ગુજરાતમાં 23 IAS અધિકારીઓ બાદ હવે સિનિયર IPSની ટ્રાન્સફરનો તખતો તૈયાર 

Views: 168
0 0
Spread the love

Read Time:4 Minute, 42 Second

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી દિવાળી આસપાસ જાહેર થવાની શક્યતાઓ છે. આ પહેલાં જ બુધવારે રાજ્યમાં 23 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. હવે રાજ્યમાં સિનિયર IPSની બદલી માટેનો તખતો તૈયાર કરી દેવામાં આવ્યો છે. ચૂંટણી જાહેર થાય તે પહેલાં જ કોઈપણ સમયે બદલીનો ઓર્ડર થઈ શકે છે. ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા માટે સરકારી કર્મચારીઓની નિયમ પ્રમાણે બદલી થવી અનિવાર્ય છે.જેના કારણે 23 IASની બદલી કરી દેવામાં આવી છે અને હવે સિનિયર આઇપીએસ અધિકારીની કોઈ પણ સમયે બદલી થશે તેમ નક્કી થઈ ગયું છે. સિનિયર IPS અધિકારીમાં IG, ADDGP સહિતના અધિકારીઓની બદલી થઈ શકે છે.

નેતાઓની અવરજવરને કારણે IPS અધિકારીઓની બદલી
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના સમયે અનેક રાજકીય પક્ષો દ્વારા પોત પોતાની રીતે પ્રચાર શરૂ કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ સરકારમાં પણ ચૂંટણીલક્ષી પ્રક્રિયાઓ શરૂ કરાઈ છે. જેમાં નિયમ પ્રમાણે અધિકારીઓ અને કર્મચારીને બદલી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવે છે. તાજેતરમાં કરવામાં આવેલી 23 IASની બદલી પણ આ પ્રક્રિયાના લીધે કરવામાં આવી છે.દિલ્હીથી ગુજરાત આવનારા નેતાઓની અવરજવરને કારણે IPS અધિકારીઓની બદલી અટકી હોવાનું જાણવા મળ્યું હતું. 

જેમની બદલી કરવાની છે તેમનું લિસ્ટ તૈયાર થઈ ગયું
પરંતુ હવે ગમે ત્યારે ચૂંટણી પંચ ચૂંટણીની જાહેરાત કરી શકે છે. હવે IPS અધિકારીઓમાં જેમની બદલી કરવાની છે તેમનું લિસ્ટ તૈયાર થઈ ગયું હોવાની વિગતો જાણવા મળી છે. તેમની ગમે તે સમયે બદલી કરવામાં આવશે. IPS અધિકારીઓની બદલી ઘણા સમયથી ટલ્લે ચડી રહી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે રાજ્યની મહત્વની રેન્જમાંથી IG તેમજ એડિશનલ DG અને ક્યાંક પોલીસ કમિશનર કક્ષાના અધિકારીની પણ બદલી કરવામાં આવે તેવું હાલ જાણવા મળ્યું છે. 

અગાઉ અમદાવાદમાં 13 પીઆઈને પોસ્ટિંગ અને 4ની આંતરિક બદલી કરાઈ
અગાઉ અમદાવાદમાં 13 પીઆઈને પોલીસ કમિશનરે શહેરના પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ આપ્યું, જેમાં એસ.જે. ભાટિયાને નરોડા, બી.ડી. ગોહિલને રાણીપ, એ.ડી. ગામીતને કંટ્રોલ રૂમ, ડી.બી.પટેલને સાયબર ક્રાઈમ, વી.જે. ફર્નાન્ડિસને ટ્રાફિક, પી.એચ.ભાટીને ગાયકવાડ હવેલી ફસ્ટ, પી.બી.ઝાલાને ટ્રાફિક, કે.પી.સોરઠિયાને સાયબર ક્રાઈમ, બી.એમ. પટેલને કૃષ્ણનગર, સી.જી. જોશીને વાડજ, એમ.ડી.ચંપાવતને સ્પેશિયલ બ્રાંચ, પી.બી.દેસાઈને સ્પેશિયલ બ્રાંચ, પી.વી.વાઘેલાને શાહપુરમાં જ્યારે વાડજના બી.એલ.વડુકરને નારણપુરા, નરોડાના કે. વાય.વ્યાસને સેટેલાઈટ, કૃષ્ણનગરના એ.જે.ચૌહાણને કાલુપુર ફસ્ટ તેમજ ગાયકવાડ હવેલીના આર.એચ.સોલંકીને કંટ્રોલ રૂમમાં મુકાયા છે.

એક સપ્તાહ પહેલાં ગાંધીનગરમાં 13 પોલીસ-ઈન્સ્પેક્ટરની બદલી કરાઈ
ગાંધીનગર જિલ્લા પોલીસવડા તરુણ દુગ્ગલે દશેરાની પૂર્વ સંધ્યાએ ગંજીપો ચીપીને જિલ્લાના 13 પોલીસ-ઈન્સ્પેક્ટરોની બદલી કરી દેવામાં આવી છે, જ્યારે ખાતાકીય પરીક્ષા પાસ કરીને બઢતી મેળવનાર પાંચ પીએસઆઇને પણ પોલીસ મથકોમાં નિમણૂક કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જિલ્લા પોલીસવડાનું મહત્ત્વનું અંગ ગણવામાં આવતી લોકલ ક્રાઇમ બ્રાંચ 1 અને 2ના બંને પીઆઈની જામનગર અને જૂનાગઢ બદલી થતાં લોકલ ક્રાઇમ બ્રાંચમાં કોની નિમણૂક થાય છે, એના પણ સૌ કોઇની મીટ મંડાયેલી છે. ત્યારે ડીવાયએસપી એમ કે. રાણા વય નિવૃત્ત થતાં ગાંધીનગર ડિવિઝનના નાયબ પોલીસ અધીક્ષક તરીકે ડીએસ પટેલે પણ વિધિવત્ ચાર્જ સંભાળી લીધો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed