Gujarat: ગુજરાતમાં આકરી ગરમીના પગલે હીટ સ્ટ્રોકના કેસ વધ્યા, મે મહિનામાં અત્યાર સુધીમાં 44 કેસ નોંધાયા.

Views: 4053
0 0
Spread the love

Read Time:3 Minute, 18 Second

Gujarat:ગરમી વચ્ચે હીટ સ્ટ્રોકના કેસ નોંધાયા છે. 108 ઈમરજન્સી દ્વારા આંકડા જાહેર કરાયા છે. રાજ્યમાં મે મહિનામાં 19 મે સુધી 44 હીટ સ્ટ્રોકનાં કેસ નોંધાયા છે.

ગુજરાતમાં ઉનાળો દિવસે દિવસે તેનુ રૌદ્ર સ્વરુપ બતાવતો જઇ રહ્યો છે. આકરી ગરમીના કારણે બીમારીઓનું પ્રમાણ પણ વધી રહ્યુ છે. ગરમીના કારણે થતી બીમારીઓના કેસ નોંધાઇ રહ્યા છે. ત્યારે ગરમી વચ્ચે હીટ સ્ટ્રોકના કેસ નોંધાયા છે. 108 ઈમરજન્સી દ્વારા આંકડા જાહેર કરાયા છે. રાજ્યમાં મે મહિનામાં 19 મે સુધી 44 હીટ સ્ટ્રોકનાં કેસ નોંધાયા છે.

માર્ચ અને એપ્રિલ મહિનામાં કમોસમી વરસાદ રહ્યા બાદ અંતે મે મહિનામાં ઉનાળો આકરો બન્યો છે. મે મહિનામાં વધતી ગરમીના પગલે બીમારીઓ પણ વધી છે. મે મહિનામાં 19મી સુધી સૌથી વધુ અમદાવાદમાં આઠ હીટ સ્ટ્રોકના કેસ નોંધાયા છે. જ્યારે પોરબંદરમાં સાત હીટ સ્ટ્રોકના કેસ નોંધાયા છે. તો ભાવનગર, નર્મદા, સુરેન્દ્રનગર અને વડોદરામાં ત્રણ ત્રણ કેસ નોંધાયા છે.

તો આ તરફ આણંદ, ખેડા અને પંચમહાલમાં હીટ સ્ટ્રોક બે બે કેસ નોંધાયા છે. અમરેલી, બોટાદ, દેવભૂમિ દ્વારકા, કચ્છ, મહેસાણા, મહીસાગર, મોરબી, પાટણ, સુરત, ડાંગ અને વલસાડમાં એક એક કેસ નોંધાયા છે. ગરમી દરમિયાન હજુ પણ હીટ સ્ટ્રોકના કેસ વધવાની શક્યતા છે.

અગાઉના વર્ષ પ્રમાણે સરખામણી

અગાઉના વર્ષ પ્રમાણે સરખામણી કરીએ તો ગુજરાતમાં માર્ચ મહિનામાં 2022માં 10 કેસ નોંધાયા હતા. જ્યારે માર્ચ 2023માં 9 કેસ નોંધાયા હતા. એપ્રિલ 2022માં 49 કેસ જ્યારે એપ્રિલ 2023માં 20 કેસ નોંધાયા છે. તેમજ મે 2022માં 17 કેસ જ્યારે 19 મે 2023 સુધી 44 કેસ નોંધાયા છે.

કામ સિવાય ઘર બહાર ન નીકળવા અપીલ

આગામી પાંચ દિવસ ગુજરાતની પ્રજાને અંગ દઝાડતી ગરમીનો સામનો કરવો પડશે. રાજ્યમાં ગરમીને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે. જે મુજબ આગામી પાંચ દિવસ રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ રહેશે. સમગ્ર રાજ્યમાં પાંચ દિવસ દરમિયાન 2થી 3 ડિગ્રી સુધી તાપમાનનો પારો વધી શકે છે. તો અમદાવાદમાં ગરમીને લઇ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આગામી પાંચ દિવસે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. અમદાવાદમાં તાપમાન 44 ડિગ્રીને પાર પહોંચી શકે છે. ઉત્તર પશ્ચિમી પવનોના કારણે તાપમાનમાં વધારો થશે. તો ગરમીને લઇ હવામાન વિભાગે લોકોને બપોરના સમયે કામ સિવાય ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed