
Gujarat Weather: રાજ્યમાં છેલ્લા 11 વર્ષમાં ફેબ્રુઆરીમાં 34થી લઈને 36 ડિગ્રી સુધીની ગરમી નોંધાતી રહી છે. જો કે ચાલુ વર્ષે ગરમીમાં એકથી બે ડિગ્રી સુધીનો વધારો અત્યારથી જ જોવા મળી રહ્યો છે.
ગુજરાતમાં ગરમીનું જોર ધીરે-ધીરે વધી રહ્યું છે. માર્ચ મહિનાના બદલે ફેબ્રુઆરીમાં જ હિટવેવની હવામાન વિભાગે આગાહી કરી છે. ગુજરાતમાં આગામી 48 કલાક ધગધગતી ગરમી અનુભવાશે. સૌરાષ્ટ્ર-કચ્છમાં હિટવેવની આગાહી વચ્ચે પારો 40 ડિગ્રીને પાર જઈ શકે છે. તો અમદાવાદનું મહત્તમ તાપમાન 38 ડિગ્રી રહેવાની શક્યતા છે. રાજ્યમાં 50 વર્ષમાં પહેલીવાર ફેબ્રુઆરીમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. તો અમદાવાદમાં ફેબ્રુઆરી માસની ગરમીએ 12 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે.
ફેબ્રુઆરી માસમાં જ લોકોએ બપોરે ઉનાળા જેવા માહોલનો અનુભવ કરવો પડી રહ્યો છે, ત્યારે આગામી દિવસોમાં તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થશે તેવીઆગાહી હવામાન વિભાગે કરી છે. રાજ્યમાં છેલ્લા 11 વર્ષમાં ફેબ્રુઆરીમાં 34થી લઈને 36 ડિગ્રી સુધીની ગરમી નોંધાતી રહી છે. જો કે ચાલુ વર્ષે ગરમીમાં એકથી બે ડિગ્રી સુધીનો વધારો અત્યારથી જ જોવા મળી રહ્યો છે. જેના પગલે 2023માં ઉનાળામાં વધુ પ્રચંડ ગરમી અનુભવાશે તે નક્કી છે.
ગુજરાતના મોટાભાગના શહેરોમાં દિવસ દરમિયાન આકરી ગરમીનો લોકો અનુભવ કરી રહ્યાં છે. રાજ્યમાં ફેબ્રુઆરીમાં માસમાં જ માર્ચ કે એપ્રિલ જેવી આકરી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. દિવસે આકરી ગરમી અને રાત્રે ઠંડીના કારણે રોગચાળો પણ વધી રહ્યો છે. શરદી, ઉધરસ, તાવના દર્દીઓથી સરકારી અને ખાનગી હોસ્પિટલો ઉભરાઈ રહી છે. તો બીજી તરફ ઉનાળાના પ્રારંભ સાથે ડીહાઈડ્રેશનથી બચવા લોકોને તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
Average Rating
More Stories
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 124/એ.એફ.પરર.79 ખાતે નવા તૈયાર કરવામાં આવેલ પ્લે ગ્રાઉન્ડ નું લોકાર્પણ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 65/એફ.પી.145 ખાતે નવા તૈયાર કરવામાં “સિનિયર સિટીઝન પાર્ક” નું લોકાર્પણ આજરોજ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજરોજ પશ્ચિમ ઝોનના રાણીપ વોર્ડમાં આવેલ વિવિધ ચોક, સર્કલ, સિનિયર સિટીજન પાર્ક અને કોમ્યુનિટી હોલના નામાભિધાનનો કાર્યક્રમ રાખવામાં આવેલ.