Gujarat Elections 2022:ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના પ્રચારમાં રાજકીય ધમધમાટ જોવા મળી રહ્યો છે. જેને લઈને તમામ પક્ષોના મોટા નેતાઓ ગુજરાતમાં પ્રવાસ કરી રહ્યા છે. જણાવી દઈએ, છેલ્લા બે દિવસથી વડાપ્રધાન મોદી પણ અમદાવાદ ખાતે રોડ શો કરી રહ્યા છે. આ ઉપરાંત, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ અમદાવાદમાં પ્રચાર કરી રહ્યા છે.
અલ્પેશ ઠાકોર માટે માંગ્યા મત
આજે અમદાવાદના ચાંદખેડા ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સભાને સંબોધી હતી. આ દરમિયાન, ગાંધીનગર દક્ષિણ બેઠકના ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોરને લઈને તેમણે નિવેદન આપતા કહ્યું હતું કે, પાર્ટીએ અલ્પેશ ઠાકોરને પંસદ કર્યા છે, અલ્પેશની ગેરંટી હું લઇ રહ્યો છું, જો કામ ન થાય તો મને પકડજો. આ સાથે જ તેમણે કોંગ્રેસ પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, કોંગ્રસે અત્યારે સુધી જાતિવાદ ફેલાવ્યો છે, કોમ કોમ વચ્ચે લડાવ્યા છે. કોંગ્રસના રાજમાં 10 વર્ષમાં જગન્નાથ યાત્રામાં ચાર વખત બંધ રાખવી પડતી હતી. આ સાથે જ તેમણે આરોપ લગાવ્યો હતો કે, કોંગ્રેસના રાજમાં કર્ફ્યુ રાજ ચાલતું હતી, 2002 હુલ્લડો કોંગ્રેસ વાળા કર્યા હતા.
શાહે કોંગ્રેસ પર પ્રહાર કર્યા
અમિત શાહે કોંગ્રેસને આડેહાથ લેતા જણાવ્યું હતું કે, 1995થી ભાજપ સરકાર ચાલતી આવે છે, જગન્નાથ મંદિરમાં ભાજપ શાસનમાં ક્યારે કર્ફ્યુ લાગ્યું નથી. તેમણે કહ્યું કે, જો ફરી કોંગ્રેસ આવશે તો ફરી ભુતકાળ યાદ કરવો પડશે. કોંગ્રેસે પોતાની વોટ બેન્ક સાચવા માટે રામ મંદિર ન બનાવા દીધું.
જણાવી દઈએ કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને અમિત શાહ આજે સવારે મહેસાણામાં પ્રચાર માટે ગયા હતા, આ બાદ વડોદરમાં રોડ શો યોજ્યો હતો. આ ઉપરાંત, વડાપ્રધાન મોદી પણ સતત બે દિવસથી અમદાવાદમાં રોડ શો કરી રહ્યા છે. જ્યારે આમ આદમી પાર્ટીએ પણ ગઈકાલે ભારતીય ક્રિકેટર હરભજન સિંહ, દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ અને પંજાબના CM ભગવત માનની હાજરીમાં રોડ શો યોજવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, 5 ડિસેમ્બરના રોજ બીજા તબક્કાનું મતદાન કરવામાં આવશે.
Average Rating
More Stories
Ahmedabad:72 વર્ષ બાદ ભગવાન નવા રથમાં બિરાજમાન થઈ નગરચર્યાએ નીકળશે, આજે નવા રથની પૂજન વિધિ થશે.
DGP:વિકાસ સહાય રાજ્યના નવા DGP નો ચાર્જ સંભાળશે .
Gujarat:બે કલાકમાં પાસપોર્ટ,અમેરિકામાં કાર અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકના પિતાને માત્ર બે કલાકમાં પાસપોર્ટ બનાવી આપ્યો