Hardik Patel:હાર્દિક પટેલને મોટી રાહત, જામનગર કોર્ટે નિર્દોષ જાહેર કર્યો

Views: 237
0 0
Spread the love

Read Time:1 Minute, 51 Second
જામનગર કોર્ટે MLA હાર્દિક પટેલને નિર્દોષ જાહેર કર્યો

Hardik Patel:જામનગરના કેસમાં વિરમગામના MLA હાર્દિક પટેલ (Hardik Patel) નિર્દોષ જાહેર કરાયા છે. પાટીદાર અનામત આંદોલનના કેસ મામલે ચુકાદો આવ્યો છે. જામનગર કોર્ટે MLA હાર્દિક પટેલને નિર્દોષ જાહેર કર્યો છે. સભામાં વિવાદાસ્પદ ટિપ્પણીના કેસમાં નિર્દોષ કરાયો છે.

હાર્દિક પટેલ સામે ગુનો નોંઘાયો હતો

વર્ષ 2017નાા કેસમાં દલીલો પૂર્ણ થયા બાદ આજે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે. સભામાં વિવાદાસ્પદ ટિપ્પણીના કેસમાં પાસ કન્વીનર અંકિત ધેડિયા અને હાર્દિક પટેલ સામે ગુનો નોંઘાયો હતો. જ્યારે આ કેસમાં ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ નિર્દોષ જાહેર કરાયો છે.

શું છે સમગ્ર મામલો? 

પાટીદાર આંદોલન દરમિયાન 4 નવેમ્બર 2017ના રોજ પૂર્વ પાસ નેતા હાર્દિક પટેલની આગેવાનીમાં જામનગરના ધૂળસીયામાં સભા યોજાઈ હતી. આ સભામાં રાજકીય ભાષણ મુદ્દે ફરિયાદ થઈ હતી. જેને લઇને હાર્દિક પટેલ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યા હતો. રાજકીય ભાષણ કરવા બદલ પાસ કન્વીનર અંકિત ધેડીયા અને હાર્દિક પટેલ સામે ગુનો દાખલ થયો હતો. જે બાદ આજે જામનગર કોર્ટે ચુકાદો આપ્યો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed