Gujratheavyrain : ગુજરાતમાં જળાશયો ઉભરાયા : પીવાના પાણીથી ચિંતામુક્ત થયો ગુજરાત , એક વર્ષ ચાલે એટલું જળાશયોમાં પાણી

Views: 211
1 1
Spread the love

Read Time:3 Minute, 34 Second

Gujratheavyrain:ગુજરાત રાજયમાં ગત બે મહિનાથી પડેલ વરસાદથી પીવાના પાણીની મુશ્કેલીયો દૂર થવા લાગી છે. અત્યારમાં નર્મદા ડેમ અને 307 જળાશયોમાં કુલ 69% પીવાના પાણીનો જથ્થો પ્રયાપ્ત થયો છે .રાજયમાં અત્યાર સુધીમાં 17396 MCM પાણી જળાશયોમાં આવ્યું છે અને રાજયની કુલ જળસંગ્રહ ક્ષમતા 25266 MCM છે. રાજયની જળાશયોમાં છેલ્લા 13 વર્ષમાં આ વર્ષે સૌથી વધુ પાણીની આવક નોંધાયી છે. ગત વર્ષ કરતા આ વર્ષે 21% પાણીની આવકમાં વધારો થયો છે.

રાજયની જળાશયોમાં આગામી 2023ના ઓગસ્ટ સુધી ચાલે એટલો પાણીનો જથ્થો
ગુજરાતની 206 જળાશયો પૈકી 35 ડેમ 50થી 70% , 12 ડેમ 80થી 90% અને 69 ડેમ 100% સુધી ભરાયા છે.આ બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને માહિતી અપાઈ હતી કે, જે 73 જળાશયોમાંથી પીવાનું પાણી લેવામાં આવે છે તે પૈકીના 62 ટકા જળાશયોમાં ઓગસ્ટ 2023 સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો હાલમાં પર્યાપ્ત છે. હાલ રાજયની જળાશપાણીનો71.87% પાણીના જથ્થો ઉપલબ્ધ છે.

જેમાં ,ઉત્તર ગુજરાતમાં          34.22%
         મધ્ય ગુજરાતમાં      54.02%
         દક્ષિણ ગુજરાતમાં     75.30%
         કચ્છમાં           70.78%
         સૌરાષ્ટ્રમાં          63.63%
         નર્મદા ડેમમાં        83.10%  પાણીનો જથ્થો ઉપલબ્ધ છે 

ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 31 ટકા પાણી
ગુજરાતમાં ભારે વરસાદને લઇ રાજ્યના જળાશયોમાં કેટલું પાણી આવ્યું છે તેની સર્વગ્રાહી સમિક્ષા કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચસ્તરિય બેઠક બોલાવી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીએ એવો નિર્દેશ આપ્યો હતો કે, જે વિસ્તારોમાં વધુ વરસાદ પડે છે અને પાણી વહી જાય છે. ત્યાં નાનાડેમ બનાવીને વરસાદી પાણી રોકાયા છે. કચ્છમાં નાની સિંચાઈ યોજનાઓના જે જળાશયો છે તેમાં સરેરાશ 70% પાણીની આવક છે. સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 74 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 74 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 44 ટકા અને ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 31 ટકા પાણી છે.

રાજયમાં છેલ્લા 24 કલાકમાં 198 તાલુકામાં વરસાદ પડ્યો
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 198 તાલુકામાં વરસાદ નોંધાયો છે . જેમાં પોરબંદર અને માંડવીમાં સૌથી વધુ 3 ઈંચ વરસાદ નોંધાયો છે. તેમાં સૂત્રાપાડા અને લાલપુરમાં 2.2 ઈંચ સાથે હાંસોટ અને માણાવદરમાં 2 ઈંચ વરસાદ તથા વેરાવળ, માંડવી અને નખત્રાણામાં 1.5 ઈંચ ખાબક્યો છે. તેમજ 24 જુલાઈ બાદ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો હતો. તે પહેલાં 38 દિવસમાં માત્ર 36.40 ટકા જ વરસાદ થયો હતો. જોકે, બાદમાં 24 જુલાઈથી 10 ઓગસ્ટ સુધીના 18 દિવસના સમયગાળા દરમિયાન 30.07% વરસાદ નોંધાયો હતો. તેની સામે અત્યાર સુધીમાં મોસમનો 66.47 ટકા વરસાદ નોંધાયી ચુક્યો છે
.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed