હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ, કનુભાઈ દેસાઈ, રાઘવજી પટેલ, પુરુષોત્તમ સોલંકી, કુંવરજી બાવળીયા, ભાનુબહેન બાબરિયા, બચુ ખાબડ અને જગદીશ પંચાલ સહિતના નેતાઓને ફોન કરવામાં આવ્યા છે. ત્યારે આજે મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ સાથે મંત્રીમંડળના સભ્યો પણ શપથ લેશે.
ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રીપદના શપથ લેશે
આજે સોમવાર અને 12 ડિસેમ્બરે ભૂપેન્દ્ર પટેલની મુખ્યમંત્રીપદની શપથવિધિ યોજાવાની છે. એને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા, જ્યાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ દ્વારા વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ વડાપ્રધાન અમદાવાદ એરપોર્ટથી સીધા ગાંધીનગર રાજભવન રવાના થયા હતા, જ્યાં વડાપ્રધાન રાત્રિ રોકાણ કરશે. જોકે વડાપ્રધાનના આગમન પહેલાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવી પહોંચ્યા હતા. આજે સોમવારે હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે શપથવિધિ યોજાશે, જેમાં ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રીપદના શપથ લેશે. તો સાથે સાથે મંત્રીમંડળના સભ્યો પણ શપથ લેશે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ સહિતના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેશે.
મંત્રીપદ માટે આ લોકોને ટેલિફોનિક જાણ કરાઈ
જોકે કહેવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત આવ્યા બાદ ગાંધીનગર ખાતે મંત્રીમંડળના સભ્યોનાં નામ પર ચર્ચા કરવામાં આવી હતી. એ બાદ મોડી રાત્રે ગાંધીનગર કમલમમાંથી હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ, કનુભાઈ દેસાઈ, રાઘવજી પટેલ, મુળુભાઈ બેરા, પુરુષોત્તમ સોલંકી, કુંવરજી બાવળિયા, ભાનુબહેન બાબરિયા, કુબેર ડિંડોર, બળવંતસિંહ રાજપૂત, બચુ ખાબડ, જગદીશ પંચાલ, મુકેશ પટેલ અને ભીખુસિંહ પરમાર સહિતના નેતાઓને કોલ કરવામાં આવ્યો હતો. ત્યારે ગુજરાત સરકારના નવા મંત્રીમંડળમાં નવા અને જૂના બંને ચહેરાને સ્થાન મળશે.
CM તરીકે ભૂપેન્દ્ર પટેલની સર્વાનુમતે પસંદગી
ભાજપના ધારાસભ્ય દળની બેઠકમાં ભૂપેન્દ્ર પટેલની ફરી એકવાર મુખ્યમંત્રી તરીકે સર્વાનુમતીથી પસંદગી કરવામાં આવી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભૂપેન્દ્ર પટેલને શપથવિધિ માટે આમંત્રણ પાઠવ્યું છે. સોમવારે સચિવાલય હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં ભવ્ય શપથવિધિ સમારોહ યોજાશે.
બિગ સેલિબ્રેશનની તૈયારી કરી દેવાઈ
ગુજરાતમાં ભાજપને મળેલી રેકોર્ડબ્રેક જીતનો ઉત્સવ મોટે પાયે થાય એવી વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાત ભાજપની આ શાનદાર જીત એક મોટો મેગા શો જેવો બની રહે એવું આયોજન સંગઠન દ્વારા કરાયું છે. ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપી દીધું હતું. ત્યાર બાદ નવી સરકાર રચવા માટે તડામાર તૈયારી સચિવાલય ખાતે શરૂ કરાઈ હતી. નવી સરકારના ચયન માટે સૌપ્રથમ મુખ્યમંત્રી શપથ ગ્રહણ કરશે, ત્યાર બાદ તેમના મંત્રીઓ શપથ લેશે. એ અંતર્ગત સચિવાલય ખાતે આવેલા હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે તૈયારી શરૂ કરવામાં આવી છે. હજારોની સંખ્યામાં કાર્યકરો હાજર રહે એ પ્રકારની બેઠક વ્યવસ્થા શપથવિધિસ્થળે કરાઈ છે અને 3 મોટાં સ્ટેજ બનાવાયાં છે.
180×40 મીટરનાં ત્રણ મોટાં સ્ટેજ તૈયાર કરાયાં સરકારનાં અધિકારિત સૂત્રો મુજબ, શપથવિધિ કાર્યક્રમ દરમિયાન કુલ 3 અલગ અલગ મોટા મંચ બનાવાયા છે. પ્રત્યેક મંચ 180×40 મીટર મોટો છે. એક મંચ પર રાજ્યપાલ, નવા મુખ્યમંત્રી, નિયુક્ત મંત્રીમંડળના સભ્યો બેસશે. બીજા મંચ પર પ્રધાનમંત્રી, કેન્દ્રીય મંત્રી તેમજ અન્ય રાજ્યના મુખ્યમંત્રી બેસે એવી વ્યવસ્થા કરાઈ છે, જ્યારે ત્રીજા મંચ પર સાધુ-સંતો માટે બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
8 સેગમેન્ટમાં બેઠક વ્યવસ્થા ઊભી કરાશે
મોટી સંખ્યામાં શપથવિધિ સમારંભમાં અન્ય રાજ્યમાંથી પણ આમંત્રિતો આવવાના હોવાથી બેઠક વ્યવસ્થા માટે પણ અલગ આયોજન કરાયું છે. કુલ 8 સેગમેન્ટમાં બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે.
8 સેગમેન્ટમાં બેઠક વ્યવસ્થા ઊભી કરાશે
મોટી સંખ્યામાં શપથવિધિ સમારંભમાં અન્ય રાજ્યમાંથી પણ આમંત્રિતો આવવાના હોવાથી બેઠક વ્યવસ્થા માટે પણ અલગ આયોજન કરાયું છે. કુલ 8 સેગમેન્ટમાં બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે.
Average Rating
More Stories
Ahmedabad:72 વર્ષ બાદ ભગવાન નવા રથમાં બિરાજમાન થઈ નગરચર્યાએ નીકળશે, આજે નવા રથની પૂજન વિધિ થશે.
DGP:વિકાસ સહાય રાજ્યના નવા DGP નો ચાર્જ સંભાળશે .
Gujarat:બે કલાકમાં પાસપોર્ટ,અમેરિકામાં કાર અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકના પિતાને માત્ર બે કલાકમાં પાસપોર્ટ બનાવી આપ્યો