Gujarati News:આજથી અમુલ લુઝ ઘીમાં ભાવ વધારો લાગુ:વર્ષમાં આઠમી વાર અને મહિનામાં 11 દિવસ બાદ બીજીવાર ભાવ વધારો, એક કિલોમાં રૂ.23નો અને પંદર કિલોમાં રૂ.345નો વધારો

Views: 179
0 0
Spread the love

Read Time:1 Minute, 29 Second

Gujarati News:આ અંગેની વિગત એવી છે કે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં સાબરડેરી કમર્ચારી મંડળી દ્વારા અમુલ લુઝ ઘી નું વેચાણ કરવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ સાબરડેરી દ્વારા અમુલ લુઝ ઘીમાં વર્ષ 2022 માં આઠમી વખત ભાવ વધારો કરવામાં આવ્યો છે. તો વર્ષ-2022માં 15 કિલોના ડબ્બા પાછળ રૂ.2400નો અને એક કિલો પાછળ રૂ.160 નો ભાવ વધારો થયો છે. તો એક મહિનામાં 11 દિવસ બાદ બીજી વખત 15 કિલો પાછળ રૂ.345 તો એક કિલો પાછળ રૂ.23 નો ભાવ વધારો કર્યો છે. જેનો અમલ આજથી કરવામાં આવ્યો છે.

વર્ષ 2022માં ફેબ્રુઆરીમાં 15 કિલોના રૂ.7050 અને એક કિલોના રૂ.470 હતા, એપ્રિલમાં 15 કિલોના રૂ. 7560 અને એક કિલોના રૂ.504 હતા. મે મહિનામાં 15 કિલોના રૂ. 7830 અને એક કિલોના રૂ.522 હતા. જુલાઈમાં 15 કિલોના રૂ.8070 અને એક કિલોના રૂ.568 હતા. ઓગષ્ટમાં 15 કિલોના રૂ. 8325 અને એક કિલોના રૂ.555 હતા. સપ્ટેમ્બરમાં 15 કિલોના રૂ. 8580 અને એક કિલોના રૂ.572, ડીસેમ્બરમાં 15 કિલોના રૂ.9105 અને એક કિલોના રૂ. 607 તો ડીસેમ્બરમાં 15 કિલોના રૂ. 9450 અને એક કિલોના રૂ. 630 થયા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed