Gujrat Election:ગુજરાત ભાજપની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક આજથી શરૂ થઇ છે. ચૂંટણી પંચે ગુજરાતમાં આવીને તમામ તપાસ અને નિરીક્ષણ કરી લીધું છે. જે બાદ આજે 12 કલાકે ગુજરાત ચૂંટણીના શિડ્યુલ અંગે પ્રેસ કોન્ફરન્સમાં ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની ચુંટણી 1 ડીસેમ્બર અને 5 ડિસેમ્બરેના યોજાવાની છે.

ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજશે. તેમાંથી પહેલા તબક્કાનું મતદાન 1 ડીસેમ્બર દિવસે યોજાશે. ત્યારબાદ બીજા તબક્કાનું મતદાન 5થી ડિસેમ્બરે યોજાશે અને આ ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. નોમીનેશન માટેની છેલ્લી તારીખ પ્રથમ તબક્કા માટે 15 નવેમ્બર છે જયારે બીજા તબક્કા માટે 18નવેમ્બર રાખવામાં આવી છે. પ્રથમ તબબકામાં કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગરમાં, દ્વારકા, પોરબંદર, રાજકોટમાં થશે મતદાન. જયારે બીજા તબક્કામાં અમદાવાદ, ખેડા, પંચમહાલ, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, અને મહેસાણામાં યોજશે.
આ વખતની ચૂંટણીમાં પરંપરાગત હરીફ પક્ષો ભાજપ અને કૉગ્રેસ તો મેદાને હશે જ પરંતુ આમ આદમી પાર્ટીની સક્રિયતાને કારણે ચૂંટણીજંગ ત્રિપાંખિયો બન્યો છે. વિધાનસભાની ચૂંટણી સંદર્ભે આ વખત મોંઘવારી, શિક્ષણ, બેરોજગારી અને વ્યાપક વિકાસના મુદ્દા પર ચર્ચા થઈ રહી છે. એક તરફ ગુજરાતમાં સત્તા પક્ષ ભાજપ ‘વિકાસના મુદ્દે’ જીતનો આત્મવિશ્વાસ વ્યક્ત કરી રહ્યો છે, તો કૉંગ્રેસ અને આપ ‘મોંઘવારી, ભ્રષ્ટાચાર અને શાસનમાં જડતા’થી ‘જનતામાં રોષ’ હોવાની વાત કરી રહ્યા છે.
હાલમાં જ ચૂંટણીપંચે ગુજરાતમાં મતદાતાઓની અંતિમ યાદી બહાર પાડી હતી, તેમાં રાજ્યમાં કુલ ચાર કરોડ 90 લાખ 89 હજાર 765 મતદારો છે. પુરુષ મતદાતાઓની સંખ્યા બે કરોડ 53 લાખ 36 હજાર 610 છે, જ્યારે કે સ્ત્રી મતદાતાની સંખ્યા બે કરોડ 37 લાખ 51 હજાર 738 છે. નવા મતદાતાઓની સંખ્યા 11.62 લાખ વધી છે. થર્ડ જેન્ડર મતદાતાની સંખ્યા પણ વધીને 1,417 થઈ છે. નોંધનીય છે કે માન્ય મતદારોમાં ચાર લાખથી વધુ વિકલાંગ મતદાતા છે.
Nice work