Gujarat Weather Update: અમદાવાદમાં ઠંડીનો પારો ગગડ્યો, જાણો આગામી સપ્તાહમાં ગુજરાતમાં કેવું રહેશે હવામાન

Views: 166
0 0
Spread the love

Read Time:2 Minute, 29 Second

Gujarat Weather Update:દેશના ઉત્તરભાગમાં થયેલી હિમવર્ષાની અસર ગુજરાત પર પણ થઇ છે. રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાયતા તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. ઠંડા અને સૂકા પવન ફૂંકાતા વહેલી સવારે ઠંડીનો અહેસાસ થાય છે. શનિવારે રાજ્યનાં અનેક વિસ્તારોમાં ઠંડીનો પારો ગગડ્યો હતો. તાપમાનની વાત કરીએ તો, ગાંધીનગરનું લઘુતમ તાપમાન 13.2 ડીગ્રી નોંધાયું હતુ. આ સાથે અમદાવાદનું લઘુતમ તાપમાન 14.5 ડિગ્રી નોંધાયું હતુ

શનિવારે અમદાવાદનું લઘુતમ તાપમાન 14.5 ડિગ્રી નોંધાયું હતુ. અમરેલી તાપમાન 14.4 ડીગ્રી, વડોદરાનું લઘુતમ તાપમાન 14.4 ડીગ્રી, ડીસાનું લઘુતમ તાપમાન 16 ડીગ્રી નોંધાયું હતુ. આ સાથે નલિયાનું લઘુત્તમ તાપમાન 16.4 ડીગ્રી, ભાવનગરનું લઘુતમ તાપમાન 16.6 ડિગ્રી, રાજકોટનું લઘુતમ તાપમાન 16.7 ડીગ્રી, ભુજનું લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી નોંધાયું હતુ.

જ્યારે કંડલાનું લઘુતમ તાપમાન 18.8 ડીગ્રી, વેરાવળનું લઘુતમ તાપમાન 19.6 ડીગ્રી, સુરતનું લઘુતમ તાપમાન 20.6 ડિગ્રી, દ્વારકાનું લઘુતમ તાપમાન 22.3 ડિગ્રી નોંધાયુ હતુ.

જોકે, રાજ્યમાં બપોર થતાં જ તાપ પણ લાગે છે અને બેવડી ઋતુનો અહેસાસ થાય છે. જોકે, હવે તો ધીમે-ધીમે તાપમાન ઘટતું જશે. રાજ્યમાં છેલ્લા એક સપ્તાહમાં લઘુતમ તાપમાન 3થી 4 ડીગ્રી ઘટી ગયું છે. અમદાવાદ શહેરમાં એક સપ્તાહ પહેલા 17.6 ડીગ્રી તાપમાન હતું, જે ઘટીને અમદાવાદનું લઘુતમ તાપમાન 14.5 ડીગ્રી નોંધાયું હતુ. શનિવારની વહેલી સવારથી જ અમદાવાદ શહેરમાં ઠંડા પવનો ફૂંકાયા છે અને લોકોએ ઠંડીનો અહેસાસ કર્યો હતો.

રાજ્યમાં ઉત્તર પૂર્વના પવનનો ફૂંકાયા છે. જ્યારે આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે. આગામી 4થી 5 દિવસ તાપમાન પણ યથાવત રહેશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed