Gujarat:મહેમદાવાદમાં પ્લાયવુડ ફેક્ટરીમાં વહેલી પરોઢીયે આગ, નડિયાદ, આણંદ, વિધાનગર, મહેમદાવાદ અને અમદાવાદ ફાયર ટીમની મદદ લેવાઈ

Views: 271
0 0
Spread the love

Read Time:2 Minute, 16 Second

Gujarat:ખેડા જિલ્લાના મહેમદાવાદ પંથકમાં વરસોલા-સિહુજ રોડ પર વમાલી ગામ નજીક આવેલ એક પ્લાયવુડ ફેક્ટરીમા આગ લાગવાની ઘટનાથી અહીંયા ભારે અફડાતફડી મચી ગઇ હતી. ગુરુવારે વહેલી પરોઢીયે આગ લાગતા નડિયાદ, આણંદ, વિધાનગર, મહેમદાવાદ અને અમદાવાદ ફાયર ટીમની મદદ લેવામા આવી હતી. આ ઘટનામાં આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું છે. જ્યારે જે સી બી મશીનથી બળેલ રાખને બહાર કાઢવામાં આવી છે.

6 વોટબ્રાઉઝર દ્વારા પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવાયો
મહેમદાવાદ તાલુકાના વરસોલા સિહુજ રોડ પર આવેલ વમાલી ગામની સીમમાં સ્વસ્તિક પ્લાયવુડ નામની ફેકટરીમાં ગુરુવારની વહેલી સવારે સાડા પાંચ વાગ્યાની આસપાસ ભીષણ આગ લાગી હતી. ફેક્ટરીના વોચમેન તથા માલિકે તુરંત આગ રોદ્ર સ્વરૂપ ધારણ કરે તે પહેલા નડિયાદ અને મહેમદાવાદ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. આથી નડિયાદના બે વોટરબ્રાઉઝર અને મહેમદાવાદનુ એક વોટરબ્રાઉઝર અહીયા પહોંચી આગ ઓલવવાની કામગીરી હાથ ધરી હતી. પરંતુ સ્થિતિ ભયાનક બનતાં અને આગ કાબુમાં ન આવતાં આણંદ, વિદ્યાનગર, અમદાવાદના 1-1 વોટરબ્રાઉઝર મંગાવવામાં આવ્યા હતા. આ લાખો લીટર પાણીનો છંટકાવ કરવામાં આવ્યો અને આગ પર સંપૂર્ણ કાબુ મેળવાયો.

પ્લાયવુડની સીટો અને રોમટીરીયલ બળીને ખાખ
આ તમામ ફાયર વિભાગોની ટીમે આગ બુઝાવવા માટે કામગીરી કરતાં અંતે આગ કાબુમાં આવી હતી. આ ભીષણ આગમાં પ્લાયવુડની સીટો અને રોમટીરીયલ બળીને ખાખ થઇ ગયો હતો. જે સી બી મશીનથી બળેલ રાખને બહાર કાઢવામાં આવી હતી. આ પ્લાયવુડની ફેકટરીમાં આગ કયા કારણોથી લાગી તે હજુ જાણી શકાયુ નથી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed

Media Member 004 Views: 3461
0 0
1 min read