Holi:રાજ્યના મોટાભાગના મંદિરોમાં આજે સાંજે હોળી પ્રગટાવવામાં આવશે. જેમા અમદાવાદના જગન્નાથ મંદિર, સોમનાથ મહાદેવ મંદિર, ડાકોર અને ચોટિલામાં આજે સાંજે 6.45 પછી હોલિકા દહન કરવામાં આવશે.
યાત્રાધામ ડાકોર, દ્વારકા, સોમનાથ, ચોટીલામાં આજે હોલિકાદહન થશે, આજે સાંજે 6:54 પછી હોલિકા દહન કરી શકાશે. સોમનાથ મંદીર પરિસરમાં 7:45એ હોળીકા દહન કરાશે. અમદાવાદના જગન્નાથ મંદિર સહિત રાજ્યમાં અનેક સ્થળે મંગળવારે પણ હોલિકાદહન થશે. શાસ્ત્રોના જાણકારોના મતે ફાગળ માસની પુનમ આજે સાંજે 4:18થી શરૂ થઈને આવતીકાલે 6:11 કલાકે પૂર્ણ થશે.
આજે સાંજે હોળાષ્ટક સમાપ્ત થશે પરંતુ શુભ કાર્ય માટે ગુરૂવારથી યોગ બનશે અને હોળાષ્ટકની સમાપ્તિ થતા લગ્ન, વાસ્તુ આદિ માંગલિક કાર્યો થઈ શકશે.
હોળીકા દહનની તીથિને લઈને હતી અસંમજસની સ્થિતિ
રાજ્યમાં હોલિકા દહનની તીથિને લઈને લોકોમાં થોડી મૂંજવણ હતી.સામાન્ય રીતે હોળી ફાગળ સુદ પૂર્ણિમાને દિવસે પ્રગટાવવામાં આવે છે. પરંતુ આ વખતે તારીખ 6 અને 7 માર્ચે પૂનમ છે. જેમા ફાગણ સુદ પૂર્ણિમા 7 માર્ચે બપોરે પૂર્ણ થઇ જાય છે. ત્યારે ભક્તોની અસમંજસને ધ્યાને લઇને તીર્થધામ વડતાલધામના મુખ્ય કોઠારી ડૉ.સંત સ્વામીએ જણાવ્યુ હતુ કે વડતાલ ધામ અને તેની સાથે જોડાયેલા મંદિરોમાં ગ્રહ નક્ષત્રના આધારે 6 માર્ચે સાંજે હોલિકા દહન કરવામાં આવશે. તથા 7 માર્ચે ધૂળેટી પર્વની ઉજવણી થશે અને 8 માર્ચે ફૂલડોલનો ઉત્સવ ઉજવવામાં આવશે.
ડાકોરમાં ફાગણી પૂનમના મેળાનો પ્રારંભ
આ તરફ ડાકોરમાં ફાગણી પૂનમના મેળાનો પ્રારંભ થઇ ગયો છે. મોટી સંખ્યામાં પદયાત્રીઓ ડાકોર પહોંચી રહ્યા છે. ત્યારે પદયાત્રીઓને કોઇ તકલીફ ન પડે તે માટે ખેડા વહીવટી તંત્રએ પણ વિશેષ વ્યવસ્થા કરી છે. રાસ્કા ચેકપોસ્ટથી ડાકોર સુધીના માર્ગ પર વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રવાસી પથ પર પદયાત્રિઓની સુવિધા માટે રિપેઈન્ટીંગ, દિશાસૂચક બોર્ડ લગાવી સાફસફાઇ કરવામાં આવી છે.
Average Rating
More Stories
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 124/એ.એફ.પરર.79 ખાતે નવા તૈયાર કરવામાં આવેલ પ્લે ગ્રાઉન્ડ નું લોકાર્પણ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 65/એફ.પી.145 ખાતે નવા તૈયાર કરવામાં “સિનિયર સિટીઝન પાર્ક” નું લોકાર્પણ આજરોજ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજરોજ પશ્ચિમ ઝોનના રાણીપ વોર્ડમાં આવેલ વિવિધ ચોક, સર્કલ, સિનિયર સિટીજન પાર્ક અને કોમ્યુનિટી હોલના નામાભિધાનનો કાર્યક્રમ રાખવામાં આવેલ.