GUJRATI NEWS:કાદવ કીચડ વચ્ચે નીકળી અંતિમયાત્રા , આ છે વિકાસશીલ ગુજરાતના અરવલ્લીની

Views: 214
1 0
Spread the love

Read Time:3 Minute, 0 Second

GUJRATI NEWS:અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના અમલાઇ ગામના ગ્રામજનો આઝાદીના આટલા વર્ષો પછી પણ હજી સુધી પાક્કા રસ્તાઓથી વંચિત છે. આ ગામમા એક 105 વર્ષના વૃદ્ધનુ અવસાન થયું હતું . તે દરમિયાન ગ્રામજનોને વરસાદી માહોલમાં થયેલ કાદવ-કીચડ માં જ પાક્કા રસ્તાઓ થી વંચિત ગામના લોકોએ અંતિમયાત્રા નીકાળી હતી .ચોમાસામાં આ ગામના લોકો વરસાદ થી થયેલ કાદવ કીચડથી ખુબ જ ઝઝુમી રહ્યા હોય છે . તેવામાં કાદવ કીચડ ની વચ્ચે અંતિમયાત્રા નીકળતા વિકાશશીલ ગુજરાતના કરુણતાથી ભરેલ દર્શ્યો જોવા મળ્યા હતા .

પાક્કા રસ્તાઓ જ નહિ સ્મશાન પણ નસીબમાં નથી
જ્યાં આજે લોકો આઝાદીના પર્વે અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છે ત્યારે આ મૃતક વૃદ્ધાને જીવતે તોહ પાક્કો રસ્તો નસીબ માં ન હતો પણ મૃત્યુ પામતા આ શતાયુ વટાવી ચૂકેલા બુઝુર્ગની અંતિમયાત્રા પણ કાદવ-કીચડ વાળા રસ્તે થી નીકળી હતી.એટલું જ નહિ સૂત્રો અનુસાર મૃત્યુ પછી ના અંતિમ સ્થાને પણ સુવિધા ન મળી .

કાદવ-કીચડ વચ્ચે નીકળી કરુણતાથી ભરી અંતિમયાત્રા

આપણા વિકાસશીલ ગુજરાતમાં પાક્કા રસ્તાઓની સુવિધાની વાતો ચાલી રહ્યી છે તેમજ આઝાદીના કેટલાક વર્ષો પછી પણ હજી કેટલાક ગામડાઓ એવા છે જે પાક્કા રસ્તાઓની સુવિધાથી વંચિત છે. તેવામાં જો વરસાદ થાય તોહ કાદવ કીચડ વાળા રસ્તેથી આવા જવામાં ગ્રામજનોને ખુબ જ પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે. અમલાઈ ગામના વૃદ્ધને જીવતે તોહ પાક્કા રસ્તાની સુવિધા ન મળી અને આખરે મૃત્યુ પછિ પણ તે પાક્કા રસ્તાઓથી બેખબર જ રહ્યો . પાક્કા રસ્તાઓ જ સુધી જ આ વાત સીમિત નથી તેથી પણ વધુ એ કે અંતિમયાત્રા પછી જે છેલ્લું સ્થાન કહેવાય એ સ્મશાન પણ નસીબ માં નથી. હવે આનાથી વધુ કરુણભરેલ દ્રશ્યો ક્યાં જોવા મળે..?

આ ગામના લોકોની પીડા અહીં સુધી જ પૂરતી નથી જો મ્ર્ત્યુ પછી પણ મૃતકને સ્મશાનની સગડી નસીબ મા ન હોય ત્યારે આ કરુણભરેલ દર્શ્ય જોનારનું હૃદય કંપી ઉઠે છે અને ત્યારે મન માં એક જ સવાલ ઉભો થાય છે કે ગામને આટલી સુવિધા ન મળે તો શું ખરેખર આપણે ગુજરાતને વિકાશીલ કહી શકીયે
ખરા ?

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed