Himachal Assembly Elections 2022:દિલ્હી ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના રોડ શોમાં મારામારી:મુર્દાબાદના નારા લાગ્યા તો AAP વર્કર્સે લોકોને માર્યા, દિલ્હી CMએ અધુરુ છોડ્યું ભાષણ

Views: 192
0 0
Spread the love

Read Time:3 Minute, 24 Second

Himachal Assembly Elections 2022:ગુરુવારે સોલનમાં રોડ-શો કરનાર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે લોકોએ મુર્દાબાદના નારા લગાવ્યા હતા.હિમાચલ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની રેલીમાં હોબાળો થયો હતો.
આ બાબાદએ આપ કાર્યકર્તાઓ નારેબાજી કરનારની સામે આવી ગયા હતા. બંને પક્ષ વચ્ચે મારા-મારી થઈ હતી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વચ્ચેથી જ ભાષણ છોડીને જતા રહ્યા હતા.

હિમાચલ પ્રદેશમાં થઈ રહેલી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી દરેક 68 સીટો પર ચૂંટણી લડી રહી છે. ચૂંટણી અભિયાનમાં પહેલીવાર ગુરુવારે અરવિંદ કેજરીવાલ હિમાચલ પહોંચ્યા હતા. તેઓ સોલન સીટથી ઉમેદવાર અંજૂ રાઠોડ માટે રોડ શો કરતા હતા, ત્યારે જ વિવાદ સર્જાયો હતો. હિમાચલમાં 12 નવેમ્બરે મતદાન થવાનું છે.
કેજરીવાલ સોલન શહેરમાં જૂની DC ઓફિસથી ખુલ્લી જીપમાં બેસીને નીકળ્યા હતા. તેમની સાથે શિમલાના સંસદીય વિસ્તારના 17 વિધાનસભા સીટના પાર્ટીના ઉમેદવાર અને કાર્યકર્તાઓ હતા. ખુલ્લી ગાડીમાં તેમનો રોડ શો જૂના બસ સ્ટેન્ડ સુધી પહોંચ્યો હતો અને ત્યાં કેજરીવાલે ભાષણ શરૂ કર્યું હતું.

તેઓ 5 મિનિટ જ બોલ્યા હતા અને અમુક લોકો એ કેજરીવાલ મુર્દાબાદના નારા લગાવ્યા હતા. નારેબાજી કરનારે ETT-TET પાસ અધ્યાપક એસોસિયેશનના કાગળીયા પણ ઉછાળ્યા હતા. ત્યારપછી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ નારેબાજી કરનાર લોકોને મારવાનું અને ધક્કા-મૂક્કી કરવાનું શરૂ કર્યું હતું. ત્યારપછી બંને જૂથ વચ્ચે મારા-મારી શરૂ થઈ હતી.

વાતાવરણ ખરાબ થતાં પોલીસે વચ્ચે પડીને નારેબાજી કરનાર લોકોને રોડ-શોથી હટાવ્યા હતા. ત્યારે જ કેજરીવાલે એવું કહીને ભાષણ બંધ કર્યું હતું કે, જો કોઈને ગુંડા ગરદી જ કરવી હોય તો તેઓ ભાજપ અથવા કોંગ્રેસમાં જતા રહે. ત્યારપછી કેજરીવાલ રોડ શો છોડીને જતા રહ્યા હતા.
પંજાબમાં જીત પછી AAPએ હિમાચલમાં જે પ્રમાણે કેમ્પેનિંગ શરૂ કર્યું હતું તે જોઈને લોકોને ઘણી આશા છે. જોકે અરવિંદ કેજરીવાલે હિમાચલ તરફથી બધી આશા છોડી દીધી હોય તેવું લાગે છે. તેઓ લગભગ 4 મહિના પછી પહેલીવાર આજે ચૂંટણી પ્રચાર માટે સોલન આવ્યા હતા અને તેમાં પણ વિવાદ થયો.

અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અમુક સમયથી ગુજરાતમાં તેમની પાર્ટીના પ્રચાર માટે વધારે સમય આપી રહ્યા છે. આ સંજોગોમાં હિમાચલમાં ત્રીજો વિકલ્પ બનવાનો AAPનો દાવો ફસકી પડ્યો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed